IPL Auction 2020 : હૈદરાબાદે વિરાટને 1 કરોડ 90 લાખમાં ખરીદ્યો જાણો બીજા કેટલામાં વેચાયા

IPL Player Auction 2020. ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 2020 ની સીઝન માટેની હરાજી ખતમ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પૈટ કમિંસને કેકેઆરે સૌથી વધારે 15.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેમજ આઈપીએલમાં ગ્લેન મેક્સવેલને 10 કરોડ 75 લાખમાં કિંગ્સ ઇલેવન પંજાબે એકવાર ફરી પોતાની સાથે જોડી દીધો છે. માનસિક સ્વાસ્થ્યને કારણે આ વર્ષે ઓક્ટોબરમાં રમતમાંથી બ્રેક લેવા વાળા ગ્લેમ મૈક્સવેલને ટીમમાં શામેલ કરવા માટે ફ્રેન્ચાઈઝીઓએ હોડ લગાવી હતી.

આ આક્રમક બેટ્સમેને હાલમાં જ ભારતની સામે રમવા માટે પોતાને ઉપલબ્ધતા જણાવી છે. જોકે એમને એમની ટીમમાં સિલેક્ટ નથી કરવામાં આવ્યા. મૈક્સવેલ માટે કિંગ્સ ઈલેવન પંજાબે સૌથી વધારે 10.75 કરોડ રૂપિયા બોલી લગાવી, જેથી તે એક વાર ફરી પોતાની જૂની ટીમમાં પ્રતિનિધિત્વ કરશે.

મૈક્સવેલે ટ્વીટર પર પોતાનો વિડીયો મુક્યો અને કહ્યું કે, ‘કિંગ્સ ઈલેવન પંજાબ સાથે શાનદાર યાદો જોડાયેલી છે, અને હું આવતા વર્ષે વધારે યાદોને જોડવાની રાહ જોઈ રહ્યો છું. ત્યાં હું ઘણા લોકોને જાણું છું, તે શાનદાર ફ્રેન્ચાઇઝી છે. મોહાલી જઈને દર્શકોનું મનોરંજન કરવાની રાહ જોઈ રહ્યો છું.’

મૈક્સવેલ જયારે પહેલાના સમયે ટીમ સાથે જોડાયા હતા ત્યારે એમને પ્રેમથી ‘ગ્લેનપ્રીત સિંહ’ કહેવામાં આવતા હતા. કિંગ્સ ઈલેવન પંજાબના મુખ્ય કાર્યકારી અધિકારી સતીશ મેનને ખુશી વ્યકત કરતા કહ્યું કે, આનાથી મિડલઓર્ડર મજબૂત થસે. એમણે કહ્યું કે, અમે એમને ટીમમાં શામેલ કરવા માંગતા હતા. અમારા માટે મિડલઓર્ડરમાં થોડી મુશ્કેલી પહેલાથી જ રહી છે. તે ટીમ વિષે સારી રીતે જાણે છે.

આ ખેલાડીઓ પર લાગ્યા સૌથી વધારે પૈસા :

15.50 કરોડ રૂપિયા – પૈટ કમિંસ (કોલકાતા નાઈટ રાઈડર્સ)

10.75 કરોડ રૂપિયા – ગ્લેન મૈક્સવેલ (કિંગ્સ ઈલેવન પંજાબ)

10.00 કરોડ રૂપિયા – ક્રિસ મોરિસ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)

8.50 કરોડ રૂપિયા – શેલ્ડન કોટરેલ (કિંગ્સ ઈલેવન પંજાબ)

8.00 કરોડ રૂપિયા – નાથન કુલ્ટર નાઈલ (મુંબઈ ઈંડિયંસ)

7.75 કરોડ રૂપિયા – શિમરોન હેટમાયર (દિલ્લી કેપિટલ્સ)

હૈદરાબાદમાં વિરાટ :

રાહુલ ત્રિપાઠીને કેકેઆરે ખરીદ્યો. તેમજ વિરાટ સિંહને 1 કરોડ 80 લાખમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાની સાથે જોડવાનું કામ કર્યું. પ્રિયમ ગર્ગ પણ એસઆરએચમાં શામેલ થયા.

આરસીબીમાં :

રોયલ ચેલેંજર્સ બેંગ્લોરે ડેલ સ્ટેનને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેમજ એન્ડ્ર્યુ ટાઈ રાજસ્થાન રોયલ્સના ભાગમાં આવ્યા. લલિત યાદવને દિલ્લીએ ખરીદ્યો. જયારે સહબાજ અહમદને આરસીબીની ટીમમાં લીધો.

કેએલ રાહુલ બન્યા કેપ્ટ્ન :

ભારતના સલામી બેટ્સમેન કેએલ રાહુલને કિંગ્સ ઈલેવન પંજાબે ઈંડિયન પ્રીમિયર લીગના 2020 સત્ર માટે કેપ્ટન નિયુક્ત કર્યો છે. કિંગ્સ ઈલેવનના સહ માલિક નેસ વાડિયાએ કહ્યું, અમે આગામી સત્ર માટે રાહુલને કેપ્ટન તરીકે પસંદ કરીને ખુશ છીએ. એમણે ગયા વર્ષે થોડી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું છે. એમણે શાનદાર વાપસી કરી. એમણે પોતાના આલોચકોને જડબાતોડ જવાબ આપ્યો છે.

મિલર રોયલ્સમાં :

ડેવીડ મિલર પોતાની બેઝ પ્રાઈઝ 75 લાખમાં જ રાજસ્થાન રોયલ્સની ટીમમાં શામેલ થયા છે. સૌરભ તિવારીને મુંબઈની ટીમે ખરીદ્યો. જયારે મનોજ તિવારીને ખરીદવા માટે કોઈ પણ ટીમે રસ ન દાખવ્યો.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.