IPS મહેન્દ્રએ દાન કરી દીધી જીવન ભરની કમાણી 1 કરોડ રૂપિયા, હવે પોતે રહે છે એક નાનકડા મકાનમા

નિવૃત્ત આઈપીએસ અધિકારી મહેન્દ્ર શુક્લાએ જમા મૂડી માંથી એક કરોડ રૂપિયા દાન કરી દીધા, જેથી હોશંગાબાદ જીલ્લામાં પોતાના ગામની આદિવાસી વિદ્યાર્થીનીઓ માટે છાત્રાલય બની શકે. આ રકમથી હોશંગાબાદ જીલ્લાના ગામ દુપ્પનમાં એક છાત્રાલય બની રહ્યું છે. શુક્લા મૂળ રીતે હોશંગાબાદ જીલ્લાના ધર્મકુંડી ગામના રહેવાસી છે.

શુક્લાએ ઈ-૩ અરેરા કોલોનીમાં આવેલા બંગલાને વેચીને પોતાને રહેવા માટે નાનો એવો ફ્લેટ ખરીદ્યો છે. વધેલી રકમ ભવિષ્યની જુરુરીયાત માટે ફિક્સ ડીપોઝીટ કરી દીધી હતી. બે વર્ષ પહેલા ૭૫ માં જન્મ દિવસ ઉપર પત્ની આશાના કહેવાથી તેમણે ૭૫ લાખ રૂપિયાનો પહેલો હપ્તો દાન કરી દીધો. અહિયાં સેવા ભારતી છાત્રાલય બનાવવામાં આવી રહ્યું છે. સેવા ભારતીના ક્ષેત્રીય સંગઠન મંત્રી રામેન્દ્ર સિંહના જણાવ્યા મુજબ શુક્લા કુટુંબ પાસેથી બાકીના ૨૫ લાખ રૂપિયા મળી ગયા છે. છાત્રાલય બનાવવા માટે કુલ અઢી કરોડ રૂપિયા ખર્ચ થશે.

૨૦૦૨ માં નિવૃત્ત થયા તેઓ પછી પોતાના ગામ ધર્મકુંડી ગયા. ત્યાં એમણે નક્કી કયું કે હવે પોતાના જન્મ સ્થળ માટે કાંઈક કરીશ. પછી તેઓ ભોપાલમાં વસી ગયા. અહિયાં પત્ની આનંદધામ વૃદ્ધાશ્રમ સાથે જોડાઈ ગઈ. આનંદધામ અને સેવા ભારતીના ઘણા નાના મોટા ખર્ચાઓ શુક્લા કુટુંબ પુરા પાડે છે.

શુક્લા ૧૯૮૨ માં વિલાસપુરમાં ડીઆઈજી હતા. તે દરમિયાન તે ગામની મુલાકાતે જતા હતા. ઘણી વખત પત્ની પણ એમની સાથે મુલાકાત દરમ્યાન રહેતી હતી. તે જણાવે છે કે તે સમયે તેમણે જોયું કે ત્રણ ત્રણ આદિવાસી મહિલાઓ વારંવાર એક જ કપડા પહેરીને બહાર આવે છે. આ ગરીબીથી એમનું મન દુ:ખી થઇ ગયું. ત્યાર પછી બન્ને પતિ પત્નીએ આદિવાસી વિસ્તારમાં સેવા કરવાનો નિર્ણય લીધો. તેમણે મધ્ય પ્રદેશ અને છગથી લઈને સદુર ઉત્તર પૂર્વ અને કાશ્મીરના વનાંચલોમાં એક વિદ્યાલય શરુ કરી.

૨૦૧૬ માં મહેન્દ્ર શુક્લાનો ૭૫ મો જન્મ દિવસ હતો. આશા જણાવે છે એક દિવસ સવારે ઘરમાં ભગવાનની આરતી કરતા કરતા તેમણે ૨૦૦૨ માં લીધેલો સંકલ્પ યાદ આવ્યો. તેમણે પતિને કહ્યું, તમે તમારા ૭૫ માં જન્મ દિવસે આપણા ગામમાં છાત્રાલય બનાવવા માટે ૭૫ લાખ રૂપિયા નથી આપી શકતા શું? તેના ઉપર પતિએ કહ્યું કે આ રકમ તેમણે સંકટ સમય માટે રાખી છે. તેની ઉપર આશાએ કહ્યું કે આપણા જીવનમાં એવો કોઈ સંકટ નહિ આવે. આપણે બન્ને છેલ્લા સમય સુધી સ્વસ્થ રહીશું. તેની ઉપર શુક્લા ૧ કરોડ આપવા માટે તૈયાર થઇ ગયા. તે દિવસે સાંજ સુધી માં ૭૫ લાખનો ચેક આપી દીધો. થોડા દિવસો પછી ૨૫ લાખ રૂપિયા પણ આપી દીધા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.