જયારે ભારતીય ટેક્સી ડ્રાઈવરે પાકિસ્તાની ક્રિકેટરો પાસેથી ન લીધા પૈસા, જાણો પછી શું થયું?

ઓસ્ટ્રેલિયામાં એક ભારતીય ટેક્સી ડ્રાઈવરે પાકિસ્તાની ક્રિકેટરો પાસેથી ભાડાના રૂપમાં પૈસા લેવાની ના પાડી દીધી. ટેક્સી ડ્રાઈવરનો આ વ્યવહાર પાકિસ્તાની ક્રિકેટરોને ઘણો પસંદ આવ્યો, અને એટલું જ નહિ તેઓ એના બદલામાં ટેક્સી ડ્રાઈવરને પોતાની સાથે હોટલમાં લઈ ગયા અને એને ખાવાનું ખવડાવ્યું.

ભારતીય ટેક્સી ડ્રાઈવરની જે ટેક્સીમાં પાકિસ્તાની ક્રિકેટરોએ યાત્રા કરી, એમાં ફાસ્ટ બોલર શાહીન આફરીદી, લેગ સ્પિનર યાસિર શાહ અને યુવા ફાસ્ટ બોલર નસીમ શાહ શામેલ છે.

એબીસી રેડિયાની કમેન્ટેટર એલિસન મિશેલે ટેક્સી ડ્રાઈવર દ્વારા પૈસા ન લેવાની વાત ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર મિશેલ જૉનશન સાથે કોમેન્ટ્રી દરમિયાન શેયર કરી હતી.

એલિસનને આ સંપૂર્ણ ઘટનાની જાણકારી એ ટેક્સી ડ્રાઈવરના માધ્યમથી મળી, જે ભારતીય ટેક્સી ડ્રાઈવરે કમેન્ટેટર એલિસનને ગાબા સ્ટેડિયમ પર ડ્રોપ કર્યા હતા. અને તેણે જ આગલી રાત્રે પાકિસ્તાની ક્રિકેટરોને હોટલ ડ્રોપ કર્યા હતા.

એ સમયે ગાબા સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાવાની હતી. ટેક્સી ડ્રાઈવરે સ્ટેડિયમ જતા સમયે રસ્તામાં એલિસનને જણાવ્યું કે, તેણે જ રાત્રે પાકિસ્તાની ખેલાડીઓને હોટલમાં જમવા માટે ભારતીય રેસ્ટોરેન્ટ પહોંચાડ્યા હતા.

ટેક્સી ડ્રાઈવરે આગળ કહ્યું કે, તેણે પાકિસ્તાની ખેલાડીઓ પાસેથી એના બદલામાં પૈસા લીધા ન હતા. ભારતીય ડ્રાઈવરે આગળ કહ્યું કે, પાકિસ્તાની ક્રિકેટરોએ એના બદલામાં મને પોતાની સાથે રાતના ડિનર માટે આમંત્રિત કર્યો હતો. મિત્રો, એ દિવસે રમાયેલી મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું હતું.

આમ ભલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઝગડા થતા રહેતા હોય, પણ હજી પણ બંને દેશમાં ઘણા બધા લોકો એવા છે જે એક બીજા પ્રત્યે આદરભાવ રાખે છે. બંને દેશોમાં એવા ઘણા બધા લોકો રહેલા છે, જે ઝગડા બંધ કરીને શાંતિપૂર્ણ જીવન જીવવા માંગે છે. જો કે હકીકતમાં એવું થશે કે નહિ એ તો કોઈ જણાવી શકતું નથી.

મિત્રો, આ લેખ તમને સારો લાગ્યો હોય તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં. અને તમે તમારા મંતવ્યો પણ કમેન્ટ બોક્સમાં શેયર કરી શકો છો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.