બિગ બ્રેકીંગ : અજમેર ખ્વાજા નજીક થયો મોટો ચમત્કાર, 30 સેકેન્ડમાં અપંગ દોડવા લાગ્યો, જુઓ વિડીયો.

સોશિયલ મીડિયા પર નવા નવા વિડીયો અપલોડ થતા રહે છે. ઘણી વખત અમુક એવા વિડીયો પણ સામે આવે છે જેમાં કંઈક અલગ જોવા મળે છે, અને એવા વિડીયોને ખુબ જોવામાં પણ આવે છે. અને લોકો દ્વારા તેને ખુબ શેર પણ કરવામાં આવે છે. એવો જ એક વિડીયો હમણાં સોશિયલ મીડિયા પર શેર થઇ રહ્યો છે. જેમાં એક અપંગ ભિખારી ભીખ માંગી રહ્યો હોય છે અને પછી એક એવો ચમત્કાર થાય છે કે તે થોડી જ સેકેન્ડમાં દોડવા લાગે છે.

એડવોકેટ રાઘવેન્દ્ર વર્મા દ્વારા શેર કરવામાં આવેલો વિડીયો અજમેર ખ્વાજાની નજીકનો છે. તેમણે તેને ટાઇટલ પણ આપ્યું છે “બિગ બ્રેકીંગ… અજમેર ખ્વાજા નજીક થયો ઘણો મોટો ચમત્કાર, 30 સેકેન્ડમાં અપંગ દોડવા લાગ્યો”. વિડીયોમાં જોવા મળે છે કે, એક અપંગ ભિખારી ભીખ માંગી રહ્યો હોય છે અને ત્યારે એક વ્યક્તિ આવે છે અને તેને ભીખ આપે છે. પણ તે દરમિયાન એક ચમત્કાર થાય છે.

ભીખ આપનાર વ્યક્તિ અચાનક તે ભિખારીનું પાત્ર કે જેમાં તેને ભીખમાં મળેલા પૈસા મુકેલા હોય છે, તે લઈને દોડવા લાગે છે. અને ત્યારે જ ચમત્કાર થઇ જાય છે અને તે અપંગ ભિખારી પણ તે વ્યક્તિ પાછળ ખુબ ઝડપથી દોડવા લાગે છે. ત્યાં ઉભા રહેલા લોકો પણ ચકિત થઇ જાય છે, અને ઘણા લોકો આ દ્રશ્ય જોઈને હસવા લાગે છે.

તમે પણ જુઓ આ ચમત્કારિક વિડીયો :

એડવોકેટ રાઘવેન્દ્ર વર્માની પોસ્ટ પર શાલિની ઠાકુર કમેન્ટ કરી જણાવે છે કે, “અરે વાહ, તો બધા અપંગોને ત્યાં જ મોકલી દો. મૂર્ખ બનાવવામાં આપણો કોઈ મુકાબલો કરી શકશે નહિ”. રાજેશ ગોરૈન લખે છે “હકીકતમાં ચમત્કાર થઇ ગયો”. તો સપના દ્વિવેદી લખે છે “આ જોઈને મજા આવી ગઈ, આવા જ ચમત્કાર આખા ભારતમાં થવાના શરુ થઇ જાય તો સારું”. પોસ્ટમાં ઘણા લોકોએ હસવાના ઈમોજી અને ફોટાઓ કમેન્ટ કર્યા છે.

હવે તમે સમજી ગયા હશો કે લોકો કઈ રીતે અપંગ હોવાનું નાટક કરીને ભીખ માંગે છે.

(આ વિડીયો અજમેર ખ્વાજા નજીકનો જ છે તેની અમે પુષ્ટિ કરતા નથી.)