શું સૌથી મોંઘા સ્ટાર બનશે અક્ષય કુમાર? આવતી ફિલ્મમાં ચાર્જ કરશે આટલા કરોડ રૂપિયા, આવી છે ચર્ચા

ગુડ ન્યુઝ દ્વારા દર્શકોને હસાવ્યા પછી બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર જલ્દી જ પડદા પર નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ વર્ષે તે દર્શકોના મનોરંજન માટે સૂર્યવંશી, લક્ષ્મી બૉમ્બ અને પૃથ્વીરાજ જેવી ફિલ્મો લઈને આવવાના છે. બોલીવુડના ખેલાડી કુમાર ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલ સૌથી વધારે કમાણી કરવા વાળા કલાકારોની યાદીમાં ચોથો નંબર મેળવી ચુક્યા છે, અને એવું લાગે છે કે કમાણીની બાબતમાં તે જલ્દી જ એક નવું કીર્તિમાન બનાવવા જઈ રહ્યા છે.

એક રિપોર્ટ અનુસાર અક્ષય કુમાર પોતાની નવી ફિલ્મ માટે લગભગ 120 કરોડ રૂપિયા ફી લેશે. આ ફિલ્મનું નિર્દેશન આનંદ એલ. રાય કરશે. આનંદ આ પહેલા સુપરસ્ટાર શાહરુખ ખાનની ફિલ્મ ઝીરોનું નિર્દેશન કરી ચુક્યા છે. જો કે તે ફિલ્મ બોક્સ ઓફિસ પર કાંઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી, પણ તેનું સારું એવું બજેટ બન્યું હતું. આ ફિલ્મ પછી શાહરુખ ખાન મોટા પર્દા પરથી ગાયબ છે.

અક્ષયની આગલી ફિલ્મમાં તેમની સાથે સારા અલી ખાન હોવાના સમાચાર પણ આવી રહ્યા છે. વાત કરીએ અન્ય સ્ટાર્સની તો આ ફિલ્મમાં અક્ષય સાથે ધનુષ પણ કામ કરતા દેખાઈ શકે છે. સમાચાર અનુસાર ફિલ્મનું નામ હાલમાં તો નક્કી કરવામાં નથી આવ્યું, અને તમામ વસ્તુઓને ફાઇનલ કરવાનું હજી બાકી છે.

કેમ 100 કરોડ ફી ના હકદાર અક્ષય?

એક વેબસાઈટે બોલીવુડના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર જણાવ્યું કે, ‘અક્ષય કુમાર આજના સમયમાં પણ પોતાની એડવાન્સ ફી માટે ઓળખાય છે. તેમનું નામ ન ફક્ત સિનેમાઘરોમાં લોકોને આકર્ષે છે પણ સેટેલાઇટ અને ડિજિટલમાં પણ તેમણે પોતાની ધાક બનાવી છે. અક્ષય અને તેમની ટીમનું એ માનવું છે કે, તે પોતાની એક્ટિંગ અને ગુડવિલને કારણે 100 કરોડ ઉપરની ફી ના હકદાર છે.”

આ ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થવાની છે એવા સમાચાર છે. કારણ કે વર્ષ હમણાં જ શરૂ થયું છે, તો માની શકાય છે કે વર્ષના અંત સુધીમાં આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ જાય.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.