ભારતના સૌથી અમીર શહેરમાં પૈસાની અછત, હવે કચરા પર લાગશે ટેક્સ

ભારતનું સૌથી અમીર શહેર મુંબઈ હાલના દિવસોમાં પૈસાની તંગી સહન કરી રહ્યું છે. સ્થિતિ એવી છે કે ત્યાંની મહાનગરપાલિક આવક વધારવાની નવી રીતો વિષે વિચારી રહી છે.

હકીકતમાં, બૃહનમુંબઈ મહાનગરપાલિકા (BMC) ની આવક ઘણી ઓછી થઈ ગઈ છે. આ કારણે રિયલ એસ્ટેટથી થવા વાળી આવક ઘટી રહી છે.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર આવક વધારવા માટે BMC ઘણા નવા ટેક્સ પર વિચાર કરી રહી છે. તેમાં બર્થ સર્ટિફિકેટ પર વધારે ટેક્સની સાથે સાથે કચરા પરનો ટેક્સ પણ શામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આના પર ટેક્સ લગાવી શકાય છે.

મુંબઈ ભારતનું એવું શહેર છે, જ્યાંનું બજેટ દેશના ઘણા રાજ્યો કરતા વધારે છે, પણ ખોટને કારણે તેણે ભારે નુકશાન વેઠવું પડી રહ્યું છે. હવે મુંબઈ નવા નાણાકીય વર્ષમાં 9% વધારાનો વિચાર કરી રહી છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ ખર્ચથી મુંબઈની ગટર લાઈનો અને રસ્તાઓનો વિકાસ કરવામાં આવશે, કારણ કે વરસાદમાં અહીં પૂર જેવી સ્થિતિ જોવા મળે છે. જોકે હજુ એ જણાવવામાં નથી આવ્યું કે, તે કઈ રીતે કરવામાં આવશે.

એક્સપર્ટ અનુસાર તેના સિવાય બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલી, વોટર ટેક્સને નોટિસ મોકલીને ટેક્સની વસૂલી, પાણીનું કનેક્શન અને જપ્તી જેવા માધ્યમો પર પણ વિચાર કરવામાં આવી શકે છે, કારણ કે હેતુ દરેક સ્થિતિમાં આવકનો સ્ત્રોત વધારવાનો રહેશે.

રિપોર્ટ અનુસાર 2017 સુધી મુંબઈની આવકનો એક તૃતીયાંશ ભાગ ટોલમાંથી મળતો હતો, પણ જીએસટી લાગુ થયા પછી તે ઘણો ઓછો થઈ ગયો છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.