IPL માં ચોક્કા છક્કા પર ઠુમકો લગાવનારી ચીયરલીડર્સ છેવટ એક દિવસમાં કેટલું કમાય છે, જાણો અહીં

વર્ષ 2019 ની આઈપીએલ સીઝન શરુ થઇ ગઈ છે. અને એમાં ક્રિકેટરોએ પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપવાનું પણ શરુ કરી દીધું છે. લોકો આઈપીએલની આ સીઝનનો ભરપુર આનંદ લઈ રહ્યા છે. જો કે આજે અમે આઈપીએલની મેચની વાત નહિ પણ ચીયરલીડર્સની વાત કરીશું. આ ચીયરલીડર્સ મેદાનમાં લોકોનું મનોરંજન કરતી જોવા મળે છે.

દરેક ટીમની અલગ અલગ ચીયરલીડર્સ હોય છે. જયારે પણ કોઈ ખેલાડી ચોગ્ગા કે છગ્ગા ફટકારે છે, ત્યારે આ ચીયરલીડર્સ એમનો ઉત્સાહ વધારતી જોવા મળે છે. પરંતુ શું તમે કયારેય વિચાર્યુ છે કે આ કામ કરવા માટે એમને કેટલા પૈસા મળે છે?

આઈપીએલમાં ખિલાડીઓ પર પૈસાનો ભરપૂર વરસાદ થાય છે. એમને મોંઘા ઇનામો પણ મળે છે. એવામાં આ ચીયરલીડર્સને કેટલા પૈસા મળતા હશે, જે સવારથી લઈને સાંજ સુધી હસતા હસતા એક જ જગ્યા પર ઉભી રહીને દર્શકોનું મનોરંજન કરે છે. આવો જાણીએ.

સૌથી પહેલા જણાવી દઈએ કે ચીયરલીડર્સ બનવું કોઈ સરળ કામ નથી. એના માટે હજારોની સંખ્યામાં છોકરીઓની ટ્રાયલ લેવામાં આવે છે. ત્યારબાદ એમની પસંદગી થાય છે. એના સિવાય પણ એમણે સખત મહેનત કરવી પડે છે. કલાકો સુધી પ્રેક્ટિસ કરવી પડે છે. લોકોના દેકારા સહન કરવા પણ ઘણા મુશ્કેલ હોય છે. એમણે અમુક ખરાબ લોકોની ખરાબ કમેન્ટ પણ સાંભળવી પડે છે. પરંતુ આ બધું સહન કરીને પણ તેઓ હંમેશા પોતાના ચહેરા પર હાસ્ય કાયમ રાખે છે.

જેવું કે આપણે જાણીએ છીએ કે, દરેક ટીમની પોતાની અલગ ચીયરલીડર્સ હોય છે. અને દરેક ટીમ પોતાના અનુસાર ચીયરલીડર્સની ફી નક્કી કરે છે. તે 6000 થી લઈને 13,000 સુધી હોય છે. જો ટીમ જીતે તો એમને અલગથી 3000 રૂપિયાનું બોનસ પણ મળે છે.

એના સિવાય પણ સ્પોર્ટસ મેગેઝીન અને ન્યુઝ પેપર માટે તેઓ ફોટોશૂટ પણ કરે છે. એના માટે એમને 5000 રૂપિયા સુધી રકમ મળે છે. એટલું જ નહિ આઈપીએલની પાર્ટીઓમાં પણ એમને ઘણું પેમેન્ટ મળે છે. આ ગ્લેમરસ પાર્ટીઓમાં શામેલ થવા અને પર્ફોમન્સ આપવા માટે એમને 7000 થી 10,000 રૂપિયા મળે છે. એટલે કે કુલ મળીને ચીયરલીડર્સને આઈપીએલની આખી સીઝન દરમ્યાન ઘણો નફો મળે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.