ભારતની સૌથી સુરક્ષિત કારથી જોરદાર અકસ્માત, રસ્તા પર આવી ગયું એન્જીન અને પછી……

દિલ્લી પાસે આવેલા યૂપીના નોએડામાં એક વાર ફરી ઝડપનો કેર જોવા મળ્યો છે. નોએડાના બોટનિકલ ગાર્ડન પાસે એક પૂર ઝડપે જઈ રહેલી ટાટા નેકસોન કાર અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાઈ ગઈ. જેમાં કાર ચલાવી રહેલો વ્યક્તિ ખુબ જ ગંભીર રૂપથી ઘાયલ થયો હતો. જણાવી દઈએ કે, આ ગાડીને ભારતની સૌથી સુરક્ષિત ગાડીનો દરજ્જો મળ્યો છે.

બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન પાસે થયેલી ટક્કર એટલી જબરસ્ત હતી કે નેકસોન કારનું એન્જીન પણ કારની બહાર આવી ગયું. તેમજ ડ્રાઈવિંગ કરી રહેલા વ્યક્તિને પણ ગંભીર ઈજા થઈ, જેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યો.

ફોટા પરથી સ્પષ્ટ રીતે ખબર પડે છે કે, કાર ઘણી સ્પીડમાં હતી અને ડ્રાઈવર એને નિયંત્રિત નહીં કરી શક્યો. શિયાળાની ઋતુમાં દિલ્લી એનસીઆરમાં આ પ્રકારની દુર્ઘટનાઓની સંખ્યામાં વધારો થઈ જાય છે.

આ અકસ્માતમાં નેકસોન કાર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. કારનો કાચ પણ સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગયો. આ કારને દેશમાં સુરક્ષાની દૃષ્ટિએ પાંચ સ્ટાર રેટિંગ મળ્યા છે.

આ અકસ્માતમાં ઘાયલ થયેલ ડ્રાઈવરનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે, જ્યાં એમની હાલત ગંભીર છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.