લગ્ન પછી ૪૫૦ કરોડના બંગલામાં રહેશે ઈશા અંબાણી, સ્વર્ગથી પણ સુંદર છે અંદરના દ્રશ્ય, જુવો ફોટા

તમે એ કહેવત તો સાંભળી જ હશે કે ‘મોટા લોકોની મોટી વાતો.’ કાંઈક એવું જ થઇ રહ્યું છે દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના જીવનમાં. તેના લગ્ન લગભગ ૫૦૦ કરોડની ઉપર થયા અને હવે તેના સસરા પાસેથી એક વિશાળ બંગલો મળ્યો છે જેની કિંમત પણ અબજોમાં છે. ઇશા અંબાણીના લગ્ન ૧૨ ડીસેમ્બરના રોજ અંબાણી હાઉસ એન્ટેલીયાથી થયા. જેમાં ફિલ્મ જગત, રમત જગત અને રાજકારણના ઘણા મોટા સેલીબ્રીટી સામાન્ય માણસ બનીને ફરી રહ્યા હતા. કંઈક એવો જ જલસો છે અંબાણી ખાનદાનનો.

અને હવે ઈશા અંબાણી સાથે પીરામલ સરનેમ પણ લગાવશે અને તેની સાથે જ પીરામલની તરફથી તેને આ વિશેષ ભેંટ પણ આપવામાં આવી છે. લગ્ન પછી ૪૫૦ કરોડના બંગલામાં રહેશે ઈશા અંબાણી, તેની ખાસિયત પણ તેની કિંમત જેવી જ ભવ્ય છે.

લગ્ન પછી ૪૫૦ કરોડના બંગલામાં રહેશે ઇશા અંબાણી :

લગભગ ૪૫૦ કરોડના બંગલાનું નામ ‘ગુલીટા’ છે, જેને વર્ષ 2012 માં પીરામલ ગ્રુપ એ હિન્દુસ્તાન યુનીલીવર લીમીટેડ પાસેથી ખરીદ્યું હતું. હવે તેમણે પોતાના દીકરા આનંદ પીરામલ અને વહુ ઈશા અંબાણીના નામ ઉપર કરી દીધો છે. ઈશા વરલીમાં સી ફેસિંગ બંગલામાં રહેવા જઈ રહી છે, જે ૫૦ હજાર ચોરસ ફૂટનો છે. આ બંગલામાં ત્રણ બેસમેંટ છે જેમાં એક પાર્કિંગ માટે અને બીજામાં જરૂરી વ્યવસ્થાઓ આપવામાં આવી છે. ઈશાના આ વિશાળ બંગલાના ફોટા સોશિયલ મીડિયા ઉપર ઘણા વાયરલ થઇ રહ્યા છે. ઘરમાં સુખ સુવિધાની તમામ વસ્તુ રહેલી છે અને તેને લંડનના આર્કિટેક એન્જીનીયર એકારસ્લે ઓકાલેગનએ તૈયાર કર્યો છે.

ઈશાએ જેની સાથે લગ્ન કર્યા છે તેનું નામ આનંદ પીરામલ છે, જે એક બિઝનેસમેન છે અને કોર્પોરેટની દુનિયાના મહાન વ્યક્તિ અજય અને સ્વાતી પીરામલના દીકરા છે. અજય પોતાના પિતાનો બિઝનેસ સંભાળે છે અને આનંદના રીસેપ્શનના દીવસે અજય અને સ્વાતીએ બંગલો તે બન્નેને આપ્યો હતો. આ ઘરને વર્ષ ૨૦૧૨ થી તેમણે રાખ્યું હતું જયારે તેના દીકરા આનંદના લગ્ન થશે ત્યારે તે પોતાની વહુને આ ભેંટ આપશે. કદાચ ત્યારે તેને એ ખબર ન હતી કે તેની વહુ અંબાણી ખાનદાનની એકમાત્ર દીકરી હશે.

ઈશાના પિયર કરતા નાનું છે સાસરિયું છતાં પણ…

ઈશા ભારતના સૌથી પૈસાદાર બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની એકમાત્ર દીકરી છે, અને તેમના મુંબઈમાં આવેલા બંગલા ‘એન્ટીલિયા’ થી ઈશાનું ઘર ૮ ગણું નાનું છે, પરંતુ સુંદરતામાં તેનાથી ઓછું નથી. મુંબઈ મિરર મુજબ આ ઘરમાં ત્રણ બેસમેંટ, ઘણા બધા ડાઈનીંગ રૂમ્સ અને આઉટડોર પુલ છે. અને આ ઘરમાં ઈશા આનંદ એકદમ એકલા રહેશે. તેમના લગ્નમાં પણ ૧૦ કરોડ ડોલર એટલે લગભગ ૭૨૩ કરોડ રૂપિયા ખર્ચ થયો, જેને દુનિયાના સૌથી મોંઘા લગ્નમાંથી એક માનવામાં આવી રહ્યા છે.

લગ્ન પહેલા તેમનું સંગીત ઉદયપુરમાં રાખવામાં આવ્યું હતું જ્યાં તમામ બોલીવુડ સેલીબ્રીટી આવ્યા હતા. તે ઉપરાંત ઈશાની સગાઈ ૨૩ સપ્ટેમ્બરના રોજ ઇટલીના લેક કોમોમાં થઇ હતી જ્યાં દીપિકા અને રણવીરએ સાતફેરા લીધા હતા.