ભારતીય રેલવેનો રિપોર્ટ : 166 વર્ષમાં પહેલી વખત 2019 બન્યું અત્યાર સુધીનું સૌથી…

આજકાલ સોશિયલ મીડિયા લોકો માટે મહત્વની વસ્તુ બની ગઈ છે. દેશ દુનિયામાં બનતી દરેક ઘટના વિષે એના પર જાણકારી મળી જાય છે. તેના ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. આજે અમે એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

ભારતીય રેલ્વેએ ૧૬૬ વર્ષ પહેલા પોતાનું પરિચાલન શરુ કર્યું હતું. આ પહેલી વખત છે કે તેમણે એક વર્ષમાં શૂન્ય પ્રવાસીના મૃત્યુની માહિતી આપી. ભારતીય રેલ્વે માટે ૨૦૧૯ ને સૌથી સુરક્ષિત વર્ષ ગણવામાં આવે છે.

ભારતીય રેલ્વેની સુરક્ષા બાબતનું વધુ વિવરણ :

અત્યાર સુધી ૧૯૧૮-૧૯ ભારતીય રેલ્વે માટે સૌથી સુરક્ષિત વર્ષ.

આ વાસ્તવમાં ભારતીય રેલ્વે માટે એક મોટી ઉપલબ્ધી છે. ૧૦૧૮-૧૯ માં પ્રવાસીઓની શૂન્ય દુર્ઘટના થઇ. જેથી ભારતીય રેલ્વે માટે સૌથી સુરક્ષિત વર્ષ બની ગયું.

આ છેલ્લા ૧૬૬ વર્ષમાં પહેલું વર્ષ છે જયારે ભારતીય રેલ્વે દ્વારા દુર્ઘટનામાં શૂન્ય મૃત્યુ થયા હતા.

વર્ષ ૨૦૧૮-૧૯ માં દુર્ઘટનામાં ૯૫% નો ઘટાડો :

જો આપણે એ દુર્ઘટનાઓ વિષે વાત કરીએ. જેમાં અથડાવા, ગાડીઓમાં આગ, સ્તર પાર દુર્ઘટનાઓ અને પાટા ઉપરથી ઉતરવાનું સામેલ છે, તો છેલ્લા ૩૮ વર્ષોથી ૯૫% ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૭-૧૮ માં કુલ ૭૩ રેલ્વે દુર્ઘટનાઓ થઇ, જે ૨૦૧૮-૧૯ માં ઘટીને ૫૯ રહી ગઈ.

ટકાવારીના હિસાબે પણ દુર્ઘટનાઓમાં ઘણો ઘટાડો આવ્યો છે. પ્રતિ મીલીયન કી.મી. દુર્ઘટનાઓ હવે ૨૦૧૮-૧૯ માં ૦.૦૬ ના અત્યાર સુધીના સૌથી નીચા સ્તર સુધી થઇ ગઈ છે, જે ફરીથી ભારતીય રેલ્વે માટે સૌથી સુરક્ષિત વર્ષ છે.

ટ્રેન દુર્ઘટનાઓ : ઐતિહાસિક પરીપ્રેક્ષ્ય.

છેલ્લા થોડા વર્ષોમાં રેલ્વે દુર્ઘટનાઓમાં ભારે ઘટાડો આવ્યો છે, જેમાં તમામ પ્રવાસીઓ માટે ટ્રેન પ્રવાસ વધુ સુરક્ષિત થઇ ગયો છે.

વર્ષ ૧૯૬૦-૬૧ માં કુલ ૨,૧૩૧ રેલ્વે દુર્ઘટનાઓ થઇ.

૧૯૭૦-૭૧ સુધી ટ્રેન દુર્ઘટનાઓ ઘટીને ૮૪૦ થઇ ગઈ.

૧૯૮૦-૮૧ સુધી કુલ ૧,૦૧૩ ત્રણ દુર્ઘટનાઓ થઇ.

૧૯૯૦-૯૧ માં કુલ ૫૩૨ રેલ્વે દુર્ઘટનાઓ થઇ.

૨૦૧૦-૧૧ સુધી રેલ્વે દુર્ઘટનાઓ ઘટીને ૧૪૧ ઘટનાઓ થઇ, જે હવે ઘટીને ૫૯ થઇ ગઈ છે.

૧૯૯૦-૧૯૯૫ વચ્ચે, ૫૦૦ રેલ્વે દુર્ઘટનાઓ થઇ, જેના પરિણામ સ્વરૂપે ૨,૪૦૦ મૃત્યુ અને ૪,૩૦૦ ઈજાગ્રસ્ત થયા.

૨૦૧૩-૨૦૧૮ વચ્ચે દર વર્ષે સરેરાશ ૧૧૦ દુર્ઘટનાઓ થઇ, જેમાં ૯૯૦ પ્રવાસીઓના મૃત્યુ થયા, અને ૧૫૦૦ ઈજાગ્રસ્ત થયા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.