કેન્સરનો લંડનમાં ઈલાજ કરાવતા ઇરફાન ખાન સ્પેશ્યલ ત્રમ્બકેશ્વર મંદિરે આવી પૂજા અને હવન કરીને ચૂપચાપ જતા રહ્યા.

મિત્રો, હવે બોલીવુડ એક્ટર ઈરફાન ખાન આપણી વચ્ચે નથી રહ્યા. 29 એપ્રિલ 2020 ના રોજ તે આ દુનિયા છોડીને જતાં રહ્યા છે.

કેન્સરની બીમારી સામે લડી રહેલા બોલીવુડના અભિનેતા ઈરફાન ખાનના સત્ય સનાતનની શરણમાં આવવાના સમાચાર મળી રહ્યા છે. મીડિયા સૂત્રો પાસેથી મળેલા સમાચાર પ્રમાણે લંડનમાં ન્યૂરો ઇંડોક્રાઇન ટ્યુમરનો ઈલાજ કરાવી રહેલા બોલીવુડના કલાકાર ઈરફાન ખાન પાછા ભારત આવ્યા હતા.

આ દરમ્યાન તેમણે નાસિકમાં આવેલા ત્રયંબકેશ્વર શિવ મંદિરમાં પંડિતો સાથે પૂજા અને હવન કર્યો. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે ઈરફાન ખાને પોતાની કેન્સરની બીમારીની મુક્તિ માટે ત્રયંબકેશ્વર મંદિરમાં પૂજા-પાઠ તથા હવન કર્યો હતો. એમણે એની જાણ કોઈને થવા ન દીધી અને પાછા લંડન પહોંચી ગયા.

ઈરફાન ખાન કેટલા દિવસ માટે આવ્યા હતા, એની સંપૂર્ણ જાણકારી મળી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે, કે ફક્ત 2 દિવસની ટ્રીપ હતી, જેમાં એમણે ત્રયંબકેશ્વર મંદિરમાં વિશેષ પૂજા-પાઠ કર્યો, અને ત્યારબાદ ઈરફાન ખાન તરત જ પોતાનો ઈલાજ કરાવવા માટે પાછા લંડન જતા રહ્યા.

રિપોર્ટ અનુસાર ઈરફાન ખાનને હજુ સુધી ડોક્ટરોએ ક્લીન ચિટ આપી નથી. રિપોર્ટ અનુસાર ઈરફાન ખાન માર્ચ સુધીમાં ભારત પાછા આવી શકે છે. ડોક્ટરોને આશા છે કે આવતા વર્ષે માર્ચ સુધીમાં તે ફિલ્મના સેટ પર પાછા પહોંચી શકશે. પરંતુ એના માટે ઈરફાને ડોક્ટરની ગાઈડલાઈન ફોલો કરવી પડશે.

તમને જણાવી દઈએ કે ઈરફાન ખાને આ વર્ષે ટ્વીટ કરીને પોતાની આ બિમારીનો ખુલાશો કર્યો હતો. ઈરફાને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું હતું, કે જીવનમાં અચાનક કંઈક એવું થઈ જાય છે, જે તમને આગળ લઈ જાય છે. મારા જીવનમાં છેલ્લા થોડા દિવસો એવા જ રહ્યા છે. મને ન્યૂરો ઇંડોક્રાઇન ટ્યૂમર નામની બીમારી થઈ છે.