IPL 12 : કોહલીએ અશ્વિનને દીધી ગાળ તો અશ્વિને આપ્યું આવુ ખતરનાક રીએકશન

ટીમ ઇન્ડીયાના કેપ્ટન અને આઇપીએલમાં આરસીબીની કમાન સંભાળી રહેલા વિરાટ કોહલીનો ગુસ્સો તો જગ જાહેર છે. બુધવારે કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં વિરાટ કોહલી એટલા બધા ગુસ્સે થઈ ગયા હતા કે, એમણે મેચ દરમ્યાન પોતાના સાથી ખેલાડીને ગાળ આપી હતી. આ બનાવ બુધવારે રમાયેલી પંજાબ અને બેંગ્લોર વચ્ચેની આઈપીએલની મેચનો છે. પંજાબની બેટિંગ સમયે 20 મી ઓવરમાં આ બનાવ બન્યો હતો.

આ મેચમાં પંજાબને છેલ્લી ઓવરમાં જીતવા માટે 26 જોઈતા હતા. બોલ ઉમેશ યાદવના હાથમાં હતો, અને સામે સ્ટ્રાઇક પર રવિચંદ્રન અશ્વિન હતા. અશ્વિને પહેલી બોલ પર છગ્ગો ફટકાર્યો. અને આગળની બોલ પર અશ્વિને ફરી જોરદાર પ્રહાર કર્યો, પણ બોલ બાઉન્ડ્રીની પાર જાય એ પહેલા જ કોહલીએ કેચ પકડી લીધો. અને અશ્વિનો કેચ પકડ્યા પછી વિરાટ કોહલી ઘણા જોશમાં આવી ગયા.

અશ્વિને ફેંકી દીધા પોતાના ગ્લવ્સ :

વિરાટે કેચ પકડતા જ અશ્વિનને પહેલા તો ગાળ આપી, પછી એમને માંકડિંગની યાદ અપાવતા ચીડાવ્યા. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીનું આ રીએક્શન જોઇને અશ્વિન મેદાનમાં તો એમને કંઈ કહી ન શક્યા, પણ ડગ આઉટ પહોંચતા જ પોતાના ગ્લવ્સ કાઢીને જોરથી ફેંકી દીધા.

આ બનાવ પછી સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના રીએક્શન આવી રહ્યા છે. ભૂતપૂર્વ ઈંગ્લીશ ક્રિકેટર પોલ કોલિંગવુડે વિરાટના આ પગલાની પ્રશંસા કરી, તો અમુક યુઝર્સે વિરાટના આ વર્તનની આલોચના કરી. યુઝર્સનું કહેવું છે કે, અશ્વિન પણ ભારતીય ક્રિકેટર છે અને એવામાં વિરાટે પોતાના સાથી ખેલાડી સાથે આવો વ્યવહાર નહિ કરવો જોઈએ.

પાટા પર આવી ગઈ આરસીબી :

ઇન્ડિયન પ્રીમિયર લીગની 12 મી સીઝનમાં વિરાટ કોહલીની ટીમ આરસીબી ફરી પાટા પર આવી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાની છેલ્લી પાંચ મેચો માંથી ચારમાં જીત મેળવીને પ્લેઓફની આશાને જીવંત કરી છે. આ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ ટીમના કેપ્ટન આર અશ્વિને ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યુ.

એવામાં બેંગ્લોરે પહેલા બેટિંગ કરીને એબી ડિવિલિયર્સની તુફાની 82 રનની પાળીના દમ પર 20 ઓવરમાં 4 વિકેટ ખોઈને 202 રન બનાવ્યા. એના જવાબમાં પંજાબની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ખોઈને 185 રન બનાવી શકી. આ કારણે પંજાબે સીઝનની છઠ્ઠી હાર ઝેલવી પડી.

વીડિઓ :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.