આ સ્કીમમાં દર મહિને પૈસા જમા કરવા પર કેટલાક સમય પછી થશે માસિક આવક, જાણો કઈ બેન્ક આપી રહી છે આ સુવિધા. જે લોકો બેંકોની ફિક્સ્ડ ડીપોઝીટ (FD) સ્કીમમાં એક સાથે પૈસા જમા નથી કરાવી શકતા, તેમના માટે રીકરીંગ ડીપોઝીટ (RD) પણ એક સારો વિકલ્પ છે. રીકરીંગ ડીપોઝીટ એકાઉન્ટમાં દર મહીને રોકાણ કરી શકાય છે. આ સ્કીમમાં ફાયદો ત્યારે થાય છે, જયારે એક નક્કી સમય પછી માસિક આવકનો વિકલ્પ ઉપલબ્ધ હોય.
આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank) આ સુવિધા પૂરી પાડી રહ્યું છે. આ સ્કીમ ખાસ કરીને એ લોકો માટે વધુ ફાયદાકારક રહેવાની છે, જે લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખીને રોકાણ કરવા માંગે છે. જાણો આ યોજના વિષે વિસ્તારથી.
રીકરીંગ ફીચર્સ સાથે ટર્મ ડીપોઝીટ : આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank) ની માસિક આવક રીકરીંગ ડીપોઝીટ એક એવી ટર્મ ડીપોઝીટ છે, જે રોકાણ ફેઝમાં આરડી ફીચર્સ સાથે છે. આ પેઆઉટ ફેઝમાં એન્યુઈટી ફિક્સ્ડ ડીપોઝીટ છે. તેનાથી તેમાં લાભ વધુ મળે છે.
કોણ ખોલાવી શકે છે આ ખાતું : આ ખાતું કોઈ પણ ભારતીય નાગરિક ખોલાવી શકે છે. તેને સિંગલ કે જોઈન્ટ, બંને રીતે ખોલાવી શકાય છે. આઈસીઆઈસી આઈ બેંક (ICICI Bank) ની માસિક આવક રીકરીંગ ડીપોઝીટમાં રોકાણની મીનીમમ વેલ્યુ 2000 રૂપિયા પ્રતિ માસ છે. ત્યાર પછી 100 રૂપિયાના મલ્ટીપ્લાઈમાં તેમાં રકમ ડીપોઝીટ કરી શકાય છે.
ડીપોઝીટનો ટેન્યોર : આ ડીપોઝીટનો સંપૂર્ણ ટેન્યોર બે ભાગમાં વહેચાયેલો છે. પહેલો છે ઇન્વેસ્ટમેન્ટ ફેઝ અને બીજો પેઆઉટ કે બેનીફીટ (રીપેમેંટ) ફેઝ. ઇન્વેસ્ટમેન્ટ ફેઝ મીનીમમ 24 મહિના અને 3 મહિનાના મલ્ટી પ્લાઈમાં થાય છે.
પેઆઉટ ફેઝ : પેઆઉટ ફેઝ પણ ઓછામાં ઓછા 24 મહિના અને 12 મહિનાના મલ્ટીપ્લાઈમાં હશે. ધ્યાન રાખશો કે ઇન્વેસ્ટમેન્ટ અને પેઆઉટ ફેઝ મળીને ડીપોઝીટનો કુલ સમયગાળો નક્કી કર્યા પછી તેને બદલી નથી શકાતો. આ સમયગાળો રોકાણ કરવાવાળા નક્કી કરે છે.
જાણો આ ફેઝની ખાસિયત : ઇન્વેસ્ટમેન્ટ ફેઝ દરમિયાન ગ્રાહકને ફંડ તૈયાર કરવા માટે આરડી (RD) માં નિયમિત રીતે પૈસા જમા કરાવવાના રહેશે. અને પેઆઉટ ફેઝમાં ડીપોઝીટમાં ઇન્વેસ્ટમેન્ટનો ફેઝ પૂરો થઇ ગયા પછી આરડી ઇન્સ્ટોલમેંટ અને વ્યાજ મળીને સંપૂર્ણ મેચ્યોરીટી રકમ પેઆઉટ પીરીયડ માટે એન્યુઈટી ફિક્સ્ડ ડીપોઝીટમાં લગાવી દેવામાં આવશે. તેની ઉપર ગ્રાહકોને માસિક આવક પ્રાપ્ત થશે.
વ્યાજ દર : મંથલી ઇનકમ રીકરીંગ ડીપોઝીટ (RD) ઉપર સંપૂર્ણ જમા સમયગાળા દરમિયાન નક્કી કરેલો વ્યાજ દર મળશે. તેનો અર્થ એ છે કે ઇન્વેસ્ટમેન્ટ ફેઝ અને પેઆઉટ ફેઝ, બંને સમયગાળા દરમિયાન સમાન વ્યાજ દર લાગુ થશે. જો વ્યાજ દર ઘટે કે વધે છે, તો પણ બંને ફેઝ દરમિયાન પહેલાથી નક્કી કરેલા વ્યાજ દર જ મળતા રહેશે. આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank) માં આ સમયે આરડી ઉપર વ્યાજ દરો અલગ અલગ સમયગાળાના હિસાબે 3.50 ટકાથી લઈને 5.50 ટકા વાર્ષિક સુધી છે. સીનીયર સીટીઝનને 0.50 ટકા વધુ વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
શું છે શરત? ડીપોઝીટમાં મળતા વ્યાજ પર ટેક્સમાંથી મુક્તિ મળશે. જો આ આરડીમાં માસિક હપ્તો મહિનાના છેલ્લા કામના દિવસો સુધી જમા કરવામાં નહિ આવે, તો 12 રૂપિયા પ્રતિ 1000 ના હિસાબે પેનલ્ટી આપવી પડશે. મંથલી ઇન્કમ રીકરીંગ ડીપોઝીટ એકાઉન્ટમાં કોઈ પણ ફેઝમાં ઉપાડની માન્યતા નથી. ઇન્વેસ્ટમેન્ટ ફેઝ અને પેઆઉટ ફેઝ દરમિયાન પ્રીમેચ્યોર ક્લોઝરની મંજુરી છે, પરંતુ તેની ઉપર પેનલ્ટી લાગશે.
એકસાથે રકમ મેળવવાનો વિકલ્પ : આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank) આ આરડી એકાઉન્ટ સાથે એક બીજો વિકલ્પ પણ આપે છે. તેમાં ગ્રાહક ઇન્વેસ્ટમેન્ટ ફેઝ પૂરો થયા પછી પેઆઉટ ફેઝમાં મેચ્યોરીટી એમાઉંટના 30% એક સાથે મેળવી શકે છે. ત્યારબાદ બચેલી મેચ્યોરીટી એમાઉંટ પેઆઉટ પીરીયડ માટે મંથલી પેઆઉટ વિકલ્પ સાથે ફરીથી એફડીમાં લગાવી દેવામાં આવે છે. તે દરમિયાન માસિક પેમેન્ટ કસ્ટમરને તેના સેવિંગ એકાઉન્ટમાં મળતું રહે છે.
આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.