આ વીડિયો જુયો ને આઈફોન વાળા મિત્રો ની ફીરકી લેવા એમને ટેગ કરો. હાર્ટ પેશન્ટ ને ટેગ નાં કરતા

” ફોન વાપરવો તો માત્ર આઇફોન જ. આઈફોન જેવું કંઈ નહીં. કેમેરા માત્ર આઇફોન નો જ. અમે ચાઇના ન વાપરીએ અમે માત્ર આઇફોન જ વાપરીએ. આઇફોન એ આઇફોન છે ભાઈ ! આઇફોન જ ફાવે ,બીજા બધા ફોનમાં મજા જ નથી. ફીચર્સ તો માત્ર આઇફોન ના જ. મારી વાત તો લેટેસ્ટ આઈફોન ૭ છે એ પણ ૧૨૮ જીબીનો. અમે ગરીબ નથી અમે માત્ર આઇફોન જ વાપરીએ ” આવું ઘણું બધું કહેતાં તમે ઘણાં આઇફોન વાપરનાર મિત્રોને સાંભળ્યા હશે.

મિત્રો આજે તમને ઘણાં બધા લોકો પાસે આઈફોન જોવા મળી રહ્યો હશે. અને લોકો આઇ પણ પાછળ કેટલાક ગાંડા છે એ પણ તમે જોયા હશે. સાદો ફોન હોય, એન્ડ્રોઇડ ફોન હોય કે આઇફોન હોય ફોન લીધા પછી તેની સાચવણી તો ચોકસાઇપૂર્વક કરવામાં આવે છે. નવો ફોન લેતા બાદ આપણે સૌ પહેલાં તો તેના પર ગોરીલા ગ્લાસ નખાવડાવીએ છીએ અને ત્યાર બાદ તેના માટે કવર પણ લઈએ છીએ. અને એક કવરથી તો કામ ચાલે જ નહીં આપણે જ્યાં સુધી ચારથી પાંચ કવર ન લઈ લઈએ ત્યાં સુધી તો સંતોષ થતો જ નથી.

એમાં પણ જ્યારે આઈફોનનુ જોવા જઈએ છીએ ત્યારે એક આઇફોન યૂઝર પાસે ઓછામાં ઓછા એક ડઝન કવર તો જોવા મળી જ આવે છે. આઇફોન લેતા તો લેવાઈ જાય છે પરંતુ લીધા પછી એની સાચવણીનો પણ સવાલ ઊભો થઈ જાય છે. એક આઇફોન યૂઝર પોતાના જીવથી પણ વધારે પોતાના આઇફોનની સુરક્ષા પ્રત્યે કાળજી રાખે છે. ઘણી બાબતોમાં તો એવું પણ થાય છે મિત્રો કે જ્યારે કોઈ આઇફોન યૂઝર બાઇક પર સવાર હોય અને તેનું એક્સિડન્ટ થાય તો તેને પોતાના હાથ પગ કરતાં આઇફોન સલામત છે કે નહીં તે વાતની વધુ ચિંતા હોય છે. સ્વાભાવિક છે મિત્રો આઇફોન એટલો મોંઘો હોય છે તો તેની જાળવણી પણ ખૂબ જ સાચવણીથી કરવી પડે છે.

માત્ર સદ્ધર ઘરોમાં જ નહીં પરંતુ મિડલ ક્લાસ ફેમિલીમાં પણ બચત કરીને આઇફોન લેનારાઓની સંખ્યામાં તમને વધારો જોવા મળી રહ્યો હશે. નવો ફોન લેતાની સાથે જ માત્ર ફોન જ નહીં પરંતુ તેની સાથે ગોરીલા ગ્લાસ, ફોનનો કવર , ઓક્સ કેબલ, વગેરે લેવો પડે છે. અને જો આઈફોન વાપરી રહ્યા હોવ તો ડેટા ટ્રાન્સફર કરવા માટે લેપટોપમાં લાઈસન્સ વાળું આઇટ્યૂન્સનું સોફ્ટવેર પણ લેવું પડે છે. કારણ કે મિત્રો આઇફોનમાં ડેટા માત્ર યુએસબી કેબલ દ્વારા ટ્રાન્સફર થતા નથી જે સાદા એન્ડ્રોઇડ ફોનમાં થઇ શકે છે.

આઇફોન વાપરનારા યૂઝર્સ માટે એક ગેરફાયદો એ પણ છે કે તેઓ ફોન ચાર્જ થઇ રહ્યો હોય ત્યારે ઇયરફોન વાપરી શકતા નથી કારણ કે ચાર્જર અને ઇયરફોન માટે એક જ સ્લોટ હોય છે. તેમજ તેઓ પોતાના ડેટાની આપ-લે બ્લુટૂથ દ્વારા કરી શકતા નથી. આમ આઇફોન વાપરનાર યૂઝરે ઘણી બધી સ્ટ્રગલ કરવી પડે છે. ફોન લીધા પહેલા ફોનના બજેટ માટેની સ્ટ્રગલ અને ફોન લીધા બાદ ફોનને સાચવણીની તેમજ અમુક બેઝિક ફીચર્સની સ્ટ્રગલ.

મારા એક મિત્રએ પોતાના ઘર માટે નવું ઓવન લીધું, બે નવા એન્ડ્રોઇડ મોબાઇલ લીધા , તેમજ તે ફોન માટેના કવર અને ગોરીલા ગ્લાસ પણ લીધા, તેમજ તેને જરૂરિયાતની અમુક વસ્તુઓ પણ લીધી. જ્યારે એક બીજા મિત્રએ નવું ટુવ્હીલ લીધું. અને ત્રીજા મિત્રએ એક આઇફોન લીધો. વાસ્તવમાં આ ત્રણેય મિત્રોએ જે વસ્તુઓ લીધી એ ત્રણેયની કિંમત એક સરખી હતી.

હવે તમને અમે એક વીડિયો બતાવીએ કે જેમાં એક વ્યક્તિ પોતાના નવા આઇફોનને મિક્સરમાં પીસી નાખે છે. જ્યારે આપણા અહીંના યુવાનો પોતાના આઈફોનને પોતાના જીવ કરતાં પણ વધારે સાચવે છે ત્યારે આ વ્યક્તિ પોતાના નવા આઇફોનને ખૂબ જ બેદરકારીથી મિક્સરમાં પીસી નાખે છે. અને તેણે લખ્યું છે કે તે પોતાની માટે આઇફોન શેક બનાવી રહ્યો છે. ઉપર જણાવ્યા મુજબ આઇફોન યૂઝર્સ જે રીતે પોતાના ફોનની જાળવણી કરતા હોય છે જ્યારે આ મહાશય તો એકદમ વિપરીત દિશામાં જ છે. તેણે અમુક જ સેકન્ડમાં પોતાના આઇફોનને એકદમ માં જ પીસી નાખ્યું. ન તો તેને રિપેર કરવા લાયક છોડ્યું કે ન તો તેના સ્પેર પાર્ટ્સ કોઈ બીજા ફોનમાં કામ લાગી શકે એ હાલતમાં.

આ વીડિયો દુઃખદાયક તો જરૂર જ છે મિત્રો. ટેગ કરો તમારા આઇફોન યૂઝર્સ મિત્રોને.

વિડીયો 


Posted

in

, ,

by