લગ્ન સૌના જીવનમાં મહત્વ ધરાવે છે, અને એ આપણા સૌ ના જીવનનો સૌથી મહત્વનો નિર્ણય હોય છે. લગ્નનો ખોટો નિર્ણય માત્ર બે લોકોનો નહિ પરંતુ બે પરિવારનું જીવન ખરાબ કરી શકે છે. એટલા માટે લગ્નનો આ મહત્વનો નિર્ણય ઘણું સમજી વિચારીને લેવો જોઈએ. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે લગ્ન કરવાની એક યોગ્ય ઉંમર હોય છે. દરેકની પોતાની ગણતરીએ આ ઉંમર અલગ અલગ હોઈ શકે છે. વાત કરીએ છોકરીઓની તો જો ૩૦ પહેલા પહેલા છોકરીઓ સેટલ થઇ જાય, તો તેના માટે સૌથી સારું રહે છે.
પરંતુ બોલીવુડની અભિનેત્રીઓના લગ્નની કોઈ યોગ્ય ઉંમર નથી હોતી. તેમની જ્યારે ઈચ્છા થાય છે ત્યારે લગ્ન કરે છે. આજે પણ બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ એવી છે, જે ૪૦ ની ઉંમર વટાવી ગયા પછી પણ કુંવારી છે. પરંતુ આજની આ પોસ્ટમાં અમે બોલીવુડની પાંચ એવી અભિનેત્રીઓ વિશે વાત કરવાના છીએ, જેમણે ૪૦ ની ઉંમર વટાવ્યા પછી લગ્ન કર્યા છે.
ઉર્મિલા માતોંડકર :
બોલીવુડની રંગીલી ગર્લ ઉર્મિલાએ મોહસીન અખ્તર મીર સાથે વર્ષ ૨૦૧૬ માં લગ્ન કર્યા છે. મોહસીન ધંધાથી એક મોડલ છે. તમને જાણીને નવાઈ થશે કે ઉર્મિલાએ ૪૨ વર્ષની ઉંમરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. આજે તેમના લગ્નના બે વર્ષ પસાર થઇ ગયા છે અને ઉર્મિલાના ફેંસને ઉર્મિલાના માં બનવાની રાહ છે.
પ્રીતિ ઝીંટા :
બોલીવુડની ડીમ્પલ ગર્લ પ્રીતિ ઝીંટાએ જેને ગુડઇનફ સાથે લગ્ન કર્યા છે. ઘણા દિવસો સુધી એક બીજાને ડેટ કર્યા પછી બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. જણાવી દઈએ કે પ્રીતિ ઝીંટાએ ૪૧ વર્ષની ઉંમરમાં લગ્ન કરવાની ઈચ્છા કરી. હાલમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’ માં પ્રીતિ ઝીંટા જોવા મળી હતી.
નીના ગુપ્તા :
૮૦ ના દશકમાં જયારે વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર વિવિયન રીચાર્ડ કેરેબિયન ટીમ સાથે ઇન્ડિયાના પ્રવાસ ઉપર આવ્યા હતા, ત્યારે એક ફંક્શનમાં નીના ગુપ્તા સાથે તેની મુલાકાત થઇ હતી. થોડી જ મુલાકાતો પછી બન્નેને પ્રેમ થઇ ગયો પરંતુ વિવિયન પહેલેથી જ પરણિત હતા. પાછળથી નીના ગુપ્તાએ ૪૯ વર્ષની ઉંમરમાં વિવેક મહેરા સાથે લગ્ન કરી લીધા.
સુહાસિની મુલે :
સુહાસિની મુલે બોલીવુડ અને નાના પડદાની એક જાણીતી અભિનેત્રી છે. તમને જણાવી દઈએ કે ૬૦ વર્ષની ઉંમરમાં સુહાસિની મુલેએ મુંબઈના એક ડોક્ટર સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. દરેક તેના આ નિર્ણય વિષે જાણીને દંગ રહી ગયા હતા. તેમણે વર્ષ ૨૦૧૧ માં અતુલ ગુર્તુ સાથે લગ્ન કર્યા હતા.
લીસા રે :
ફિલ્મ ‘કસુર’ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી લીસા રે કેન્સર જેવી ગંભીર બીમારીને પાછી પાડીને આજે સ્વસ્થ જીવન જીવી રહી છે. તે વર્ષ ૨૦૦૯ માં પ્લાઝમા સેલ્સ કેન્સરની ઝપેટમાં આવી ગઈ હતી. તેમણે ૪૧ વર્ષની ઉંમરમાં જેસન દેહની સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ સરોગેસીની મદદથી લીસા આજે બે જોડિયા બાળકોની માં બની ગઈ છે.