હિમાચલના ક્સોલ ગામને ઇઝરાયલથી આવતા પ્રવાસીઓની પહેલી પસંદ ગણવામાં આવે છે. આર્મીની ટ્રેનીંગ લીધા પછી ઇઝરાયલી નાગરિક આ ગામમાં એટલા મોટા પ્રમાણમાં આવે છે, કે એવું લાગે છે કે માનો કે આ કોઈ ઇઝરાયલનું જ ગામ છે. ભારતીય પુરુષોનું આ ગામમાં આવવા ઉપર પ્રતિબંધ છે.
જો આવી પણ જાય તો સ્થાનિક લોકો તેને રોકાવા માટે ભાડા ઉપર રૂમ નથી આપતા. આ ક્ષેત્રમાં પર્યટન વ્યવસાય સાથે જોડાયેલા લોકો ભારતીય પુરુષોને વિસ્તારમાં આવવા નથી દેતા. લોકોનું કહેવું છે કે અહિયાં આવનારા ભારતીય પુરુષ ઇઝરાયલી મહિલાઓ સાથે છેડતી કરે છે, અને તેમની મસ્તીમાં ખલેલ પાડે છે. કોઈ ભારતીય પુરુષ જો પર્યટક બનીને વિસ્તારમાં આવે છે, તો તેને ભાડે રૂમ જ નથી આપવામાં આવતા.
અને ઇઝરાયલના નાગરિકોનો દાવો છે કે તેમણે લગભગ બે દશકા પહેલા ક્સોલ ગામને શોધ્યું હતું. ઘરેલું પર્યટકોની મનાલીમાં સંખ્યા વધ્યા પછી જયારે મનાલી પોતાનું કુદરતી સોંદર્ય ગુમાવવા લાગ્યું, તો ઇઝરાયલી ટુરિસ્ટ એકાંત સ્થળ શોધવા માટે પાર્વતી ઘાટીના કાંઠે વસેલા ગામ ક્સોલ તરફ ધ્યાન આપવા લાગ્યા. આ ગામમાં ડ્રગ્સ, મસ્તી અને શાંતિનો પૂરો સમય મળવાને કારણે અહિયાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
આ ક્ષેત્રની આસપાસના ગામોમાં ઇઝરાયલી ઝંડા જોવા મળે છે. શરૂઆતમાં ઇઝરાયલી ક્સોલ આવ્યા તો તેમણે જગ્યા ભાડા ઉપર લીધી. તેમણે પોતાના ગેસ્ટ હાઉસ, કેફે ચલાવ્યા. સ્થાનિક લોકોએ તેમને જગ્યા આપી, કેમ કે તેને વિશ્વાસ હતો કે તેનાથી ત્યાં રોજગારના સાધન ઉભા થશે.
અહીયાના ઈન્ટરનેટ કેફેમાં વાતચીતની ભાષા હિબ્રુ છે. ઇઝરાયલી વધુ અંગ્રેજી નથી સમજતા. સ્થાનિક લોકો ઇઝરાયલીઓ માટે બનેલા કેફેમાં નથી જતા. તેમનું કહેવું છે કે ઇઝરાયલીઓનું ખાવાનું અલગ પ્રકારનું છે. ક્સોલ ગામમાં એક પણ ગાડી ન હતી. હવે લોકો પોતાના કેફે, ગેસ્ટ હાઉસ ચલાવવા લાગ્યા છે. ત્રણ સો રૂપિયા રોજના ભાડા ઉપર અહિયાં રૂમ મળી જાય છે.
ગામના લોકોએ પોતાને ઇઝરાયલીઓ મુજબ જ ઢાળી લીધા છે. હમમ્સ, પીટા બ્રેડ ત્યાના લોકોનું મુખ્ય ભોજન બની ગયું છે. ખબદ હાઉસ એટલે યહુદીઓનું સંસ્કૃતિક સ્થળ પણ દેખાય છે. તે સુંદર બિલ્ડીંગમાં લાકડાના ખંભા અને બેંચ છે. એક યુવાન રબ્બી (યહુદી પુજારી) ને અહિયાં ઇઝરાયલથી મોકલવામાં આવ્યા છે, જે યહુદીઓની પૂજા કરવામાં મદદ કરે છે.
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો, જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.
આ માહિતી આઇનેક્સટલાઈવ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.