ઈન્ટરવ્યૂ લેવા પહોંચેલી છોકરી સાથે પ્રેમ કરી બેઠા હતા સાઉથના સુપર સ્ટાર, જુઓ 38 વર્ષ જૂના ફોટા

ફિલ્મોમાં કામ કરવા વાળા કલાકારોની સ્ટોરીની વિષે દરેક જાણવા માંગે છે, પરંતુ ઘણા ઓછા લોકો તેમના ભૂતકાળ વિષે જાણી શકે છે. ઘણા કલાકારો છે જે ફિલ્મી દુનિયામાં સૌથી ઉપર છે અને તેમાંથી એક છે રજનીકાંત, જેમને સાઉથ ઇન્ડીયન ફિલ્મોમાં ભગવાન કહેવામાં આવે છે. તેની ફિલ્મોનું નામ નહિ પરંતુ ફેંસને એટલું ખબર પડી જાય કે કોઈ ફિલ્મમાં રજનીકાંત છે, તો બસ તે જોવા પહોંચી જાય છે.

રજનીકાંતને લઈને લોકોમાં કાંઈક એવી દીવાનગી છે, અને તેનો જાદુ બોલીવુડમાં પણ ઘણો છવાયેલો છે. શું તેમના વિષે એક વાત જાણો છો તમે? કે ઈન્ટરવ્યું લેવા ગયેલી છોકરી સાથે કરી બેઠા હતા પ્રેમ સાઉથ ફિલ્મોના આ ભગવાન. એ કેવી રીતે બન્યું? આવો જણાવીએ.

ઈન્ટરવ્યું લેવા ગયેલી છોકરી સાથે પ્રેમ કરી બેઠા હતા સાઉથ ફિલ્મોના ભગવાન :

૧૨ ડિસેમ્બર, ૧૯૫૦ ના રોજ બેંગ્લોરમાં જન્મેલા રજનીકાંત ૬૯ વર્ષના થઈ ગયા છે. સાઉથના ફેંસ તેમની પૂજા કરે છે અને તેમને દેવતા માને છે. ઉંમરના આ સ્ટેજ ઉપર પણ રજનીકાંત મુખ્ય કલાકાર તરીકે જોવા મળે છે, અને તેની ફિલ્મો હીટ થઈ જ જાય છે. રજનીકાંતની ફિલ્મ રીલીઝ થતા પહેલા જ ફેંસ તેના પોસ્ટર ઉપર દૂધ ચડાવે છે. ફિલ્મ જોવા માટે લોકો સવારના ૪ વાગ્યે ટીકીટ બારીની બહાર જઈને ઉભા રહે છે.

રજનીકાંતને થલાઈવા પણ કહે છે, અને તેમની ઉપર તો ઘણી છોકરીઓ પાગલ છે. પરંતુ તે માત્ર એકના દીવાના થયા અને તેના વગર રજનીકાંત પોતાને અધૂરા માને છે. તે તેની પત્ની લતા છે અને તેમણે જ્યારથી રજનીકાંત સાથે લગ્ન કરીને જવાબદારી સાંભળી છે, ત્યારથી જ તે પોતાને પૂર્ણ માને છે. બંને એક બીજાની મુશ્કેલીમાં પણ સાથ નિભાવે છે. વર્ષ ૧૯૮૦ માં રજનીકાંત તમિલ ફિલ્મ થીલ્લુ મલ્લુનું શુટિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મ વર્ષ ૧૯૭૯ માં આવેલી હિન્દી ફિલ્મ ગોલમાલની રીમેક હતી.

ફિલ્મ થીલ્લુ મલ્લુના શુટિંગ દરમિયાન રજનીકાંતનું ઈન્ટરવ્યું લેવા એક રિપોર્ટર આવી, અને તે ઈન્ટરવ્યું રીક્વેસ્ટ કોલેજ મેગેઝીન તરફથી આવી હતી. કોલેજ તરફથી જે મહિલાને ઈન્ટરવ્યું લેવાનું હતું, તે કોઈ બીજી નહિ પણ લતા રંગાચારી હતી.

લતાને પહેલી વખત જોઇને રજનીકાંત પોતાનું દિલ ખોઈ બેઠા હતા અને તેને લતા સાથે પ્રેમ થઇ ગયો હતો. ઈન્ટરવ્યું દરમિયાન બંને ઘણી સહજતાથી વાતચીતમાં ખોવાઈ ગયા. તેના કારણે જ બંનેનું કનેક્શન થઇ ગયું હતું. જેવું ઈન્ટરવ્યું પૂરુ થયું રજનીકાંતે તેને તરત પ્રપોઝ કરી અને રજનીકાંતની પ્રપોઝલ સાંભળીને લતા આશ્ચર્યચકિત થઇ ગઈ હતી.

પછી લતાએ હસીને કહ્યું કે, તેમણે પોતાના માતા પિતા સાથે વાત કરવાની રહેશે. રજનીકાંતે પહેલા એકબીજાને સમજવાનો નિર્ણય લીધો અને પછી માતા પિતાને જણાવ્યું. તે પહેલા તે વાત રજનીકાંતે પોતાના બેસ્ટ ફ્રેન્ડ એવા તમિલ સિનેમાના કોમેડિયન વાઈજી મહેન્દ્રનને જણાવી. તેની સાથે લતાની બહેનના લગ્ન થવાના હતા. રજનીકાંત ઘણો નર્વસ હતો કેમ કે, તેને લાગી રહ્યું હતું કે લતાના માતા પિતા તૈયાર નહિ થાય પરંતુ તે રાજી થઇ ગયા અને પછી ૨૬ ફેબ્રુઆરી ૧૯૮૧ના રોજ તેમના લગ્ન થઇ ગયા.

રજનીકાંતે બોલીવુડમાં રોબોટ, અંધા કાનુન, ૨.૦, હમ, ચાલબાજ, કાબ્લી, આતંક હી આતંક, રા – વન, બુલંદી, ગેર કાનૂની, ભગવાન દાદા, ફરિશ્તે, દોસ્તી દુશ્મની, વફાદાર, ઈન્સાનિયત કે દેવતા, ખૂન કા કર્જ, ઉત્તર દક્ષીણ, ગિરફ્તાર જેવી ફિલ્મોમાં કામ કર્યું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.