આ છે ઇશા અંબાણીને સુંદર દુલ્હન બનાવવા વાળા મેકઅપ આર્ટીસ્ટ, લાખોમાં લે છે ફી…

આજકાલ લગ્નનું વાતારણ છે અને મોટાભાગે સેલીબ્રેટીઝ લગ્ન જ કરી રહી છે. પહેલા રણવીર-દીપિકા, પછી 2 ડીસેમ્બરના રોજ પ્રિયંકા-નીક અને ૧૨ ડીસેમ્બરના રોજ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ પોતાના દોસ્ત આનંદ પિરામલ સાથે સાત ફેરા લેશે. ઇશા અંબાણી ઉપર આખી દુનિયાની નજર રહેવાની છે, કેમ કે ઇશાના પિતા મુકેશ અંબાણી દુનિયાના પૈસાદાર બિજનેશમેન માંથી એક છે અને ભારતના સૌથી પૈસાદાર માણસ છે.

એટલા માટે દરેક તેની દીકરીના લગ્નને જોવા માગશે. તેવામાં ઈશાને સૌથી સુંદર દેખાવું છે અને ઈશાને છેલ્લા 5 વર્ષથી પોતાના દ્વારા સુંદર બનાવનારા મેકઅપ આર્ટીસ્ટ વરદાન નાયક છે, જેણે ઈશાને સુંદર બ્રાઈડલ બનાવવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. તે છે ઇશા અંબાણીને સુંદર દુલ્હન બનાવનારા આર્ટીસ્ટ, તેની ફી જાણીને તમે દંગ રહી જશો કેમ કે જેટલી તેની ફી છે એટલામાં એક ગરીબ વ્યક્તિ પોતાની દીકરીના આખા લગ્ન કરી દે છે.

આ છે ઇશા અંબાણીને સુંદર દુલ્હન બનાવનારા મેકઅપ આર્ટીસ્ટ :-

વરદાન નાયક છેલ્લા પાંચ વર્ષોથી અંબાણી પરિવારની મહિલાઓને સુંદરતા ભરેલો મેકઅપ આપી રહ્યા છે. તેની પાસે મેકઅપ કરાવવા માટે બોલીવુડની પ્રિયંકા ચોપડા, અનુષ્કા શર્મા, જાહનવી કપૂર અને સુષ્મિતા સેન જેવી મોટી હિરોઈન પણ અપોઈન્ટમેન્ટ લે છે. વરદાન નાયક ન માત્ર મોટા સેલીબ્રીટીઝનું મેકઅપ કરે છે, પરંતુ જો તમે તેની પાસે મેકઅપ કરાવવા માગો છો? તો અપોઈન્ટમેન્ટ લઈને કરાવી શકો છો.

વરદાન નાયક બ્રાઈડલ મેકઅપ માટે ૧ થી ૩ લાખ રૂપિયા વસુલ કરે છે અને અંબાણી પરિવારની માનીતી દીકરીને પ્રી બ્રાઈડલ બ્યુટી ટીપ્સ સાથે સાથે લગ્નની રાત ઘણી સુંદર બનાવવા માટે પાંચ લાખ રૂપિયા ચાર્જ વસુલ કરી રહ્યા છે. વરદાન નાયક પોપુલર મેકઅપ આર્ટીસ્ટ મિક્કી કોન્ટ્રેકટરને આસીસ્ટ કરતા હતા. પરંતુ પછી તેમણે પોતાનું કામ જમાવી લીધું અને આજે ભારતમાં સૌથી ઉત્તમ મેકઅપ આર્ટીસ્ટ છે.

એક ઈન્ટરવ્યુંમાં વરદાન એ દરેક બ્રાઈડલને બ્યુટી ટીપ્સ આપી હતી કે દરેક થનારી દુલ્હનએ પૂરી ઊંઘ લેવી જોઈએ. હેલ્દી ખોરાક લેવો જોઈએ અને દરરોજ સ્કીન મોઈસ્ચરાઈજ કરવું જોઈએ. વરદાનની સિગ્નેચર બ્યુટી લુકની વાત કરીએ તો તે સ્મોકી આઈ મેકઅપમાં એક્સપર્ટ છે એટલા માટે તમે ઈશા અંબાણીની આંખોની સુંદરતાને ઘણું ધ્યાનથી જોયું હશે.

વરદાન નાયકની મેકઅપમાં છે આ વિશેષ વાતો :-

એટલી વધુ ફી લેવા માટે વરદાનને પણ ઘણી મહેનત કરવાની હોય છે. એટલું જ નહિ વરદાન દરેક બોલીવુડ અને બિજનેશમેનના ઘરની લેડીઝના ફેવરીટ છે. વરદાન નાયક રેગ્યુલર મેકઅપ, એચડી મેકઅપ, એયરબ્રશ મેકઅપ, પ્રી વેડિંગ અને રીસેપ્શન મેકઅપ, હેયર સ્ટાઇલિંગ, હેયર એક્સ્ટેશન, આઈ લેશેજ, ડ્રેપીંગ અને નેલ્સમાં એક્સપર્ટ છે. તેના કારણે જ તે દરેક હિરોઈનને તેના ફેસ કટની ગણતરી એ જ અલગ રીતે જ મેકઅપ કરવામાં સફળ થાય છે. જો તમે તેની પાસે મુંબઈ જઈને મેકઅપ કરાવો છો, તો તમારે 50,000 પે કરવાના રહેશે, પરંતુ વરદાન આઉટ ઓફ સ્ટેશન જાય છે, તો તમારે ૧ થી 2 લાખ રૂપિયા ફી પે કરવાની રહેશે.