આર્મી થી લઈને સિપાહી સુધી, ક્માંડોથી લઈને સેનાના અધિકારીઓ સુધીના વાળ નાના કેમ હોય છે?

જાણો આર્મ્ડ ફોર્સના સૈનિકોનાં વાળ હંમેશા નાના કેમ હોય છે? આખરે શું છે કારણ

આર્મી થી લઈને સિપાહી સુધી, ક્માંડોથી લઈને સેનાના અધિકારીઓ સુધીના ને આપે જોયા હશે. બધાના યુનિફોર્મ એક સરખા હશે. ચહેરા ભલે અલગ હોય. પ્રાંત અને પ્રદેશ ની સાથે યુનિટ પણ અલગ હોય પરંતુ એક વસ્તુ સમાન હોય છે . એ છે તેમના વાળ. તમે બધી જ ફોર્સના જવાનો ને જોયા હશે કે તેમના વાળ નાના નાના હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સિપાહી અને સૈનિકોનાં વાળ હંમેશા ટૂંકા કેમ હોય છે. કેમ આર્મી અને ફોર્સિસ માં એક સરખી કટિંગ કેમ કરવામાં આવે છે. જો નથી વિચાર્યું તો અમે આજે આપને જણાવી દઈએ છીએ.

નવ જુવાન છોકરાઓ જ્યારે સેના કે આર્મ્ડ ફોર્સ માં જાય છે તો પૂરા ભરાવદાર વાળ સાથે દાખલ થાય છે, પરંતુ તાલીમમાં જતાં જ તેમના વાળ સાથે એ કરવામાં આવે છે જે તેમણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નથી હોતું. કોઈ ભરતી સેન્ટર માં જાઓ તો બધા એક જ હેર સ્ટાઇલમાં જોવા મળશે. હવે સવાલ એ ઊઠે છે કે આખરે સૈનિકોનાં વાળ હંમેશા નાના કેમ હોય છે. સૈનિકો ને કોઈ પણ સમયે યુધ્ધમાં જવું પડે છે. એવામાં જંગલો પહાડોમાં એમણે વધારે સમય વિતાવવો પડે છે. એવામાં તેમણે માથા પર હેલ્મેટ અને બીજા પ્રકારના સુરક્ષા ગેજેટ્સ પહેરવા પડે છે. એવામાં જો તેમના વાળ મોટા હશે તો ગેજેટ પહેરવામાં તકલીફ થશે, સાથે વાળ મોટા હશે તો ગરમી પણ વધારે લાગે છે.

કેટલીકવાર સૈનિક જ્યારે બંદૂક થી નિશાન તાકે ત્યારે તેમને શાંત અને સ્થિર રહેવાની જરૂર પડે છે. એવામાં જો થોડી પણ હવા ચાલી અને વાળ આંખોમાં આવી ગયા તો નિશાન ચૂકી જવાની શક્યતા વધી જાય છે. એટલા માટે વાળ ને જેટલા ટૂંકા કરાવી શકાય સૈનિક કરાવે છે. આના સિવાય એક કારણ એ પણ છે કે આજે નવી ટેક્નિક ની બંદુકો આવી ગઈ છે. જેમાં જો એક વાળ ફસાઈ જાય તો બંદૂક ખરાબ થઈ શકે છે. એવામાં અધિકારી પણ સૈનિકોનાં વાળ માં બરાબર નજર રાખે છે.

સૈનિકોએ ઘણી પરિસ્થિતી માંથી પસાર થવું પડે છે. જેમ કે વરસાદ, નદી,નાળાઓ વગેરે. એવામાં નાના વાળ બહુ કામ આવે છે. નાના વાળ જલ્દી સુકાઈ જાય છે, જેથી ભીના થયા બાદ શરદી અને ખાંસી થવાની આશંકા ઓછી રહે છે. નાના વાળ રાખવાથી આ જોખમ થી બચી શકાય છે. એટલા માટે સૈનિકોએ હંમેશા નાના વાળ રાખવાના હોય છે.
ઘણી વાર સૈનિકોને વિકટ પરિસ્થિતિઓમાં ઘણાં દિવસો સુધી પાણી અને નહાવાનું મળતું નથી. જેના કારણે વાળમાં ઇન્ફેકશન થઈ શકે છે. એટલા માટે વાળને નાના રાખવામા આવે છે જેનાથી તે કોઈપણ પ્રકારના ઇન્ફેકશનથી બચી શકાય છે. આ સિવાય સૈનિકોનો દુશ્મનો સાથે આમનો સામનો જો થઈ જાય તો હુમલાખોર વાળ પકડીને સૈનિકને ઘૂંટણીયે પાડવા માટે મજબૂર કરી શકે છે. એટલે વાળ ને આટલા નાના રખાય છે. જેથી દુશ્મન સૈનિકોનો વાળ પણ વાંકો ના કરી શકે.