વિડીયો માં જુયો આનું મહાયુદ્ધ જે ૧૦૦ વર્ષ થી ઉજવાય છે અને વાંચો સાવરકુંડલા નો ઈતિહાસ

સાવરકુંડલા આમ તો નાવલી નદીને બે’ય કાંઠે વસેલું સાવ અલગ મિજાજનું શહેર અને નાવલીનું વ્હેણ પણ અન્ય નદીઓ કરતા સાવ ઉલટું, અને નદીનો વિસ્તાર પણ ઓછો !! થોડાક કીલોમીટરમાં તો નદી અદ્રશ્ય થઇ જાય, કહેવાય છે કે પાણી માટે સદાય તરસતા આ ગામના કાઠી રાજવીને કોઈ દેવીમા એ પ્રસન્ન થઇ આશીર્વાદ આપ્યા હતા, કે હું તારી સાથે નદી સ્વરૂપે આવું છું વિશ્વાસ રાખી તારો ઘોડો દોડાવ્યે જા હું તારી પાછળ પાછળ આવું છું ! પાછું ફરીને જોઇશ નહી, જો જોઇશ તો હું ત્યાં જ થંભી જઈશ !! અને રાજાએ ઘોડો દોડાવ્યો ગામ પૂરું થતા એને શંકા થઇ કે માતાજી આવે છે કે નહિ ? ઘોડો રોકી એમણે પાછું ફરીને જોયું !! અને પાણીની તેજ ધારે વહેતા વહેતા આવેલા માતાજી ત્યાજ થંભી ગયા અને વહેણ જમીનમાં સમાઈ ગયું !! આ નાવલીનો ઈતિહાસ

નાવલી નદીને એક કાંઠે સાવર અને બીજે કાંઠે કુંડલા વસેલું છે, વચ્ચેથી આ નદી પસાર થાય છે, અહી વર્ષો જૂની એક પરંપરા આજેય પણ સચવાયેલી છે તે છે ”ઇન્ગોરીયા યુદ્ધ”(સૌથી નીચે વિડીયો માં જોઈ શકો છો) ઇન્ગોરીયા એક નાનકડું ફળ છે, નવરાત્રી પૂરી થતા જ સાવર કુંડલાના યુવાનો આ ફળનો આજુબાજુના વાડી- ખેતરો અને જંગલમાં થી જમા કરવા માંડે છે, તેને સુકવીને તેમાં, કોલસો, ગંધક,દેશી દારૂગોળો,રાખ વી. વસ્તુ ભરીને ઇન્ગોરીયા તૈયાર કરવામાં આવે છે,અને તેને સળગાવીને ફેંકતા એ રોકેટ જેવું કામ આપે છે,ફૂટે તો પણ બહુ નુકસાન થતું નથી, હાલમાં ઇન્ગોરીયાના વૃક્ષો ઓછા થતા વપરાય ગયેલા ધાગાની કોકડી નો પણ ઉપયોગ થાય છે ,

અને ,,, દિવાળીની રાત્રે સાવર અને કુંડલા વાસીઓ નાવલીને કાંઠે સામ સામા પોતાના ઇન્ગોરીયા લઈને યુદ્ધ કરવા તત્પર થાય છે, અહી કોઈ નાત જાતના ભેદ નથી હોતા, બધી કોમના માણસો પૂરી તૈયારી સાથે એક બીજા પર ઇન્ગોરિયા ફેંકે છે, એક બીજાના ઘરપર ઇન્ગોરીયા ફેંકવાનું ચાલુ થાય છે, જોરદાર હાંકલા, પડકારા, ચિચિયારીઓ, અને જીતના દાવા સાથે એક બીજાનો હુરિયો બોલાવવામાં આવે છે, એવી માન્યતા છે કે આ યુદ્ધમાં જે જીતે તેનું વરસ સોળ આની જાશે !! અને સારું વરસ જાય અને પોતે જીતે એ માટે મરણીયા થયેલા યોધ્ધાઓ જોરદાર પ્રયાસો જીતવા માટે કરે છે, પૂરી તાકાતથી ઇન્ગોરીયા ફેંકે છે,

