ઈંટની ભઠ્ઠીમાં કામ કરવા વાળી બાપ-દીકરીની જોડી જીતી રહી છે લોકોના દિલ, વિડીયો જુવો દિલ પીગળી જશે

કહેવામાં આવે છે ખુશીઓ પૈસાથી નથી ખરીદી શકાતી, એવું જરૂરી નથી કે દરેક પૈસા વાળા માણસ ખુશ હોય અને દરેક ગરીબ વ્યક્તિ દુઃખી હોય, સાચું સુખ આપણી અંદર છુપાયેલું હોય છે. જો તમારો પરિવારના લોકો સાથે સારો સંબંધ છે તો તમે તેમની સાથે મળીને ઘણો આનંદ કરી શકો છો, ખાસ કરીને બાળકો માતા પિતાના ચહેરા ઉપર ખુશી લાવવાનું કામ કરે છે, જયારે તમારું સંતાન તમારી પાસે હોય છે ત્યારે દુનિયાની તમામ મિલકત પણ તેની સામે ઝાંખી પડી જાય છે. એ વાતનું તાજું ઉદાહરણ તમે હાલમાં જ વાયરલ બાપ દીકરીના વિડીયોમાં જોઈ શકો છો.

ખાસ કરીને આ દિવસોમાં પિતા પુત્રીની એક જોડી સોશિયલ મીડિયા ઉપર લોકોના દિલ જીતી રહી છે. આ જોડી આ દિવસોમાં ટીકટોક ઉપર ઘણી ફેમસ છે. આ જોડીની ખાસ વાત એ છે કે પિતા ઈંટ પકવવાની ભઠ્ઠી ઉપર કામ કરે છે. તે કામ દરમિયાન તેની નાની એવી દીકરીને પણ સાથે રાખે છે. તેવામાં આ પિતા કામ સાથે સાથે પોતાની દીકરી સાથે ટીકટોક વિડીયો પણ બનાવે છે.

આવી રીતે કામમાં પણ મન લાગેલું રહે છે અને સાથે સાથે તેની નાની એવી દીકરી પણ ખુશ રહે છે અને કંટાળો પણ નથી આવતો. ટીકટોક એકાઉન્ટ મુજબ આ વ્યક્તિનું નામ સંતોષ રોકડે છે. થોડા દિવસોની અંદર આ ગરીબ બાપ દીકરીની જોડી ઈન્ટરનેટ ઉપર છવાઈ ગઈ છે. ખાસ કરીને તેનું આમીર ખાનની ફિલ્મ ‘અકેલે હમ અકેલે તુમ’ના ગીત ‘તુ મેરા દિલ તું મેરી જાન’ ઉપર એક્ટ લોકોને ઘણો જ પસંદ આવી રહ્યો છે.

ટ્વીટર ઉપર જયારે આ વિડીયોને @mihirmodi નામના યુઝરે શેર કર્યો ત્યારે તે થોડી જ વારમાં વાયરલ થઇ ગયો. લોકોને આ બાપ દીકરીની જોડી દિલથી પસંદ આવી રહી છે. જયારે તમે તેના બનાવેલા થોડા વિડીયો જોશો ત્યારે તે લોકો તમારું પણ દિલ જીતી લેશે.

સોશિયલ મીડિયા ઉપર લોકો આ જોડીની પ્રસંશા કરતા થાકતા નથી. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ટીકટોક ઉપર ઈંટની ભઠ્ઠી ઉપર કામ કરવા વાળા સંતોષ રોકડેને ૫ લાખ ૨૭ હજારથી વધુ લોકો ફોલો કરે છે. જો તમે પણ તેને ટીકટોક ઉપર ફોલો કરવા માગો છો તો @santosh_rokade તેનો યુઝર આઈડી છે.

આ બાપ દીકરી લોકોને એક પોઝેટીવીટી આપવાનું કામ કરી રહ્યા છે. તેની ઉપરથી આપણે બધા પ્રેરણા લઇ શકીએ છીએ કે તમે વર્તમાનમાં કોઈપણ સ્થિતિમાં કેમ ન હો તમારું સાચું ધન દોલત તમારા બાળક જ હોય છે. તમે તેની સાથે મળીને સુખનો આનંદ લઇ શકો છો. તે તમારી સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. સાથે જ સંતોષ જેવો ગરીબ વ્યક્તિ પણ પોતાની દીકરીને ઘણો પ્રેમ કરે છે તો તમારે દીકરી હોવાથી દુઃખ ન અનુભવવું જોઈએ. તેનો મનથી સ્વીકાર કરવો જોઈએ. આવો હવે પહેલા આ બાપ દીકરીની વ્હાલી જોડીનો વિડીયો જોઈ લઈએ.

તો તમને લોકોને આ વિડીયો કેવો લાગ્યો તે જણાવશો. સાથે જ યાદ રાખો કે પૈસા જ જીવનમાં સંપૂર્ણ નથી હોતા, સંબંધો પણ ઘણું મહત્વ ધરાવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.