આજે છે બોલીવુડમાં જાણીતા ડાયરેક્ટર, એક સમયે કરતા હતા હિરોઈનના કપડાને ઈસ્ત્રી

બોલીવુડ ફિલ્મોમાં ગોલમાલ અને સિંઘમ એવી ફિલ્મો છે, જેને લોકોએ ઘણી પસંદ કરી અને તેની સાથે જ આ ફિલ્મોના બીજા પાર્ટ્સ પણ બન્યા અને તમામ પાર્ટ્સને પણ લોકોએ ઘણા પસંદ કર્યા. કોમેડી અને એક્શન ફિલ્મોના કિંગ કહેવાતા રોહિત શેટ્ટી બોલીવુડના જાણીતા ડાયરેક્ટર્સ માંથી એક છે. પરંતુ જયારે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં તેમણે પ્રવેશ કર્યો હતો અને પોતાની કેરિયરની શરૂઆત કરી હતી તો તેમના માટે એ બધું ઘણું સરળ ન હતું.

રોહિતનો જન્મ ૧૪ માર્ચ ૧૯૭૩ માં મુંબઈમાં થયો હતો, રોહિતના પિતા એમ. બી. શેટ્ટી હિન્દી અને કન્નડ ફિલ્મોના પ્રસિદ્ધ ફાઈટ માસ્ટર હતા, અને તેમની માં રત્ના શેટ્ટી બોલીવુડમાં ખાસ કરીને જુનિયર કલાકારનું કામ કરી ચુકી છે. રોહિતને ચાર બહેનો છે. જણાવી દઈએ કે તેમના પિતા ગુજરી ગયા પછી આખા ઘરની જવાબદારી રોહિત ઉપર જ આવી ગઈ હતી, તેના માટે તેમણે પોતાના પરિવારને સંભાળવા માટે પોતાનો અભ્યાસ વચ્ચેથી જ છોડી દીધો હતો કેમ કે તેમને ખબર હતી કે હવે તેની ઉપર જ ઘરની તમામ જવાબદારી છે.

રોહિતે જણાવ્યું હતું કે તે આજે જે સ્થાન ઉપર પહોંચ્યા છે, ત્યાં પહોંચવા માટે તેને સખ્ત મહેનત કરવી પડી હતી. ત્યાં સુધી કે તેમણે હિરોઈનોના કપડા પ્રેસ કરવાથી લઇને સ્પોટ બોય સુધી બનવું પડ્યું હતું. પરંતુ રોહિતએ હાર ન માની અને આજે તે જે સ્થાન ઉપર છે તેને દરેક સારી રીતે ઓળખે છે.

રોહિતે એક ઈન્ટરવ્યુંમાં પોતાના જીવનમાં કરવામાં આવેલા સંઘર્ષ વિષે વાત કરતા જણાવ્યું હતું કે, જયારે તેમણે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરુ કર્યુ હતું, ત્યારે તે માત્ર પોતાના પિતાના મૃત્યુ પછી પોતાના ઘરને સંભાળવા માટે પૈસા કમાવા ઇચ્છતા હતા. તેમણે પોતાના અભ્યાસને પણ એટલા માટે છોડી દીધો હતો, કેમ કે તેને ખબર હતી કે તેની કોલેજની ફી અને પુસ્તકો માટે થનારો ખર્ચ ઘણો વધુ છે, અને પિતાના જતા રહેવાથી તેમની માં માટે એ બધું એકલા કરવું ખરેખરમાં ઘણું મુશ્કેલ હતું.

રોહિતે જણાવ્યું, કે તેની પહેલી કમાણી ૩૫ રૂપિયા હતી. પરંતુ રોહિતે ક્યારે પણ હાર ન માની. રોહિતે આગળ જણાવ્યું કે બાળપણથી જ તેને કલાકાર બનવાનો કોઈ વિચાર ન હતો. શરૂઆતથી જ તેનું મન ડાયરેકશનમાં જ હતું એટલા માટે તેમણે તેને પોતાના માટે પસંદ કર્યુ.

રોહિતે જણાવ્યું કે એક સમય હતો જયારે તેઓ તબ્બુની સાડીઓને પ્રેસ કરતા હતા, અને એક સમયે કાજોલના સ્પોટબોય પણ રહી ચુક્યા હતા.

રોહિતએ ખાસ કરીને ૧૭ વર્ષની ઉંમરમાં કુકુ કોહલી સાથે આસીસ્ટન ડાયરેક્ટરનું કામ શરુ કર્યુ હતું, ત્યાર પછી તે એક પછી એક ફિલ્મોમાં કામ કરતા ગયા. વર્ષ ૨૦૦૩ માં રોહિત શેટ્ટીએ ડાયરેક્ટર તરીકે ફિલ્મ ‘ઝમીન’ થી શરુઆત કરી હતી. આ ફિલ્મમાં અજય દેવગન, અભિષેક બચ્ચન, બીશાપા બસુ જેવા કલાકાર જોવા મળ્યા હતા. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર ખાસ કમાલ ન દેખાડી શકી.

ત્યાર પછી વર્ષ ૨૦૦૬ માં રોહિત શેટ્ટીના ડાયરેકશનમાં ફિલ્મ બની ‘ગોલમાલ ફન અનલીમીટેડ.’ અને આ ફિલ્મે બોક્સ ઓફીસ ઉપર ઘણી ધમાલ મચાવી, અને લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી. ત્યાર પછી રોહિત પોતાના ડાયરેકશનના કેરિયરમાં આગળ વધવા લાગ્યા અને એક પછી એક એવી ફિલ્મો બનાવી જે લોકોને ઘણી પસંદ આવી અને બોક્સ ઓફીસ ઉપર પણ સુપરહિટ થઇ.

જણાવી દઈએ કે જલ્દી જ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સીંબા’ રીલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં સારા અલી ખાન અને રણવીર સિંહ જોવા મળવાના છે. જાણવું એ રહેશે કે ફિલ્મ રીલીઝ પછી લોકોને કેટલી પસંદ આવે છે અને બોક્સ ઓફીસ ઉપર કેવી ધમાલ મચાવી શકે છે.