ભારત આખી દુનિયામાં પોતાની વિવિધતા માટે ઓળખાય છે. અને ભારતની આ ખાસિયત આજથી નહિ પણ શરૂઆતથી રહી છે. એની ઝલક દેખાડી રહ્યા છે 20 મી સદીના પહેલા દશકમાં લેવાયેલા આ ફોટા, જયારે ભારત અંગ્રેજોની આધીન હતું. આજે અમે તમારા માટે ભારતના એવા દુર્લભ ફોટા લઈને આવ્યા છીએ, જે આજ પહેલા તમે ક્યારેય નહિ જોયા હોય. એને જોયા પછી તમે ભારતની વિવિધતા વિષે સારી રીતે જાણશો. આ ફોટા ઘણા જ દુર્લભ ફોટા છે. અને તમે જોઇને થોડા આશ્ચર્ય ચકિત થઈ જશો કે આવું હતું આપણું જુનું ભારત. તો આવો શરુ કરીએ ભારતના અભૂતપૂર્વ ભૂતકાળની નાનકડી યાદગાર સફર.
(1) પહેલા ફોટામાં (ડાબી તરફ) તમે જોશો તો એમાં 50 ફૂટના ટાવર પરથી નીચે પાણીમાં કૂદકો મારતો એક વ્યક્તિ છે. સાહસ તો ભારતીયોમાં પહેલાથી રહ્યું છે. (2) બીજા ફોટામાં (જમણી તરફ) કશ્મીરના મહારાજાની નાવડી જોવા મળશે.
(3) કોલકાતામાં પોતાના બળદ ગાડાં સાથે જતો એક વ્યક્તિ. (4) એલિફન્ટાનું રોક ટેમ્પલ. આ મંદિર પણ ભારતીય કળા અને કારીગરીનો નમુનો છે.
(5) આ ફોટામાં એક પારસી હેડ માસ્ટર પોતાના વિદ્યાર્થીઓ સાથે જોવા મળે છે. (6) એ સમયનું અમૃતસર ગોલ્ડન ટેમ્પલ. અત્યંત રમણીય દ્રશ્ય છે.
(7) મહાપાલિકા રોડ – મુંબઈ. આ ફોટામાં તમને આ રોડ પર બનેલી ઈમારત જોવા મળશે. ઘણી જ કલાત્મક ઈમારત છે. આવી જ ઈમારત આજકાલ લોકો માટે સેલ્ફી પોઈન્ટ અને ફોટોગ્રાફીનું સારું લોકેશન બની રહી છે. (8) આ ફોટામાં તમને દિલવાડા જૈન મંદિર જોવા મળશે, જે માઉન્ટ આબુમાં આવેલું છે. કેટલી જોરદાર રચના છે.
(9) નલદેહરા, શિમલાનું એ સમયનું આ સુંદર દ્રશ્ય તમારા માટે. (10) આ ફોટામાં તમને બળદના ચામડા માંથી બનવા વાળી નાવડીથી સિંધુ નદી પાર કરતા થોડા લોકો.
(11) આ ફોટામાં દેખાતો મકબરો અકબરનો છે. જે આગ્રામાં આવેલો છે. (12) આ ફોટામાં જે મંદિર છે, એ મદુરૈનું એક મંદિર છે. તમે ફક્ત એની શિલ્પ કળા જુઓ તો એ તમારું દિલ જીતી લે એવી છે.
(13) આ ફોટામાં વારાણસીમાં આવેલી પવિત્ર ગંગા કિનારે બેસેલા સાધુઓ તમને દેખાશે. (14) આ ફોટામાં તમને શબયાત્રામાં શામેલ થયેલા લોકો દેખાશે.
(15) આ ફોટો છે માઉન્ટ આબુનો, જેમાં તમને પોતાના ઘેંટા સાથે ચરવૈયા જોવા મળશે. (16) આ ફોટો એક નવવિવાહિત જોડાનો છે, જે મુંબઈના રહેવાસી હતા. આમાં તમને એ સમયના પોશાક જોવા મળશે.
(17) આ ફોટામાં તમને જયપુરમાં ભાલુનો ડાન્સ જોતા લોકો જોવા મળશે. એ સમયે ટીવી તો હતા નહિ, એટલે લોકો આ રીતે મનોરંજન મેળવતા હતા. (18) આ ફોટામાં તમને રાજા માનસિંહનો ભવ્ય મહેલ જોવા મળશે જે ગ્વાલિયરમાં આવેલો છે.
(19) આ ફોટામાં તમને વારાણસીના મંદિરના કિનારે બનેલા તળાવમાં સ્નાન કરતા લોકો જોવા મળશે.
ફક્ત આ ફોટાઓમાં જ એક પળમાં વર્ષોનો કૂદકો મારવાની તાકાત છે. અમને આશા છે કે તમને આ ફોટા જરૂર પસંદ આવ્યા હશે. તો એને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. તમારા મિત્રોને આ શેર કરીને ભારતની વિવિધતા વિષે જરૂર જણાવજો.
આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.