9 મી સદીના ચોલ રાજાઓ માંથી IAS અધિકારીએ લીધી પ્રેરણા, 2020 માં બદલી દીધી પાણીની અછતવાળા જીલ્લાની સ્થિતિ

વિક્રાંત રાજાને આ બધું કરવાની પ્રેરણા ૯મી સદીના ચોલ રાજવંશ માંથી મળી. બકોલ રાજા, તેમણે ક્યારે પણ વિચાર્યું ન હતું કે સ્કુલના સમયે ઈતિહાસના જે ભાગે તેને ખુબ જ પ્રભાવિત કર્યા હતા, તેના જીલ્લાધિકારી તરીકે અમલમાં લાવવાની તક મળશે.

દર વર્ષે દેશના ઘણા રાજ્ય દુષ્કાળની ઝપટમાં આવે છે. જળસ્તર સતત નીચા જતા જઈ રહ્યા છે. તેની પાછળના કારણ નવા નથી. જળ સંચય પરંપરાગત રીતે અંતર તેનું એક મુખ્ય કારણ છે. પરંતુ હવે એક વખત ફરી સરકાર તે પરંપરા તરફ જવા માટે મજબુર છે, જેને વિકાસના નામ ઉપર પાછળ છોડી દેવામાં આવ્યા હતા.

કેન્દ્ર શાસિત પ્રદેશ પુદુચેરીના કરાઈકલ જીલ્લાને ગયા વર્ષે વરસાદની અછત અને કાવેરી નદી માંથી પાણી પૂરતા પ્રમાણમાં ન મળવાને કારણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો હતો. દુષ્કાળને કારણે અહિયાંના લોકો ઘણા નિરાશ હતા. જીલ્લામાં દુષ્કાળથી દુઃખી ખેડૂત પિતાની જમીનના માત્ર પાંચમાં ભાગમાં જ ખેતી તરીકે ઉપયોગ કરતા હતા. એક ડોલ પાણી માટે માઈલો પગપાળા ચાલવું પડતું હતું. જમીનમાં પાણીનું સ્તર ૨૦૦થી ૩૦૦ ફૂટ નીચે જતા રહ્યા હતા.

સ્થિતિ કાંઈક એવી હતી કે લોકો ગામ છોડીને દુર શહેરોમાં જવા લાગ્યા. જે લોકો ગામમાં રહી ગયા તે ખરાબમાં ખરાબ જીવન જીવવા માટે મજબુર હતા. તેવા સમયમાં વિક્રાંત રાજા જીલ્લાધિકારી બની કરાઈકલ આવે છે. દુષ્કાળનો માર સહન કરી રહેલા લોકોની સમસ્યાઓ દુર કરવા રાજાની સાચી પરીક્ષા હતી. રાજાએ મોડું કર્યા વગર લોકોની તરફ છીપાવવાની એક યોજના બનાવી.

૨૯ વર્ષના વિક્રાંત રાજાએ દ બેટર ઇન્ડિયા સાથે વાતચીતમાં જણાવ્યું – તમીલનાડુના મૂળ રહેવાસી હોવાના નાતે, મેં કરાઈકલ જેવા સ્થળો વિષે ઘણા કિસ્સા સાંભળ્યા હતા. મને મારી ખેતીની કામગીરી માટે ‘દ રાઈસ બાઉલ’ કહીને બોલાવવામાં આવતા હતા. ચોમાસા અને કાવેરી નદી ઉપર આધારિત હોવાને કારણે દુષ્કાળે કરાઈકલને નબળું પાડી દીધું હતું. તેનાથી પદુષિત જળ નિકાલ અને અને અતિવૃષ્ટિની સમસ્યા ઉપર તત્કાલ ધ્યાન આપવાની જરૂર હતી.

યોજનાઓ મુજબ રાજાએ ‘નામ નીર’ (હમારા જળ) નામથી એક પેટાયોજનાની શરુઆત કરી. યોજનાના નામ મુજબ સ્થાનિક લોકો, શેક્ષણિક સંસ્થાઓ, મંદિર અધિકારીઓ, કોર્પોરેટસ અને સરકારી અધિકારીઓના સામુહિક પ્રયાસોથી લાગુ કરવામાં આવી.

