ઇન્ડિયન આર્મીના જવાનો દ્વારા જણાવવામાં આવેલી આ 10 વાતો તમારી છાતી ગર્વથી ફુલાવી દેશે

ઇન્ડીયન આર્મી ભારતનું એક અભિન્ન અંગ છે. તેના વગર ઇન્ડિયા અધૂરુ જ છે. ભારતીય સેના આખી દુનિયામાં બીજા નંબરની સૌથી મોટી આર્મી છે. આર્મીના જવાન સરહદ ઉપર ૩૬૫ દિવસ અને ૨૪ કલાક દેશનું રક્ષણ કરવામાં લાગેલા રહે છે. તેવામાં આ જવાનો માટે દેશ અને આર્મી કેટલું મહત્વ ધરાવે છે તેનો અંદાઝ આજે અમે તમને આપવાના છીએ. આજે અમે ઇન્ડિયન આર્મીના બહાદુર જવાનો દ્વારા કહેવામાં આવેલી જાણીતી કહેવતો તમને જણાવવાના છીએ. જયારે તમે જવાનોના આ વિચારો વાંચશો તો તમારી છાતી ગર્વથી ફુલાઈ જશે.

૧. લેખિત ઓર્ડર વગર ક્યારે પણ છટકી નહિ શકાય, અને આ ઓર્ડર ક્યારે પણ જાહેર નહિ કરવામાં આવે.

– ફિલ્ડ માર્શલ સૈમ મેનશાઉ (Sam Manekshaw) ૧૯૬૨ યુદ્ધના મુખ્ય કમાન્ડર.

૨. જ્યાં સુધી તમે મૃત્યુને તમારી આંખો સામે ન જુવો ત્યાં સુધી તમે સાચું જીવન નથી જીવ્યું. જે લડવાનું પસંદ કરે છે તેના માટે જીવનમાં એક અલગ જ ફ્લેવર હોય છે. રક્ષક (જવાન) ને ક્યારે પણ ખબર નથી હોતી કે, આગળ શું થશે?

– કેપ્ટન આર. સુબ્રમણ્યમ કીર્તિ ચક્ર

૩. આપણે બરફમાં જામેલા છીએ છતાં પણ એકદમ શાંત અને ચુપ છીએ. જયારે બિગુલ વાગશે, તો આપણે ફરી ઉઠીશું અને આગળ માર્ચ કરીશું.

– સિયાચીન બેસ કેંપથી અજાણ વ્યક્તિ.

૪. જો કોઈ વ્યક્તિ એ કહે કે તેને મૃત્યુથી ડર નથી લાગતો, તો તે ખોટું ખોલી રહ્યો છે અથવા તો તે એક ગુરખો છે. (ગુરખા નેપાળની શાસક જાતી છે.)

– ફિલ્ડ માર્શલ સૈમ મેનશાઉ (Sam Manekshaw).

૫. અમુક લક્ષ્ય એટલા વધુ મહત્વ ધરાવે છે કે તેના નિષ્ફળ થવામાં પણ યશ અને તેજસ્વ છલકાય છે.

– કેપ્ટન મનોજ કુમાર પાંડે (PVC 1/11 ગોરખા રાઈફલ્સ).

૬. ક્યારેક વિચારું છું કે, જે રાજનેતાઓએ દેશનું રક્ષણ કરવા માટે અમારું પોસ્ટીંગ કર્યું છે, તેને mortar and motor (માટી અને મશીન), ગન અને હોઈટસર (સોર્ટ ગન), guerrilla and gorilla (હુમલો અને ગોરિલ્લા) માં તફાવતની ખબર પણ છે કે નહિ? આમ તો ઘણાને તો તેનો અનુભવ પાછળથી થાય છે.

– ફિલ્ડ માર્શલ સૈમ મેનશાઉ (Sam Manekshaw).

૭. દુશ્મન આપણાથી માત્ર ૫૦ ગજના અંતર ઉપર છે. આપણે સંખ્યામાં ઘણા ઓછા છીએ. આપણી ઉપર તાબડતોબ ફાયરીંગ થઇ રહ્યું છે, પરંતુ હું એક ઇંચ પણ પાછળ નહિ હતું. આપણા છેલ્લા જવાન અને છેલ્લા રાઉન્ડ સુધી લડતો રહીશ.

– મેજર સોમનાથ શર્મા.

૮. મારા લોહીની કિંમત ચુકવતા પહેલા જ મૃત્યુ આવી ગયું તો કસમથી હું તે મૃત્યુને જ મારી દઈશ.

– કેપ્ટન મનોજ કુમાર પાંડે.

૯. નહિ સર. હું મારી ટેંક નહિ છોડું. મારી બંધુક હજુ પણ કામ કરી રહી છે અને હું એ નાલાયકોને પાઠ ભણાવીને જ રહીશ.

– લેફટીનેંટ અરુણ કહતરપાલ પીવીસી.

૧૦. યે દિલ માંગે મોર (વધુ).

– કેપ્ટન વિક્રમ બત્રા પીવીસી (કારગીલ યુદ્ધ જીત્યા પછી).

ઇન્ડિયન આર્મીના જવાનો દ્વારા કરવામાં આવેલી આ તમામ વાતો ખરેખર પ્રેરણાદાયક છે. તે વાંચ્યા પછી ખરેખર ઘણા લોકો પ્રેરિત થશે અને ભારતીય આર્મીનો ભાગ બનવામાં ગર્વનો અનુભવ કરશે. આ કહેવતો આપણને એ દેશાવે છે કે આપણા જવાન સરહદ ઉપર કેવી રીતે મગજ સેટ કરીને કામ કરે છે. તે પોતાના આ કામને ઘણું ગંભીરતાથી લે છે. જો તમને ભારતીય સૈનિકોની આ વાતો પસંદ આવી હોય તો તેને બીજા સાથે શેયર કરવાનું ન ભૂલશો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.