રાષ્ટ્રપતિની કાર પર કેમ નથી હોતી નંબર પ્લેટ? જાણી લો કેમ છે આ ભેદભાવ તેમના માટે છે અલગ કાનૂન

તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે આપણાં દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજયોના રાજ્યપાલ સહિત ઘણાં વીવીઆઇપી ની કારો ઉપર રજીસ્ટ્રેશન નંબર પ્લેટ નથી હોતી. હવે કદાચ તમે એમ વિચારી રહ્યાં હશો કે જ્યારે દેશના દરેક વાહન પર નંબર પ્લેટ હોવી જરૂરી છે તો રાષ્ટ્રપતિની કાર પર નંબર પ્લેટ કેમ નથી હોતી. આખરે આવું કેમ થાય છે ? આખરે રાષ્ટ્રપતિ માટે અલગ કાયદો કેમ ? તો આજે અમે તમને એજ સવાલોના જવાબ આપી દઈએ છીએ. રાષ્ટ્રપતિની કાર પર નંબર પ્લેટ કેમ નથી હોતી. તમે એનું કારણ જાણીને તમને ભેદભાવ નો અનુભવ થઈ જશો.

શું છે નંબર પ્લેટનો કાયદો

સૌથી પહેલાં જરા વિચારો જો હું કે તમે પોતાની ગાડીને રજીસ્ટ્રેશન નંબર વગર બહાર લઈને નીકળ્યા તો શું થશે ? આપણી ગાડી પોલીસ જપ્ત નહીં કરે તો મેમો ફાડશે. પરંતુ દેશના રાષ્ટ્રપતિ માટે આ કાયદો કઇંક અલગ છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ પાસે 14 એવી ગાડીઓ હોય છે જેની પર નંબર પ્લેટ લાગેલી નથી હોતી. કદાચ તમે એવું વિચારી રહ્યાં હશો કે દેશના રાષ્ટ્રપતિને કયા કાયદા દ્વારા આવી છૂટ મળે છે ? તો આવો તમને જણાવીએ રાષ્ટ્રપતિની

કાર પર નંબર પ્લેટ કેમ નથી હોતી-

આમ જોવા જાઓ તો કોઈ પણ ગાડીને રસ્તા પર ચલાવવા માટે સર્ટિફિકેટ ઓફ રજીસ્ટ્રેશનની જરૂર હોય છે. જેને સરકાર તરફથી આપવામાં આવે છે. જેને RC પણ કહેવામા આવે છે. આજ રજીસ્ટ્રેશન નંબર તમારી ગાડીની નંબર પ્લેટ પર લખેલો હોય છે. આ રજીસ્ટ્રેશન નંબર ગુજરાત માં GJ, દિલ્હીમાં DL,ચંદિગઢમાં CH,ઉત્તરપ્રદેશમાં UP,ઉત્તરાખંડમાં UK,પંજાબમાં PB અને બિહારમાં BR થી શરૂ થાય છે. કોઈપણ સામાન્ય માણસની ગાડીનું રજીસ્ટ્રેશન 15 વર્ષ માટે માન્ય ગણાય છે. રજીસ્ટ્રેશન નંબર સિવાય કોઈપણ ગાડી રસ્તા પર નથી ચાલી શકતી. પરંતુ રાષ્ટ્રપતિની કાર પર નંબર પ્લેટ લગાડવા માટેનો કાયદો થોડો અલગ છે.

રાષ્ટ્રપતિની કાર પર નંબર પ્લેટ કેમ નથી હોતી ?

એ જણાવતા પહેલાં આપને જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિ નવી ગાડી ખરીદે છે તો એને રજીસ્ટ્રેશન નંબર મળે ત્યાં સુધી તેને ટેમ્પરરી રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવે છે. તે આ નંબરથી પોતાની ગાડી ચલાવી શકે છે. હવે વાત કરીએ છીએ કે રાષ્ટ્રપતિની કાર પર નંબર પ્લેટ લાગેલી કેમ નથી હોતી.

તમને જણાવી દઈએ કે ભારતના કોઈપણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ થી ગાડી ખરીદવાથી તેનું રજીસ્ટ્રેશન દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં માન્ય ગણાય છે. પરંતુ તમે જે રાજ્ય માંથી ગાડી ખરીદી છે તે રાજ્યને છોડીને કોઈ બીજા રાજયમાં એને 12 મહિનાથી વધારે સમયથી ચલાવી રહ્યાં છો તો તમારે એજ રાજયમાં તમારી ગાડીનું ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે.

બ્રિટિશ પ્રક્રિયા પ્રમાણે ‘ કિંગ કેન ડૂ નો રોંગ ’ એટલે કે એક રાજા ક્યારેય ખોટું કરી શકે નહીં. આજ કારણથી રાષ્ટ્રપતિ કે અન્ય માનનિયો ની ગાડી પર રજીસ્ટ્રેશન નંબર નથી હોતો. આજ કારણ છે કે રાષ્ટ્રપતિની કાર પર નંબર પ્લેટ નથી હોતી. બ્રિટિશ પ્રક્રિયા પ્રમાણે મનાતા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજયપાલ સહિત તમામ વીવીઆઇપીઓની કારો ઉપર નંબર પ્લેટ લગાવવામાં આવતી નથી.

પરંતુ હમણાં જ કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ બાબતે દિલ્હી હાઇકોર્ટમા સોગંદનામું દાખલ કરી આ ગાડી ઉપર પણ નંબર પ્લેટ લગાવવાની માંગ કરી છે. કારણ કે હવે લોકશાહી માં કોઈ કિંગ નથી એટલે બધા ને સમાન ગણવા માટે પણ આવા વાહિયાત રૂલ્સ કાઢી દેવા જોઈએ અને દરેક ગાડી ને નંબર પ્લેટ હોવી જ જોઈએ