વિક્રાંત રાજા સલાહને બદલે કામ ઉપર વધુ વિશ્વાસ કરે છે. તળાવ પુનરુદ્ધાર માટે સરકારી અધિકારીઓને સામાજિક જવાબદારી સોપવામાં આવી. રાજા અને તેની ટીમે તેની શરુઆત કરાઈકલના પ્રસિદ્ધ મંદિર થીરુનલારું સાથે જોડાયેલા તળાવથી કરી. શરુઆત પણ કાંઈક એવી કે ત્રણ અઠવાડિયાથી પણ ઓછા સમયમાં તેની પાસે એક તળાવ હતું. જેવું તે ઇચ્છતા હતા.

રાજા જણાવે છે કે પહેલી સફળતા પછી અમે લોક નિર્માણ અને સામાન્ય લોકો જેવા બીજા વિભાગોના અધિકારીઓનું ધ્યાન અમારા કાર્યો તરફ આકર્ષિત કરવામાં સફળ રહ્યા. આ બધું ત્યારે વધુ ઝડપી થયું કે જયારે સરકારી અધિકારીઓ દ્વારા લગભગ ૩૫ તળાવોને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત કરી દેવામાં આવ્યા. ત્યાર પછી તો રાજાએ એક મહિના માટે જીલ્લામાં જાગૃતતા અભિયાન ચલાવ્યું. રાજાએ આ અભિયાન સાથે જોડાવા માટે લોકોને સ્વયંસેવક બનાવવાનો અનુરોધ કર્યો.

અને સરકારી તંત્રએ પણ અભિયાનને કાંઈક એવી રીતે મદદ કરી કે મનરેગા યોજના હેઠળ દરેક ગામને એક તળાવને પુનર્જીવિત કરવા માટે કહેવામાં આવ્યું. આ એટલું સફળ રહ્યું કે આ અભિયાનથી ૮૫ તળાવનો પુનરુદ્ધાર થયો. મોટાભાગે તળાવ મંદિરોને કાંઠે હોય છે, તો તેના અધિકારીઓને તેની સફાઈ કરાવવાનું કહેવામાં આવ્યું. તેનાથી લગભગ ૩૦ તળાવોનો પુનરુદ્ધાર થયો. તેના માટે મંદિર સમિતિઓએ પોતાની કક્ષાએ મંદિરના ધનનો ઉપયોગ કર્યો.

તે ઉપરાંત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી (સીએસઆર) દ્વારા ૨૦ તળાવોને મુખ્ય નહેર સાથે જોડવામાં આવ્યા. તેનાથી કાવેરી નદી માંથી ખેતી ક્ષેત્રો સુધી પાણીનો પ્રવાહ સુલભ થયો. સૌથી સારી વાત એ કે મોટાભાગના કેસોમાં લોકો અને સંગઠનોએ પૈસા ન આપીને મફત સેવાઓ કે સામગ્રીની રજૂઆત કરી. આ અભિયાનને લોકો સુધી પહોચાડવા માટે તંત્ર તરફ એક અપીલ કરવામાં આવી.

તેમાં જણાવવામાં આવ્યું કે લોકો પોતાના પસંદગીના અભિનેતાઓ કે કુટુંબ કે મિત્રોના જન્મ દિવસના સમયે તળાવની સફાઈ કરે. આ અભિયાનથી વિદ્યાર્થી મોટા પ્રમાણમાં જોડાયા અને તે ખુબ જ સફળ રહ્યું. બધું મળીને આ અભિયાન હેઠળ ૪૫૦ પદુષિત ક્ષેત્રો એકદમ સુકાઈ ગયેલા ૧૭૮ જળ સ્ત્રોતોને ત્રણ મહિનાની અંદર પુનર્જીવિત કરી દેવામાં આવ્યા.

