પતિના મૃત્યુ પછી હાર ન માનવાને બદલે પંચર બનાવીને મૈનાએ આપ્યું પોતાની દીકરીઓને સારું જીવન

આ વિધવા મહિલા પોતાની દીકરીઓના સારા જીવન માટે બનાવી રહી છે પંચર, પતિના મૃત્યુ પછી પણ હાર ન માની

મૈના સોલંકીનું જીવન કરોડો લોકો માટે પ્રેરણારૂપ છે અને તેના જીવનની વાર્તા વાંચ્યા પછી, તમારો આત્મવિશ્વાસ પણ પ્રબળ થઇ જશે. જે રીતે મૈના સોલંકીએ સખત મહેનત કરી અને તેમની ત્રણ પુત્રીઓને સારું શિક્ષણ આપ્યું તે એક ઉદાહરણ રૂપ છે. 45 વર્ષની મૈના સોલંકીનું જીવન શરૂઆતથી જ સંઘર્ષથી ભરેલું છે. પરંતુ તેણે ક્યારેય પણ હાર માની ન હતી અને જીવનના આવેલા દરેક પડકારોનો હિંમતપૂર્વક સામનો કર્યો.

મૈના સોલંકી મધ્યપ્રદેશના મંદસૌરમાં રહે છે અને તે એક ટાયર પંચરની દુકાન ધરાવે છે. મૈના સોલંકીના પિતા પ્રેમચંદ ટાયર પંચર બનાવવાનું કામ કરતા હતા અને જ્યારે મૈના નાની હતી, ત્યારે તે પણ પિતાની દુકાનમાં તેની મદદ કરતી રહેતી હતી. મૈના સોલંકીના જણાવ્યા મુજબ તેના પિતાની મદદ તે અને તેની માતા કરતા હતા. જ્યારે તે નાની હતી, ત્યારે તે તેના પિતાની પંચરની દુકાન ઉપર નાના મોટા કામ કરી દેતી હતી.

મૈના સોલંકી ઘણા વર્ષો સુધી તેના પિતાની દુકાન ઉપર કામ કર્યું. તેણી જ્યારે મોટી થઈ, તેણીએ લગ્ન કરી દેવામાં આવ્યા. જો કે લગ્ન પછી, મૈના સોલંકીના જીવનનો અસલી સંઘર્ષ શરૂ થયો. મૈના સોલંકીના લગ્ન મુંશી નામના વ્યક્તિ સાથે થયા હતા. જે મજૂર હતો અને આ લગ્ન દ્વારા મૈનાને ત્રણ પુત્રી થઇ.

લગ્ન પછી પણ, મૈનાના પિતા તેને આર્થિક મદદ કરતા હતા. પરંતુ થોડા સમય પછી મૈના સોલંકીના પિતાનું અવસાન થઇ ગયું. પિતાના અવસાનના એક વર્ષ પછી, મૈનાના પતિનું પણ અવસાન થઇ ગયું અને ઘરની બધી જવાબદારી મૈના ઉપર આવી ગઈ. મૈનાના જણાવ્યા મુજબ તે તેની ત્રણે પુત્રી સાથે માતાના ઘરે આવી ગઈ. પરંતુ માતા સાથે ઝગડો થયા પછી મૈનાને પોતાનું ઘર છોડી તે રોડ ઉપર આવી ગઈ.

તેની ત્રણ પુત્રીઓની જવાબદારી યોગ્ય રીતે લેવા માટે, મૈનાએ ટાયર પંચરનું કામ કરવાનું નક્કી કર્યું અને વાહનોના પંચર બનાવવાનું શરૂ કર્યું. મૈનાએ મંદસૌર નયા ગામના રોડની એક તરફ બનેલી તેના પિતાની ટાયર પંચરની દુકાન ફરી શરૂ કરી અને પંચરનું કામ કરવા લાગી. મૈના સોલંકીના જણાવ્યા અનુસાર તે શરૂઆતના તબક્કે મોટર સાયકલો અને સાયકલના પંચર બનાવવાનું કામ કરતી હતી.

પંચરની દુકાનમાં કામ કરતી વખતે તેણે પોતાના માટે એક ઝૂંપડું પણ બનાવ્યું. જેમાં તે તેની ત્રણ પુત્રી સાથે એકલી રહેતી રહેતી હતી. પંચરની દુકાનમાં કામ કરવા માટે મૈનાએ તેની સાડી છોડી પેઇન્ટ અને શર્ટ પણ પહેરવા પડ્યા. પંચરની દુકાન ઉપર ફક્ત પુરુષો જ આવતા હતા. પરંતુ આ બાબત ઉપર એટલું ધ્યાન ન આપતા મૈનાએ દુકાન ચલાવવાનું ધ્યાન આપ્યું.

રાત-દિવસ સખત મહેનત કર્યા પછી, મૈનાની આર્થિક સ્થિતિ સારી થઇ શકી અને તેણે તેની ત્રણે પુત્રીઓને સારું શિક્ષણ પૂરું પાડ્યું. મૈના 25 વર્ષથી તેની દુકાન સારી રીતે ચલાવી રહી છે. તે સમયે, તેણે તેની બે પુત્રીઓના લગ્ન પણ કરાવી દીધા છે અને ત્રીજી પુત્રીના પણ ટૂંક સમયમાં લગ્ન કરવા જઇ રહી છે. મૈનાના પડોશમાં રહેતા મિકેનિક અબ્દુલ સમદના જણાવ્યા મુજબ, તેણે પોતાના જીવનમાં આવી સ્ત્રી જોઈ નથી, જેનામાં આટલી હિંમત છે.

મૈનાના જણાવ્યા મુજબ, તેણે તેના જીવનમાં જે જોયું છે, તે નહોથી ઇચ્છતી કે તેનો સામનો તેની દીકરીઓ કરવો પડે. મૈનાની હિંમતની વાર્તા વાંચીને, તે વાત તદ્દન સાચી સાબિત થાય છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં પાછળ નથી અને તે એકલી જ પોતાનું ઘર સંભાળી શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.