ભારત સરકારે જાહેર કર્યો દેશનો નવો નકશો, નવા રૂપમાં જમ્મુ-કશ્મીર અને લદ્દાખ

જમ્મુ-કશ્મીરમાંથી અનુચ્છેદ 370 દુર કરવા પર અને જમ્મુ-કશ્મીર, લદ્દાખને નવા કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા પછી ભારત સરકારે દેશનો નવો નકશો જાહેર કર્યો છે.

જમ્મુ-કશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 જાહેર કર્યા પછી જમ્મુ અને કશ્મીર રાજ્ય, 31 ઓક્ટોબર 2019 ના રોજ, નવા જમ્મુ કશ્મીર સંઘ રાજ્ય ક્ષેત્ર અને નવા લદ્દાખ સંઘ રાજ્ય ક્ષેત્રના રૂપમાં પુનર્ગઠિત થઇ ગયા.

નવા લદ્દાખ સંઘ રાજ્ય ક્ષેત્રમાં કારગીર અને લેહ બે જિલ્લા છે, અને જમ્મુ અને કશ્મીર રાજ્યના બાકી ભાગો નવા જમ્મુ અને કશ્મીર રાજ્ય સંઘ ક્ષેત્રમાં છે.

1947 માં જમ્મુ અને કશ્મીર રાજ્યમાં 14 જિલ્લા હતા. કઠુઆ, જમ્મુ, ઉધમપુર, રિયાસી, અનંતનાગ, બારામુલા, પૂંછ, મીરપુર, મુજફ્ફરાબાદ, લેહ અને લદ્દાખ, ગિલગિત, ગિલગિત વજારત, ચિલ્હાસ અને ટ્રાઇબલ ટેરિટોરી.

2019 સુધી આવતા આવતા જમ્મુ અને કશ્મીરની રાજ્ય સરકારે આ 14 જિલ્લા ક્ષેત્રોને પુનર્ગઠિત કરીને 28 જિલ્લા બનાવી દેવામાં આવ્યા હતા. નવા જિલ્લાના નામ : કુપવારા, બાંદીપુર, ગંદરબલ, શ્રીનગર, બડગામ, પુલવામા, શુપિયાન, કુલગામ, રાજૌરી, રામબન, ડોડા, કિશ્તવાર, સામ્બા અને કારગિલ છે.

આમાંથી કારગિલ જિલ્લાને લેહ અને લદ્દાખ જિલ્લાના ક્ષેત્રમાંથી અલગ કરીને બનાવવામાં આવ્યું હતું. જમ્મુ અને કશ્મીર પુનર્ગઠન 2019 દ્વારા નવા લદ્દાખ સંઘ રાજ્ય ક્ષેત્રમાં લેહ અને કારગિલ જિલ્લો જોડાયેલો છે.

31 ઓક્ટોબર 2019 ના રોજ સર્જિત નવા જમ્મુ અને કશ્મીર સંઘ રાજ્ય ક્ષેત્ર, નવા લદ્દાખ સંઘ રાજ્ય ક્ષેત્ર ભારતના નવા નકશામાં દર્શાવતા સર્વેઅર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ નકશો તમને અહીં દેખાડવામાં આવ્યો છે.

આમાંથી કારગિલ જિલ્લો લેહ અને લડાખના જિલ્લા ક્ષેત્રમાંથી અલગ કરીને બનાવામાં આવ્યો હતો. જમ્મુ અને કશ્મીર પુનર્ગઠન 2019 દ્વારા નવા લદ્દાખ સંઘ રાજ્ય ક્ષેત્રમાં લેહ અને કારગિલ જિલ્લો જોડાયેલો છે.

જણાવી દઈએ કે, કેન્દ્રની મોદી સરકારે 5 ઓગસ્ટ 2019 ના રોજ ઐતિહાસિક નિર્ણય લેતા ભારતીય સંવિધાનના અનુચ્છેદ 370 અને 35-A ને દૂર કર્યા હતા.

ત્યારબાદ જમ્મુ કશ્મીર રાજ્યના પુનર્ગઠન અંતર્ગત 31 ઓક્ટોબર 2019 થી રાજ્યની જગ્યાએ બે કેન્દ્રશાસિત પ્રદેશોની વ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે.

જણાવી દઈએ કે, જમ્મુ કશ્મીરમાં હાલમાં પરિસ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઈ રહી છે. ગૃહ મંત્રાલય સતત નજર રાખી રહ્યું છે. રોજ કોઈને કોઈ સ્તર પર કોઈને કોઈ ઢીલ જરૂર આપવામાં આવી રહી છે.

સરકારના આ નિર્ણયનો ઘણો વિરોધ થયો હતો. જમ્મુ કશ્મીરના નેતાઓ અને કોંગ્રેસ દ્વારા આ નિર્ણયનો ઘણો વિરોધ થયો છે. આને અલોકતાંત્રિક અને ગેરબંધારણીય પણ જણાવવામાં આવ્યો. આ કારણે સુપ્રીમ કોર્ટમાં ઘણી યાચિકાઓ પણ દાખલ કરવામાં આવી છે.

તેમજ આ નિર્ણયથી પાકિસ્તાન પણ ઘણું બોખલાય ગયું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સતત આખી દુનિયામાં ભારતના આ નિર્ણયની વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. એ વાત અલગ છે કે એમને કોઈ સફળતા નથી મળી.

જો કે છેલ્લા કેટલાક દિવસોમાં ચરમપંથીઓ અને આતંકીઓએ કશ્મીરની બહારના રાજ્યોના લોકો પર હુમલા જરૂર કર્યા છે, પણ ભારતીય સેના એનો જવાબ આપી રહી છે.

જુમ્મુ કશ્મીરના પહેલા ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મુએ પણ શનિવારે દક્ષિણી કશ્મીરના અનંતનાગની મુલાકાત લીધી છે. આ દરમ્યાન એમણે અધિકારીઓ સાથે બેઠક પણ કરી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.