આવા લોકોથી દૂર રહેવું તમારા માટે ફાયદાકારક છે, જાણો ચાણક્યએ ચાણક્ય નીતિમાં શું કહ્યું છે?

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે શું કરવું તે જણાવ્યું છે, તમે પણ જાણી લો શું કરવું પડશે?

ચાણક્યની ચાણક્ય નીતિ કહે છે કે, વ્યક્તિનું જીવન બીજાનું ભલું કરવા માટે છે. જે લોકો એ વાતને ભૂલીને ખોટા કાર્યો કરવા લાગે છે, તેમને સન્માન પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરવો પડે છે. સન્માન તે લોકોને પ્રાપ્ત થાય છે જે જીવનમાં હંમેશા ઉચ્ચ આદર્શો ઉપર ચાલીને સફળતા પ્રાપ્ત કરે છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે ઉત્તમ કાર્યો કરવા જોઈએ. જે દરરોજ ઉત્તમ કાર્ય કરે છે. તેને જીવનમાં દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

વિદ્વાનોના માનવા મુજબ વ્યક્તિએ જીવનમાં કેટલીક વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. વ્યક્તિએ પોતાના હિતોને લઈને વધુ ગંભીર નહીં રહેવું જોઈએ. બીજાની ચિંતા પણ કરવી જોઈએ, સ્વાર્થ અને લોભને લઈને કોઈ પણ કાર્ય ન કરવા જોઈએ. તેની સાથે જ પોતાના હિત માટે કોઈને પણ દગો ન આપવો જોઈએ.

દગો આપવો પાપ છે, તેનાથી દુર રહેવું જોઈએ :

વિદ્વાનોના મત મુજબ દગો આપવો ઝેર આપવા બરોબર છે. જયારે તમે કોઈને દગો આપો છો તો તેની ભાવના દુભાય છે. કોઈનું અપમાન કરીને સફળતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તે ખોટી રીત છે. જે લોકો આ રસ્તા અપનાવે છે, તેમનું સત્ય લોકો સામે જયારે આવે છે તો મોઢું નીચું કરવાનો સમય આવે છે.

આવા લોકોથી હંમેશા સાવચેત રહેવું જોઈએ :

વિદ્વાનોનું માનીએ તો લોકોની પસંદગીમાં સાવચેતી રાખવી જોઈએ. જે હંમેશા લોભ અને સ્વાર્થ માટે સંબંધો બાંધવા માટે આતુર રહે છે, એવા લોકોથી સાવચેત રહેવું જોઈએ. કેમ કે એવા લોકો માત્ર પોતાના ખાસ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સંબંધોનો ઉપયોગ કરે છે. એવા લોકો ભ્રમની સ્થિતિનું નિર્માણ પણ કરે છે. અને તક મળતા જ દગો આપવાનો પ્રયત્ન કરે છે. એવા લોકોથી સતર્ક રહેવું જોઈએ.

આ માહિતી એબીપીલાઇવ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.