સોનીપતમાં 10 મુ પાસ સતીશ નામના યુવાને એક એવા મશીન ની શોધ કરી છે, જે 120 કારીગરોનું કામ એકલા જ કરી શકે છે. તે ઈંટ બનાવવાનું મશીન છે. ગામ લડરાવનના રહેવાસી સતીશે પોતાની આ શોધથી ભઠ્ઠા ઉદ્યોગમાં એક નવી ઊંચાઈ સિદ્ધ કરી છે.
ખરેખર તો,સતીશ નું ગામ ફિરોઝપુર બાંગડમાં લગાવેલ પોતાના ઈંટના ભઠ્ઠા પર કામ કરવાવાળા કારીગરો થી ખુબ જ હેરાન થઇ ગયો હતો. તેઓ પૈસા લેવા છતાં પણ ભઠ્ઠા પર કામ કરવા આવતા ન હતા. આવું ચાલવા થી સતીશ ના મગજમાં એવું મશીન બનાવવાનો વિચાર આવ્યો અને પછી તેના ઉપર સતીશે કામ કરવાનું શરુ કર્યું.
સતીશે વર્ષ 2007 માં મશીન બનાવવા માટે જુદી જુદી જગ્યાએથી સ્પેરપાર્ટ અને ઉપકરણો લાવીને મશીન બનાવવાનું શરુ કરી દીધું. મશીન બનાવવામાં લાખો રૂપિયા લગાવ્યા પછી પણ સતીશ નો પ્રયત્ન નિષ્ફળ જઈ રહ્યો હતો પરંતુ સતીશે ક્યારેય હાર ન માની.
સતીશ ની હિમ્મત ને જોઈને તેના કાકાનો દીકરો(ભાઈ) રાજેશ, વિકાસ, પ્રવેશ, રાકેશ અને તેના મિત્રોએ તેને સહકાર આપવાનું શરુ કર્યું. ભાઈ અને મિત્રો ના સહકારથી સતીશ નું મનોબળ એટલું મજબૂત બની ગયું કે આ બધાએ મળીને ઈંટ બનાવવાના મશીનની શોધ કરી લીધી.
સતીશ મશીન અંગે વાત કરતા કહે છે કે “આ મશીન ઈંટ-ભઠ્ઠા પર એક દિવસમાં કામ કરવાવાળા 120 કારીગરોની બરોબર કામ કરે છે. આ મશીન સરળતાથી ઈંટ બનાવી દે છે. બી.એમ.એમ નામનું આ મશીન 1 મિનીટ માં 150 ઈંટ બનાવે છે. દિવસભર આ મશીન 40,000 ઈંટ બનાવવામાં આવે છે.
ત્યાં
જ આ મોડેલ ઉપરાંત બી.એમ.એમ-300 મશીન પણ તૈયાર કરવામાં આવ્યું છે, જે 1 મિનિટ માં 300 ઈંટો તૈયાર કરે છે. આ મશીન દિવસભરમાં અંદાજિત 85,000 ઈંટો તૈયાર કરે છે. આ મશીનથી ઈંટ-ભઠ્ઠા પર મજૂરોની પડી રહેલી હેરાનગતિને મહદઅંશે દૂર કરી દીધી છે.”
મશીન બનાવવામાં સહયોગી એન્જિનિયર પંકજ રાણા કહે છે કે આ મશીન સતીશ ની આઠ વર્ષ ની મહેનતનું ફળ છે. મશીન તૈયાર કરવા પાછળ થયેલ મહેનતને લઈને તો સતીશે ગામનું પોતાનું મકાન અને પૂર્વજોની મિલકત પણ દાવ ઉપર લગાવી દીધી હતી.
પરંતુ આટલા વર્ષની મહેનતનું ફળ વર્ષ 2013 માં ત્રણ મશીન તૈયાર કરીને મળ્યું. મશીન બનાવવાના અમારા જનૂન ને જોઈને બધા લોકોએ અમને ગાંડા કહેવાનું પણ શરુ કરી દીધું હતું પરંતુ હવે બધા લોકો અમારા વખાણ કરતા થાકતા નથી.
સતીશનું કેહવું છે કે હવે આ મશીનની માંગ દિવસે ને દિવસે વધી રહી છે. મશીન ની શોધની પેટન્ટ કરાવી દીધી છે. મશીન ના સ્પેર પાર્ટ જર્મન અને ઈટાલી થી મંગાવવામાં આવે છે. અત્યાર સુધીમાં અમે 25 મશીન વેચી ચુક્યા છીએ. હરિયાણા, યુપી, બિહાર, તામિલનાડુ, રાજસ્થાન અને કર્ણાટક ઉપરાંત પાડોસી દેશ નેપાળ માં પણ અમે આ મશીનની ડિલિવરી કરી ચુક્યા છીએ.
Address -SnPC Machines Pvt. Ltd
Khasra no:194/217, Village Ferozpur Bangar, Sonepat(HR)
Mobile no:-+919654078255,9813504530,8826423668
આ મશીન કેવી રીતે કામ કરે છે તેના માટે વિડિઓ જુઓ.