રોજ સાયકલથી ઓફિસે જાય છે IPS. અને ઓફીસના બાબુ લાખોની કારમાં ફરે છે

૯૯૨ બેચના IPS ઓફિસર ડીસી સાગર પોતાની ફીટનેશને લઈને આખા ડીપાર્ટમેન્ટ માટે ઉદાહરણ રૂપ બન્યા છે. ડીસી સાગર મધ્ય પ્રદેશના નક્સલી વિસ્તાર બાલાઘાટ રેંજના IG પદ ઉપર હાજર થયા પછી, એ હાલમાં ADGP (ટેકનીકલ સર્વિસીસ) પોલીસ મુખ્યાલય છે. જણાવી દઈએ કે ડીસી સાગર પોલીસ ડીપાર્ટમેન્ટમાં સૌથી ફીટ ઓફિસરમાં આવે છે. તેમનું માનવું છે કે તે માત્ર કુદરતી રીતે કસરત, રનીંગ અને યોગ્ય ડાયટ લેવાથી મજબુત શરીર અને યોગ્ય ફીટનેશ મેળવી શકે છે.

આ વાતોને ફોલો કરે છે ડીસી સાગર :

સાગરનું માનવું છે કે જે માણસને પોતાના શરીર સાથે પ્રેમ હોય છે તે પોતાના શરીરનું ધ્યાન રાખે છે. તેમના જણાવ્યા મુજબ પરફેક્ટ ફીટનેશનો અર્થ માત્ર શરીર બનાવવું નહિ, પરંતુ ફીટ રહેવું છે. તે પોતાના રોજીંદા કામમાં જોગીંગ અને કસરત કરે છે, સાથે સાથે તે યોગ્ય ડાયટ પણ ફોલો કરે છે.

તે ફાસ્ટ ફૂડથી હંમેશા દુર રહે છે અને કુદરતી ખોરાક અને પીવાના પદાર્થ જેવા કે દૂધ, દહીં સાથે પનીર, ચણાની રોટલી, દાળ અને ગ્રીન સલાડ જ લે છે. તેમનું માનવું છે કે ૮૦ ટકા યોગ્ય પ્રોટીન યુક્ત ડાયેટ અને ૨૦ ટકા કસરતથી જ યોગ્ય ફીટનેશ મેળવી શકાય છે.

તેમના જણાવ્યા મુજબ કસરત પછી હળદર વાળું દૂધ પીવું જોઈએ, અને સવારે ઉઠીને ફળ, પનીર, બદામ અને અંકુરિત દાળ ખાવી જોઈએ.

સાયકલથી કામ વધુ સરળ રહેશે :

સાયકલના ઉપયોગથી ફીટનેશ પણ બને છે. એટલા માટે તે હજુ પણ અઠવાડિયામાં ઘણી વખત સાયકલનો ઉપયોગ કરે છે, અને સાયકલ દ્વારા PHQ (પોલીસ હેડકવાર્ટર) પણ જાય છે. ADGP સાગર નક્સલી વિસ્તારમાં પણ જીવ જોખમમાં મૂકીને સાયકલનો ઉપયોગ કરતા હતા. તેમનું માનવું છે કે જીવન એક વખત મળે છે, તો ફરજ મન લગાવીને નિભાવવી જોઈએ. સાગરનું માનવું છે કે સાયકલનો ઉપયોગ કરવાથી પોલીસ બીટમાં વધુ સમય પસાર કરી શકાય છે. સાંકડા રસ્તા માંથી સરળતાથી નીકળી શકાય છે. તેની સાથે જ ગુનેગારોને ગાડીનો અવાજ સાંભળીને ભાગવાની તક નથી મળતી.

પોલીસમાં LLB નો યોગ્ય ઉપયોગ કરવાથી બન્યા IPS :

ADGP સાગરનો જન્મ UP ના બુલંદ શહેરમાં થયો હતો. તેમના પિતા લખનઉ આર્મીમાં હતા અને માં હાઉસ વાઈફ હતા. તેમનો સ્કુલનો અભ્યાસ તમિલનાડુ, દિલ્હી અને જમ્મુમાં થયો. દિલ્હીના હંસરાજ કોલેજના હિસ્ટ્રી ઓનર્સ પછી તેમણે LLB નો પણ અભ્યાસ કર્યો. LLB કરવાનો ઉદેશ્ય એ હતો, કે તે પોલીસમાં તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે અને સમજી શકે કે કેવા પ્રકારના કાયદાનો ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી તે ૧૯૯૨ બેચમાં IPS બન્યા અને મસુરીમાં ટ્રેનીંગ લઈને પછી પહેલી પોસ્ટીંગ તરીકે SDOP નીમચમાં જોઈન્ટ કરી. ADGP સાગરનું માનવું છે કે કરમ જ પૂજા નથી, પરંતુ યોગ્ય કરમ પૂજા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.