Indian Toilet માં જાજરૂ જવાથી જે ઘૂંટણનો દુઃખાવો થતો હતો, તેનો ઉપાય આ મહાન માણસે શોધી લીધો

સવારના નિત્યકર્મોમાં બ્રશ કરવું, ટોયલેટ જવું અને સ્નાન કરવું વગેરે મુખ્ય છે. એના વગર દિવસની શરૂઆત નથી થતી. તેમજ ઘણા લોકો એવા હોય છે કે જો એમને સવારે પ્રેશર ન આવે અને ટોયલેટ ન જવાય તો દિવસ સારો નથી જતો. હાલમાં મોટાભાગના લોકોના ઘર અને ઓફિસોમાં વેસ્ટર્ન ટોયલેટ જોવા મળે છે. વેસ્ટર્ન ટોયલેટનું ચલણ ઘણું વધતું જઈ રહ્યું છે.

લોકોનું ઇન્ડિયન ટોયલેટ ન વાપરવાનું કારણ પણ શરીર સાથે જ જોડાયેલું છે. ઘણા લોકો બીજાની સામે પોતાને મોર્ડન દેખાડવા માટે એનો ઉપયોગ કરે છે. તો ઘણાની મજબૂરી હોય છે એથી એમણે વેસ્ટર્ન ટોયલેટ પસંદ કરવું પડે છે. આવો તમને આગળ એના વિષે જણાવીએ.

વર્તમાન સમયમાં જયારે પણ કોઈની સામે આ વિકલ્પ હોય કે ઇન્ડિયન અથવા વેસ્ટર્ન ટોયલેટ માંથી કોઈ એકમાં જવાનું છે, તો મોટાભાગના લોકો હંમેશા વેસ્ટર્ન ટોયલેટને જ પસંદ કરે છે. એની પાછળનું કારણ એ છે કે વેસ્ટર્ન ટોયલેટમાં આરામથી બેસીને ફોન વાપરી શકાય છે. પણ એના કરતા વધારે જરૂરી કારણ પણ છે.

એનું અગત્યનું કારણ એ છે કે જો પ્રેશર નથી આવી રહ્યું તો તમે ઇન્ડિયન ટોયલેટમાં 10 મિનિટથી વધારે નથી બેસી શકતા. વધારે સમય એમાં બેસવાથી ઘૂંટણ અને પીઠ જવાબ આપવા લાગે છે. પણ ઇન્ડિયન ટોયલેટમાં પેટ વૈજ્ઞાનિક કારણથી સાફ થાય છે. માટે એનો ઉપયોગ હિતાવહ છે.

ઇન્ડિયન ટોયલેટની આ સમસ્યાને ઉકેલી નાખી છે સત્યજીત મિત્તલ નામના એક વ્યકિતએ. એમણે ઇન્ડિયન ટોયલેટને આરામદાયક બનાવી દીધું છે. જેમને ઘૂંટણની સમસ્યા છે કે જે વધારે સમય બેસી નથી શકતા તેમની સમસ્યાનું આમણે નિરાકરણ લાવી દીધું છે.

જણાવી દઈએ કે 26 વર્ષના સત્યજીતે પુણેના MIT માંથી ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે. ત્યારબાદ એમણે ડિઝાઇન કર્યુ એવું ટોયલેટ જેનું નામ છે સ્કવૉટઈઝ (SquatEase). 2016 માં એમણે ડિઝાઇન શરુ કરી હતી જે એમણે સંપૂર્ણ રીતે પુરી કરી લીધી હતી.

SquatEase એટલા માટે કારણ કે એમાં બેસવાની સ્થિતિ Squat જેવી હોય છે. એની ડિઝાઇનમાં એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, એનો ઉપયોગ કરવા વાળાના ઘૂંટણ, પીઠ અને પંજા પર જોર ન પડે. સાથે જ એની સફાઈ ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કરીને થાય. ત્યારબાદ એનું પરીક્ષણ એક હોસ્પિટલમાં હાડકાના વિભાગમાં થયું હતું. જેના પરિણામમાં ત્યાંના દર્દીઓએ આને લીલી ઝંડી આપી દીધી.

આ ટોયલેટની ડીઝાઇન ઘણી રિસર્ચ કરીને કરવામાં આવી છે. તેમજ તેનો ઉપયોગ દરેક લોકો કરી શકે એવી રીતે એને બનાવવામાં આવ્યું છે.

આ શોધ માટે સત્યજીતને ભારત સરકાર દ્વારા પુરસ્કાર પણ આપવામાં આવ્યું છે. સિંગાપુરના વર્લ્ડ ટોયલેટ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને SquatEase નું પ્રોડક્શન શરૂ થઇ ગયું છે. હવે તમે જલ્દી જ એને માર્કેટમાં જોઈ શકશો. લેખમાં નીચે એનો વિડીયો પણ મુકવામાં આવ્યો છે, જેમાં તમને જોવા મળશે કે કઈ રીતે એ તમારા ઘૂંટણના દુઃખાવાની સમસ્યાની દુર કરે છે.

વીડિઓ :

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે