આજકાલના સમયમાં દરેક વ્યક્તિ ગોરી ત્વચા મેળવવા માંગે છે, તે પોતાના ચહેરા પર કંઈક વધારે જ ધ્યાન આપે છે. પોતાના ચહેરાને ગોરું બનાવવા માટે બજારમાંથી મળતી ઘણી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, પરંતુ આ બધાથી તેમનો ચહેરો ગોરો તો થાય છે પરંતુ તેમનો ગળું કાળું રહી જાય છે, જેના કારણે તેમના ચહેરાની સુંદરતા તેમના ગળાની કાળાશથી ફીકી પડી જાય છે.
આમ જોવામાં આવે તો મોટાભાગના લોકો પોતાના ચહેરાની સુંદરતા પર વધારે ધ્યાન આપે છે. પણ શરીરના બીજા અંગો પર બિલકુલ ધ્યાન આપતા નથી. આપણા ગળા પર ધૂળ માટી જામેલ હોય છે, અને સારી રીતે ધ્યાન ન આપવાના કારણે ગળા પર કાળાશ આવી જાય છે. જે દેખાવામાં ખુબ ખરાબ હોય છે. ઘણા લોકો પોતાના ગળાની કાળાશ દૂર કરવા માટે કેમિકલ વાળા પ્રોડક્ટ્સનો પ્રયોગ કરે છે, પણ તેનાથી વધારે ફાયદો થતો નથી. એવામાં આજે અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેનો પ્રયોગ કરીને તમે પોતાના ગળાની કાળાશને દૂર કરી શકશો.
1. બેસન (ચણાનો લોટ) : જો તમે ગળાની કાળાશથી છુટકારો મેળવવા માંગો છો, તો એના માટે તમે બેસનમાં અડધી ચમચી સરસીયાનું તેલ અને ચપટી હળદર મિક્ષ કરીને પેસ્ટ તૈયાર કરો. આ આ પેસ્ટને પોતાના કાળા ગળા પર લગાવી ઓછામાં ઓછું 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ આને થોડું ધસી લો અને પાણીથી ધોઈ લો.
2. ખાવાનો સોડા : ખાવાના સોડા ગળા પરની કાળી ચામડીને સાફ કરવામાં ખુબ અસરકારક છે. તમારે 1 ચમચી પાણીની સાથે 2 ચમચી ખાવાના સોડા મિક્ષ કરીને પોતાના ગળા પર લગાવવું પડશે. પછી આને સુકાવા દો અને સાધારણ પાણીથી ધોઈ લો. આ વિધિને અઠવાડિયામાં 2 વાર કરો અને પછી રિજલ્ટ જુઓ.
3. વિટામિન ઈ ઓઈલ : વિટામિન ઈ માં રંગને સાફ કરવા વાળા નેચરલ ગુણ રહેલા હોય છે. જો તમે પોતાના ગળાની કાળાશથી છુટકારો મળેવવા માંગો છો, તો એના માટે વિટામિન ઈ ના 2 થી 3 કેપ્સુલ લેવ અને આને પોતાના ગળા પર મસાજ કરો. થોડાક જ દિવસોમાં પોતાના ગળામાં ફરક દેખાવા લાગશે.
4. બટાકાનો રસ : જુના સમયથી જ ત્વચાનો રંગ ગોરો કરવા માટે બટાકાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમે કાચા બટાકાને ઘસીને સીધા ગળામાં લગાવી શકો છો. અથવા ધસેલા બટાકાનો રસ અને લીંબુનો રસ એક સાથે મિક્ષ કરીને ગળા પર લગાવો અને 20 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો.
5. એલો વેરા : એલો વેરા ત્વચાને તરત સારું કરવા માટે સારું પરિણામ આપે છે. આને લગાવવા માટે એલોવેરાનો રસ લો અને તેને ગળા પર લગાવો અને 20-30 મિનિટ સુધી લગાવીને છોડી દો. પછી તેને સાદા પાણીથી ધોઈ લો. આ વિધિને દરરોજ કરો અને પછી પરિણામ જુઓ.
6. લીંબુ અને મધનો પ્રયોગ : તમે તમારા ગળાની કાળાશને લીંબુ અને મધ મિક્ષ કરીને દૂર કરી શકો છો. રાત્રે ઊંઘવાના પહેલા લીંબુનો રસ અને મધ મિક્ષ કરી ગળા પર લગાવી નાખો, સવારે ઠંડા પાણીથી ગળું ધોઈ નાખો થોડાક જ દિવસોમાં તમે પોતાના કાળા ગળાને સાફ જોશો.
(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ઘરેલુ ઉપાયો ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)