અને,,,, જે જીતે તેને એકદમ ખેલદિલી પૂર્વક હારેલો પક્ષ નવા વરસની વધાઈ એકબીજાને ભેટીને ગળે-મળીને આપે છે, એકબીજાના મોઢા મીઠા કરાવવામાં આવે છે,આ યુધ્ધમાં ભાગ લેવા ભાવનગર, સુરત, અમદાવાદ, વડોદરા,મુંબઈ, કોલકાતા, અને દુર સુદૂર વસેલા સવારકુંડલા વાસીઓ ઉત્સાહ ભેર પધારે છે, યુધ્ધમાં ભાગ લે છે અને સદીઓ જૂની આ પરંપરાને જીવંત રાખે છે,

સાવરકુંડલા એટલે સંત કોટીના કાઠી રાજવી શ્રી, જોગીદાસ ખુમાણનું ગામ, શ્રી, ઝવેરચંદ મેઘાણીની ”સૌરાષ્ટ્રની રસધાર” જેમણે વાંચી હશે એમને ખ્યાલ હશે જ કે જગત આખામાં દોસ્તીમાં ખાનદાનીના અનેક ઉદાહરણો મળે છે, પણ દુશ્મનીમાં ખાનદાની તો આ બાપુ જોગીદાસ જ દાખવે છે, ભાવનગર સ્ટેટ સામે બહારવટે ચડેલા એવા, ગૌરવશાળી રાજવી શ્રી, જોગીદાસ ખુમાણની ખાનદાની, ખમીરી, અને ખુદ્દારીના સંસકારોથી સિંચાયેલા સાવરકુંડલાના લાગણીશીલ માણસો જ આવા નિર્દોષ – યુધ્ધો કરી શકે, હાર-જીતને ખેલદિલી પૂર્વક સ્વીકારી શકે પચાવી શકે,,અને ઇન્ગોરિયા યુદ્ધને જીવંત રાખી શકે !!

ઇંગોરીયા (balanites aegyptiaca)

ગુજરાતમાં ઘણી જગ્યાએ જોવા મળતા ઇંગોરીયાના વૃક્ષોથી લોકો છેટા ભાગે છે કારણ કે ઇંગોરીયાનૉ કાંટો વાગે તો બે ત્રણ દિવસ સુધી ચુભન વાળી પીડા આપે છે.

આ ઇંગોરીયા એટલે આમ તો નેચરલ બાથીંગ સોપ. પહેલાનાં જમાનામાં નવજાત શીશુ અને નાના બાળકોને આ ઇંગોરીયાથી જ નવડાવતા. કારણ કે ઇંગોરીયામાં અદ્ભુત એન્ટી બેક્ટેરીયલ તત્વો રહેલા છે.

પહેલાનાં જમાનામાં જયારે ફેયર એન્ડ લવલી ન્હોતા ત્યારે આ ઇંગોરીયા એક્માત્ર સૌંદર્યવર્ધક વિકલ્પ હતો. ઇંગોરીયા શરીરના વાનને ઉજળો કરે છે તે તેનો બીજો મુખ્ય ગુણ.

આ ઇંગોરીયાના ગોઠલાનાં ગરમાંથી ઇગુંદી નામનુ તેલ નીકળે છે જે દાઝ્યા પર બર્નોલ કરતા ખુબ સરસ કામ આપે છે.

લોકો જલ્દીથી સ્વીકારે એટલે જ કદાચ પરંપરાગત તહેવારોમાં વિવિધ ઓસડીયાને આપણા પુર્વજોએ જોડી દીધા છે .

સાવરકુંડલામાં દર દિવાળીએ ઇંગોરીયાના ગોઠ્લામાં દારુ ભરીને સામસામે ઇંગોરીયા યુધ્ધ ખેલાય છે અને આ યુધ્ધ્નો નજારો માણવા જેવો હોય છે.(નીચે વિડીયો માં જુયો) આ યુધ્ધ દરમિયાન જો કોઇ દાઝી જાય તો ગોઠલામાંથી કાઢેલો ગર રેડી જ હોય!! પણ અત્યારે તો લોકો બર્નોલથી જ કામ ચલાવે છે.

વિડીયો

https://youtu.be/hpgZmX_fKlA