ઈશા અંબાણીની પાર્ટીમાં સ્ટાઈલિશ લૂકમાં દેખાઈ સાનિયા મિર્ઝા, ફોટામાં દેખાયો ગ્લેમરસ અંદાઝ

રમત જગતમાં ભારતની છાતી ગર્વથી પહોળી કરવા વાળી ટેનીસ ખેલાડી સાનિયા મિર્ઝા પોતાની સુંદરતાથી અભિનેત્રીઓને પાછી પાડતી જોવા મળે છે. સાનિયા મિર્ઝા રમત જગતમાં નંબર વન હોવા સાથે સુંદરતાની દુનિયામાં પણ નંબર વન માનવામાં આવે છે. તેના ફેંસ ન માત્ર તેની રમતના દીવાના હોય છે, પરંતુ તેની સુંદરતાના પણ દીવાના છે.

તે કારણે સાનિયા મિર્ઝાના ઘણા ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા રહે છે, જેમાં તેનો લુક લોકોને દીવાના બનાવી દે તેવો હોય છે. આ કડીમાં તેના થોડા ફોટા ફરીથી એક વખત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યા છે.

ટેનીસની સુપરસ્ટાર કહેવાતી સાનિયા મિર્ઝા હંમેશા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતી રહે છે. ખાસ કરીને સાનિયા મિર્ઝાને ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા મુદ્દાને કારણે પણ ટ્રોલ કરવામાં આવે છે. એટલું જ નહિ, જયારે પણ ભારત અને પાકિસ્તાનની મેચ હોય છે, ત્યારે સાનિયા મિર્ઝા ટ્રોલર્સનો ભોગ બને છે. ખાસ કરીને સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ સાથે લગ્ન કરી લીધા હતા, ત્યારપછીથી જ હંમેશા તે ભારત અને પાકિસ્તાન વચ્ચે પીસાતી જોવા મળે છે, પરંતુ તેની લોકપ્રિયતા ભારતમાં ઓછી થઇ નથી.

ઈશા અંબાણીની પાર્ટીમાં સાનિયા મિર્ઝાનો જાદુ

પોતાની રમતથી લોકોને દીવાના બનાવનારી સાનિયા મિર્ઝા હંમેશા પોતાની સુંદર તસ્વીરોને કારણે પણ ચર્ચામાં આવી જાય છે. હાલમાં જ તે ઈશા અંબાણીની પાર્ટીમાં જોવા મળી હતી, જ્યાંથી તેના થોડા ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યા છે. એટલું જ નહિ આ તસ્વીરોમાં સાનિયા મિર્ઝા ગજબની સુંદર લાગી રહી છે. તેના ચહેરા ઉપર એક અલગ જ ગ્લો જોવા મળી રહ્યો છે. સાનિયા મિર્ઝા હવે એક બાળકની માં પણ બની ચુકી છે, પરંતુ તેને જોઈને એવું નથી લાગતું.

બ્લેક બ્લેજરમાં સ્ટાઇલીશ જોવા મળી સાનિયા મિર્ઝા

ઈશા અંબાણીની પાર્ટીમાં સાનિયા મિર્ઝા ઘણી જ વધુ સુંદર જોવા મળી રહી છે. તે દરમિયાન જો તેના લુકની વાત કરવામાં આવે તો તેણે બ્લેક પેન્ટ સાથે બ્લેક કલરનું બ્લેઝર પહેર્યું છે. જેમાં તે ઘણી જ વધુ સ્ટાઇલીશ લાગી રહી છે. તે ઉપરાંત તેણે મીનમિલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે, ઈશા અંબાણીની પાર્ટીમાં જેવી સાનિયા મિર્ઝાની એન્ટ્રી થઇ, તેવી જ સૌની નજર તેની ઉપર ટકી ગઈ અને પછી તેના સ્ટાઇલીશ લુક ઉપર બધા લોકો ફિદા થઇ ગયા.

લગ્નના ૮ વર્ષ પછી મા બની સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝાએ શોએબ મલિક સાથે વર્ષ ૨૦૧૦માં લગ્ન કર્યા હતા, ત્યારપછી તેણે ૮ વર્ષ પછી એક દીકરાને જન્મ આપ્યો. લગ્ન પછી જ બંનેને હંમેશા ભારત અને પાકિસ્તાનની મેચમાં વચ્ચે ટ્રોલ કરવામાં આવે છે. સાનિયા મિર્ઝાએ પોતાના દીકરાના ફોટા હાલમાં જ મીડિયાને દેખાડ્યા હતા. જેમાં તે ઘણો જ ક્યુટ દેખાઈ રહ્યો હતો. સાનિયા મિર્ઝા પાસે હવે હેપ્પી ફેમીલી થઇ ગયું, જેની સાથે તે ઘણી ખુશ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.