ઈન્ડિયન આઇડલ 10 : શો પર લાગ્યો ફિક્સ હોવાનો આરોપ, સલમાન નહિ આ વ્યક્તિ બનતે વિજેતા

હાલના દિવસોમાં ટીવી જગતમાં ટેલેંટ શો નો દબદબો વધારે જોવા મળી રહ્યો છે. દરેક ધારાવાહિક ચેનલ પર એક ને એક ટેલેંટ શો જરૂર જોવા મળી રહ્યો છે. આ યાદીમાં આવતો શો ઈન્ડિયન આઇડલ 10 હવે પૂરો થઇ ગયો છે. આ શો ના વિજેતા સલમાન અલી બન્યા છે. આ શો દર્શકો વચ્ચે ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. આ શો માં ભાગ લેવા વાળા લોકો પોતાના અવાજથી લોકોને પોતાના દીવાના બનાવે છે. છેલ્લા ઘણા વર્ષોથી આ શો ચાલી રહ્યો છે, અને આગળ પણ ચાલતો રહેશે. ઈન્ડિયન આઇડલની દશમી સીઝન ભલે પુરી થઇ ગઈ હોય, પણ એને લઈને વિવાદ શરુ થઈ ગયો છે. તો ચાલો જાણીએ અમારા આ લેખમાં શું ખાસ છે.

ઈન્ડિયન આઇડલ 10 નું ગ્રેન્ડ ફિનાલે રવિવારે હતું, જેનો વિજેતા સલમાન અલી રહ્યો છે. સલમાન અલીના વિજેતા બન્યા પછી જ્યાં એમના ફેન્સ ખુશ થયા, તો એમને ભરપૂર ટ્રોલ કરવામાં આવ્યા. એટલું જ નહિ, સલમાન અલીના વિજેતા બન્યા પછી આ શો પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ એક સિંગિંગ શો છે, જ્યાં એમાં ભાગ લેનાર વ્યક્તિ પોતાના અવાજના દમ પર આ શો જીતે છે. એવામાં વિજેતા ફક્ત કોઈ એક જ બને છે. જો કે અત્યારના દરેક પ્રતિયોગીઓમાં કોઈ કમી ન હતી, પણ વિજેતા તો કોઈ એક જ હોય છે.

ઈન્ડિયન આઇડલ 10 ના વિજેતા બન્યા સલમાન અલી :

ઈન્ડિયન આઇડલ 10 ના વિજેતા સલમાન અલી બન્યા છે. આ શો માં સલમાને પોતાના અવાજથી લોકોના દિલ જીતી લીધા હતા. જો કે આ શો માં જે પ્રતિયોગીને વધારે વોટ મળે છે એ જ આ શો જીતે છે. એવામાં સલમાન અલીને ઘણા બધા વોટ મળ્યા છે. સલમાન અલી ઘણા ગરીબ પરિવાર માંથી છે. શો શરુ હતો એ દરમ્યાન એમણે જણાવ્યું કે પૈસા ન હોવાને કારણે એમણે પોતાનું ભણતર છોડી દીધું હતું. તમને જણાવી દઈએ કે સલમાન અલીને 25 લાખ રૂપિયા અને એક કાર ગિફ્ટમાં મળી છે.

ઈન્ડિયન આઇડલ 10 પર લાગ્યો ફિક્સ હોવાનો આરોપ :

વિજેતાનું નામ જાહેર થયા પછી આ શો પર ફિક્સ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર રહેલા આ શો ના ફેન્સએ આ શો ને સંપૂર્ણ ફિક્સ જણાવ્યો. લોકોનું કહેવું છે કે સલમાન અલી કરતા વધારે અંકુશ આ ટ્રોફીનો હકદાર હતો. પરંતુ સલમાનને જીતાડવામાં આવ્યો, જે આ શો ના ફિક્સ હોવા તરફ ઈશારો કરે છે. ટ્વીટરથી લઈને ફેસબુક સુધી લોકો આ શો ને ફિક્સ જણાવી રહ્યા છે. અને એમણે અંકુશને ભવિષ્ય માટે ઘણી બધી શુભ કામનાઓ આપી.

સલમાનને લાઈમલાઈટમાં રાખવામાં આવ્યો હતો :

લોકોનું કહેવું છે કે શરૂઆતથી જ સલમાન અલીને જીતાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. અને એ જ કારણ છે કે તેને શરૂઆતથી જ લાઇમલાઇટમાં રાખવામાં આવ્યો હતો. આ દરમ્યાન લોકોએ અંકુશની તુલના અરિજિત સિંહ સાથે કરી. લોકોએ કહ્યું કે અરિજિતે કયારેય ઇન્ડિયન આઇડલ નથી જીત્યું પણ તે લાખો દિલો પર રાજ કરે છે. બસ એજ રીતે અંકુશ પણ લાખો લોકોના દિલો પર રાજ કરે છે. જણાવી દઈએ કે અંતિમ એપિસોડમાં અંકુશ અને સલમાન વચ્ચે ઘણી ટક્કર જોવા મળી હતી. પણ વિજેતા સલમાનને જાહેર કરવામાં આવ્યો.