મળો રૂપા ચૌધરીને બની પહેલી ફૂડ ડિલિવરી ગર્લ, દિવસમાં કરે છે ફૂડ ડિલિવર અને રાત્રે ચલાવે છે OLA ટેક્સી.

બદલાતા સમય અને વધતી જાગૃતતા સાથે મહિલાઓએ પોતાની બેડીઓ તોડી નાખી છે. ઘરની ચાર દીવાલોની અંદર પુરાઈ રહેવું તેમને મંજુર નથી. પુરુષોની જેમ તે પણ દરેક પ્રકારના કામ કરવાની હિંમત ધરાવે છે, પછી તે કેટલું પણ પડકાર વાળું કામ કેમ ન હોય. એવી જ એક મહિલા છે કલકત્તાની રૂપા ચોધરી.

આજે રૂપા પુરુષ પ્રધાન ફિલ્ડમાં ઘણી ખ્યાતી મેળવી રહી છે. ખાસ કરીને રૂપા ચોધરી હાલમાં Swiggy માં આમ તો ફૂડ ડીલીવરીનું કામ કરે છે. એટલું જ નહિ તે ઓલા કેબ અને બાઈક એપ રેપીડો સાથે પણ જોડાયેલી છે. Money Bhaskar. com એ રૂપા ચોધરી સાથે ખાસ વાતચીત કરી. આવો જાણીએ રૂપા ચોધરી વિષે.

૩૦ હજારના પગાર વાળી નોકરી હવે છોડીને ઘરે ઘરે પહોચાડે છે ભોજન :-

રૂપાના પતિ સાથે છૂટાછેડા થઇ ગયા છે તે પોતાના પિતા સાથે જ રહે છે અને ૩૦ હજારના પગારમાં એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતી હતી. પરંતુ થોડા સમય પછી પરિસ્થિતિએ રૂપાનો સાથ છોડી દીધો. રૂપાનો એકમાત્ર આધાર રહ્યો પિતાનો, તેમની પણ તબિયત ખરાબ રહેવા લાગી ત્યાર પછી તેણે ફૂલ ટાઇમ જોબ છોડીને પાર્ટ ટાઇમ જોબ કરવાનો નિર્ણય કર્યો. ત્યારે તે Swiggy સાથે જોડાઈ.

પિતાના અવસાન પછી રૂપા એકલી થઇ ગઈ ત્યાર પછી તે ઓલા કેબ અને રેપીડો એપ સાથે પણ જોડાઈ ગઈ. હવે તે સવારે ૮ થી ૫ સુધી સ્વિગી માટે ફૂડ ડીલીવરી કરે છે અને સાંજથી રાત સુધી ઓલા કેબ ચલાવે છે.

૨૦-૨૫ હજાર કમાય છે.

આ ક્ષેત્રમાં કામ કરવાને લઇને રૂપા ચોધરીએ મની ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું, હું સ્વિગીમાંથી સાંજે ૫ વાગ્યા પછી ફ્રી થઇ જતી હતી ત્યાર પછી એકલા ઘરમાં મન લાગતું ન હતું અને ઘર ખર્ચ ચલાવવાનું પણ મુશ્કેલ થઇ રહ્યું હતું ત્યારે મેં સાંજના સમય માટે ઓલા કેબ ચલાવવાનો નિર્ણય કર્યો. તેનાથી મહિનામાં લગભગ ૨૦-૨૫ હજાર રૂપિયા મળી જતા હતા જેમાંથી મારો ખર્ચો નીકળી જાય છે.

આ ફિલ્ડમાં રૂપાની એન્ટ્રી સાથે જ ઘણી એક બેસ્ડ કંપનીઓ હવે મહિલા કર્મચારીઓને નોકરી આપવા માંગે છે. Swiggy એ આ વર્ષે સુધી પોતાની કંપનીમાં ૨૦૦ મહિલા કર્મચારીઓને નોકરી આપવાની જાહેરાત કરી છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.