એટલું જ નહિ ત્યાર પછી જળ કેન્દ્રો સાથે જોડાયેલા ક્ષેત્રોના સોંદર્ય વધારવા માટે તમામ લોકોએ લગભગ ૨૫,૦૦૦ છોડ ઉગાડ્યાં. આ અભિયાનની અસર કાંઈક એવી થઇ કે પોવન નામના એક નાના ગામમાં ખેડૂતોએ ૧૫ વર્ષ પછી ખેતીનું કાર્ય ફરી શરુ કરી દીધું.

વિક્રાંત રાજાને આ બધું કરવાની પ્રેરણા ૯મી સદીના ચોલ રાજવંશથી મળી. બકોલ રાજા, તેમણે ક્યારે પણ વિચાર્યું પણ ન હતું કે સ્કુલના સમયમાં ઈતિહાસના જે ભાગે તેને ખુબ જ પ્રભાવિત કર્યા હતા, તેને જીલ્લાધિકારી તરીકે અમલમાં લાવવાની તક મળી.

એક સમય હતો જયારે ચોલ વંશ હેઠળ ૪૦૦થી વધુ જળાશયો સાથે કરાઈકલ જીલ્લો સમૃદ્ધ હતો. પુર પ્રબંધનને કારણે કાવેરીના પાણીને ખેતી ક્ષેત્રોમાં વહી જતું રોકી દેવામાં આવ્યું હતું. તેને લઈને ચોલ શાસકોના મુખ્ય એન્જીનીયરોએ વર્ષભરના પાણીને સંરક્ષિત કરવા વાળી ચેનલો અને વંડાનું એક નેટવર્ક બનાવ્યું, જેના દ્વારા પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ માટે પાણી સુનિશ્ચિત કરવામાં આવ્યું.

ડેપ્યુટી કલેકટર (કુદરતી હોનારત પ્રબંધક) એસ. ભાસ્કરણ જણાવે છે કે જયારે લોકો તળાવ ઉપર નિર્ભર હતા, તો તેમણે તેની જાળવણી કરી. જ્યારે કુવા આવ્યા, તો તે તળાવોને ભૂલી ગયા. જયારે હેડ પંપ આવ્યા તો કુવા ભૂલી ગયા. જયારે પાઈપથી પાણીની જરૂરિયાત પૂરી કરવામાં આવી તો હેડ પંપો છોડી દેવામાં આવ્યા. જીલ્લામાં સતત પાણીનું સ્તર નીચે જવું પાણીના સ્ત્રોતોની ઉપેક્ષાનું જ પરિણામ છે.

આ સફળ અભિયાન ઉપર ડેપ્યુટી કલેકટર (રાજસ્વ) એસ પ્રવેશ કહે છે કે પર્યાવરણનું રક્ષણ કરવા માટે સાર્વજનિક ભાગીદારી સૌથી મોટી ચાવી છે. આપણે ગ્રામીણોને એ સમજાવવાની જરૂર છે કે આ સંસાધન તેના પોતાના છે. ‘નામ નીર’એ લોકોને એ સંદેશ આપવામાં પૂરી સફળતા પ્રાપ્ત કરી. કેન્દ્રીય ભૂજળ બોર્ડ (સીજીડબ્લ્યુબી) ના અહેવાલનો હવાલો આપતા વિક્રાંત રાજાએ જણાવ્યું કે ૨૦૧૮-૨૦૧૯ વચ્ચે કરાઈકલના ભૂજળ સ્તરમાં ૧૦ ફૂટની વૃદ્ધી થઇ છે.

લગભગ ત્રણ વર્ષ સુધી આ જીલ્લાને સેવા આપ્યા પછી થોડા દિવસો પહેલા રાજાને મુખ્યમંત્રી વી નારાયણસામીના સચિવ તરીકે નિમણુક મળી છે. તેમની શરુ કરવામાં આવેલી યોજનાનો બીજો તબ્બકો આ વર્ષ ચોમાસા પછી શરુ થશે.

આ માહિતી ઓપ ઇન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.