લગ્ન પછી કેટલું બદલાઇ ગયું ઈશા અંબાણીનું જીવન, કહ્યું – આનંદ રોજ કરે છે દિલ ખુશ થઈ જાય એવું કામ

દેશના સૌથી અમીર માણસ મુકેશ અંબાણીની છોકરી ઈશા અંબાણી પોતાના લગ્ન પછી ઘણી બદલાઈ ગઈ છે. લગ્ન પછી ઈશા અંબાણીએ વોગન (Vogue) મેગેઝીન માટે કરેલો કવર ફોટોશુટ વાયરલ થઇ રહ્યો છે. લગ્ન પછી ઈશાને પૂછવામાં આવ્યું કે એમના જીવનમાં કેટલો બદલાવ આવ્યો? તો તેના પર ઈશાએ કહ્યું, અમે કાલે રાત્રે ડીનર કર્યુ. પછી રાત્રે 11 વાગ્યાથી સવારે 3 વાગ્યા સુધી આનંદની ઓફીસમાં એક મીટીંગ હતી. મને નથી લાગતું કે મારા અથવા આનંદના જીવનમાં કાંઈ બદલ્યું છે. આ તબક્કા પર અમારા બન્ને માટે કામ સૌથી પહેલા છે. અમારા પેરેન્ટ્સ પણ આ વાતને સમજે છે. મારા નસીબ સારા નસીબ કહેવાય, કે હું જે પરિવારમાં જન્મી અને જે પરિવારમાં મારા લગ્ન થયા, બન્ને જગ્યાએ દરેક સભ્ય કામની મહત્વપૂર્ણતાને સમજે છે.

ઈશા અંબાણીએ પોતાના વિવાહિત જીવન વિષે પણ ઘણી રસપ્રદ વાતો જણાવી. ઈશાએ કહ્યું કે આનંદ તેમને હંમેશા હસાવતા રહે છે. આનંદનો સેન્સ ઓફ હ્યુમર સારો છે. આનંદને ઇવેન્ટમાં સમાવિષ્ટ થવાથી નફરત છે, જયારે ઈશા સોશિયલ ઈવેન્ટ્સ એન્જોય કરે છે. અમે અમારા લગ્ન જીવનને એન્જોય કરીએ છીએ, પણ આનંદનો મસ્તી કરવાનો આઈડિયા અલગ છે. મારા પિતા લગ્નમાં સ્પીચ આપી રહ્યા હતા, કે તેમણે આનંદને કેમ પસંદ કર્યો. તે આનંદના 10 ગુણો ગણાવી રહ્યા હતા. તે સ્પીચ રમુજી હતી કારણ કે છેલ્લે તેમણે કહ્યું હતું કે તે જ 10 ગુણ તેમનામાં પણ છે. તે સાચું છે કે આનંદ મારા પિતાની યાદ અપાવે છે.

ઈશાએ આગળ પોતાના પિતા વિષે જણાવતા કહ્યું, કે મારા પિતા દિવસ રાત કામ કરતા હતા. તે કેટલાય કલાકો સુધી કામ કરતા હતા, છતાંપણ જયારે અમને જરૂર પડતી, તો તે અમારી સાથે ઉભા રહેતા. મારા પેરેન્ટ્સના લગ્નના 7 વર્ષ પછી હું અને આકાશ જન્મ્યા અને અમે IVF બેબીઝ હતા. જયારે અમે જન્મ્યા તો માં આખો દિવસ અમને જોવા માંગતી હતી. જયારે અમે 5 વર્ષના થયા તો તે ફરીથી કામ કરવા લાગ્યા. ત્યારે પણ તે ‘ટાઈગર મોમ’ જ હતી. જયારે મમ્મી અને મારી વચ્ચે ઝગડો થતો હતો, તો પપ્પા ઝગડાને રોકવા અને સમાધાન કરાવવા આવતા હતા. મારી માં વધારે કડક સ્વભાવ વાળી હતી. જો અમે સ્કુલ બંક કરવા માંગતા હતા તો પપ્પા માની જતા, પણ મમ્મી અમારા અભ્યાસ અને ખાણીપીણીને લઈને સ્ટ્રીક હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.