આ છે ભારતની 5 સૌથી અમિર અરબપતિની ખૂબસુંદર દીકરીઓ, ઈશાના લગ્ન પછી હવે આનો છે વારો

હાલમાં જ દેશના સૌથી પૈસાદાર ઉધોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીના લગ્ન થયા છે. તે લગ્નમાં લગભગ ૭૦૦ કરોડ રૂપિયા ખર્ચ થયો અને આ લગ્નને અત્યાર સુધીના સૌથી મોંઘા લગ્ન ગણવામાં આવી રહ્યા છે. ઈશા અંબાણીના લગ્નમાં દેશના મહાન વ્યક્તિઓ હાજર રહ્યા હતા. અમેરિકાની પહેલી પૂર્વ લેડી હિલરી ક્લીન્ટનને લગ્નમાં આવવા વિશેષ આમંત્રણ અપાયું હતું. અમેરિકાની પોપ સિંગર બેયોંસેએ ઈશાની સંગીત સેરેમનીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. બધું મળીને આ લગ્ન ઘણા ભવ્ય અને શાહી અંદાજમાં પૂર્ણ થયા.

ઈશા અંબાણીના લગ્ન પછી હવે સૌની નજર બીજા અબજોપતિઓની દીકરીઓ ઉપર ટકી છે. દેશના ટાટા-બિરલા જેવા ઘણા અબજોપતિ છે જેમની દીકરીઓ પણ કુંવારી છે. આજના આ લેખમાં અમે તમને ભારતીય અબજોપતિઓની આ સુંદર દીકરીઓ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જે હજુ સુધી કુંવારી છે અને વહેલી તકે જ લગ્ન માટે તેમનો પણ નંબર લાગી શકે છે.

અનન્યાશ્રી બિરલા :

અનન્યાશ્રી બિરલા, બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની દીકરી છે. અનન્યાની ઉંમર હાલમાં ૨૩ વર્ષ છે. તેમણે પોતાનો અભ્યાસ વિદેશમાં કર્યો છે. અનન્યાને બિઝનેસની સારી એવી સમજ છે, અને સાથે જ તે એક ઉત્તમ સિંગર છે.

નવ્યા નંદા :

આ યાદીમાં આગળનો નંબર આવે છે અમિતાભ બચ્ચનની દોહિત્રી (નાતી) નવ્યા નંદાનો। નવ્યા નંદા શ્વેતા બચ્ચન નંદાની દીકરી છે. તે દેખાવમાં ઘણી સુંદર છે અને હંમેશા મોટી મોટી પાર્ટીઓમાં જોવા મળે છે. નવ્યાના પપ્પા ઘણા મોટા બિઝનેસમેન છે.

યશાશ્વીની જિંદલ :

યશાશ્વીની જિંદલ, જિંદલ ગ્રુપના માલિક નવીન જિંદલની દીકરી છે. નવીન જિંદલનું નામ દેશના સૌથી મોટા અને પૈસાદાર ઉદ્યોગપતિઓમાં જોડાયેલું રહે છે. નવીન જિંદલ કોંગ્રેસ પાર્ટીના નજીકના માનવામાં આવે છે. યશાશ્વીનીને ડાંસ કરવાનો ઘણો શોખ છે અને તે એક કુશળ કુચીપૂડી ડાન્સર છે. જેમ કે તમે જોઈ શકો છો યશાશ્વીની દેખાવમાં ઘણી સુંદર છે.

માનસી કિર્લોસ્કર :

હવે આ યાદીમાં આગળનું નામ આવે છે ૨૭ વર્ષની માનસી કિર્લોસ્કરનું. માનસી કિર્લોસ્કર ગ્રુપના માલિક વિક્રમ કિર્લોસ્કરની દીકરી છે. માનસી કિર્લોસ્કરને હરવા ફરવાનો ઘણો શોખ છે, અને તે હંમેશા વિદેશ ટુર પુર રહે છે. માનસી કિર્લોસ્કરની સુંદરતા પણ જોવા લાયક છે.

જયંતી ચોહાણ :

જયંતી ચોહાણ, બિસલેરી ગ્રુપના માલિક રમેશ ચોહાણની દીકરી છે. બિસલેરી ગ્રુપની સ્થાપના જયંતીના દાદા જયંતીલાલ ચોહાણએ વર્ષ ૧૯૬૩ માં કરી હતી. જયંતી આ કંપનીની ડાયરેક્ટર છે. તેને બિઝનેસની સારી સમજણ છે અને તે સારી રીતે પોતાનું કામ કરી રહી છે. જેમ કે તમે જોઈ શકો છો જયંતી પણ દેખાવમાં ઘણી સુંદર છે.

તો જોયું તમે ઈશા અંબાણી પછી આ અબજોપતિઓની દીકરીઓના લગ્ન કરવાના હજુ બાકી છે. ઈશાના લગ્ન એટલા રોયલ રીતે થયા તો આ સૌ ના લગ્ન તેનાથી ઓછા નથી રહેવાના. ઈશા પછી દેશ આખાના લોકોને તેમના પણ લગ્નની રાહ છે.