વ્હેલ માછલીના હ્રદયનું વજન કેટલું હોય છે, જાણો દુનિયાને ચકિત કરી દેનારા 4 રોચક તથ્યો.

દુનિયાના 4 એવા રોચક તથ્યો જેના વિષે ભાગ્યે જ કોઈને ખબર હશે, જાણો તેના વિષે.

આ દુનિયા ઘણા પ્રકારના રહસ્યોથી ભરેલી છે. દરરોજ નવા નવા રહસ્યો ઉકેલવામાં આવે છે. પણ આજે પણ ઘણા બધા રહસ્યો વણઉકેલાયેલા છે. માણસ ભલે કેટલી પણ માહિતી એકઠી કરી લે, તે ઓછી જ પડે છે. દુનિયાભરના વૈજ્ઞાનિક પણ જાત જાતની શોધ કરે છે જે આપણું જ્ઞાન વધારવામાં મદદ કરે છે. જોકે હજુ પણ દુનિયામાં એવી ઘણી બધી વસ્તુઓ અને જગ્યાઓ છે જેના વિષે વધુ લોકો જાણતા નથી.

દરેક એવું ઈચ્છે છે કે તે પોતાના સંપૂર્ણ જીવનમાં બધી વાતો જાણી લે, પણ એવું શક્ય નથી હોતું. દુનિયામાં પહેલી મોટર રેસ ક્યારે થઇ? સૌથી વધુ લોકપ્રિય કાર્ટુન પાત્ર કયું છે? ધરતીનું સૌથી મોટું જાનવર કયું છે? એવા પ્રશ્નોના ઉત્તર ઘણા ઓછા લોકોને ખબર હોય છે. એટલા માટે અમે તમને કેટલીક એવી જ જાણકારી અને રોચક તથ્ય જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે ઘણા આશ્ચર્યચકિત થઇ જશો.

આજકાલ રેસિંગ કરવી રોમાંચકારી રમતોમાંથી એક છે. આમ તો રેસ સાયકલ, કાર, ઘોડા, મોટરસાયકલ અને બીજા પણ ઘણા પ્રકારની થાય છે. પણ એવા ઘણા ઓછા લોકો હશે જે પહેલી મોટર રેસ અને તેના વિજેતા વિષે જાણતા હશે. દુનિયાની પહેલી મોટર રેસ 11 જુન 1895 માં થઇ હતી. નવાઈની વાત એ છે કે તેમાં જે સ્પર્ધક પહેલા નંબર ઉપર આવ્યા હતા તેમને વિજેતા માનવામાં આવ્યા ન હતા, પણ ત્રીજા નંબર ઉપર આવેલા સ્પર્ધકને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. અ રેસમાં ત્રીજા નંબર ઉપર આવનારા વ્યક્તિનું નામ પોલ કોચલીન હતું.

બ્રિટેનના એન્જીનીયર સર ક્રિસ્ટોફર ક્રોકેરેલે એક એવું વાહન બનાવ્યું હતું જે જમીન અને પાણી બંને ઉપર ચાલે છે. તેની સૌથી મોટી ખાસ વાત એ હતી કે તે કીચડ અને બરફ વાળા ભાગ ઉપર પણ સરળતાથી ચાલી શકે છે. આ વાહનનુ નામ હોવરક્રાફ્ટ છે. આ સાધનનો ઉપયોગ મોટાભાગે દુનિયાભરમાં હોનારત સમય રાહત કાર્યમાં, તટરક્ષક, સેનાના નિરીક્ષણ અને સર્વેક્ષણમાં થાય છે.

જ્યારથી ટીવીની દુનિયામાં ક્રાંતિ થઇ અને ત્યારથી તેના પર જાત જાતના કાર્યક્રમ દેખાડવામાં આવવા લાગ્યા છે. બાળકો માટે કાર્ટુનના પણ કાર્યક્રમ આવવા લાગ્યા. તમે પણ તમારા બાળપણમાં કાર્ટુન જોયા જ હશે. અને કોઈ એક કાર્ટુન પાત્ર તમારું મનપસંદ રહ્યું હશે. પણ દુનિયાનું સૌથી લોકપ્રિય કાર્ટુન પાત્ર ડોનાલ્ડ ડક હતું. શરુઆતના 50 વર્ષ સુધી ક્લારેંસ નેશે આ પાત્ર માટે પોતાનો અવાજ આપ્યો હતો. ત્યાર પછી ટોની એન્સેલ્મોને એ જવાબદારી આપવામાં આવી. ટોની અત્યાર સુધી આ લોકપ્રિય કાર્ટુન પાત્રને પોતાનો અવાજ આપી રહ્યા છે.

સમુદ્રમાં આમ તો ઘણા બધા જીવ, ઝાડ-છોડ મળે છે. સમુદ્રી જીવન ઘણા રહસ્યોથી ભરેલું રહે છે. પણ સમુદ્રનું સૌથી મોટી જીવ વ્હેલ માછલી છે. તે ફક્ત સમુદ્રનું જ નહિ ધરતીનું પણ સૌથી મોટું જીવ છે. પણ તેના વિષે એક એવું રોચક તથ્ય છે જે ઘણા ઓછા લોકો જાણતા હશે. આ માછલીનુ વજન 1400 કી.ગ્રા. હોય છે. અને તેના હ્રદયનું વજન લગભગ 180 કિલો હોય છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.