ધનની બાબતમાં સમતોલન બનાવી રાખવું છે જરૂરી, કંજુસાઈ કરવાથી તેમજ આ કામ કરવાથી વધે છે મુશ્કેલીઓ, વાંચવા જેવો છે લેખ

બે ભાઈઓમાં મોટો ભાઈ ખુબ કંજૂસ હતો અને નાનો ભાઈ કરતો હતો આવું કામ, સંતે આ રીતે સમજાવ્યું જીવનમાં સંતુલનનું મહત્વ. પહેલાના સમયની વાત છે. એક વ્યક્તિના બે દીકરા હતા. મોટો દીકરો ઘણો કંજૂસ હતો. તે જરાપણ ખર્ચ કરતો ન હતો. જયારે બીજો દીકરો ઘણો વધારે ખર્ચ કરતો હતો. બંને દીકરાના આવા વિચિત્ર સ્વભાવને કારણે પિતા હંમેશા દુઃખી રહેતા હતા. એક દિવસ તે દુઃખી વ્યક્તિ પોતાના ગુરુ પાસે પહોંચ્યા અને તેમને પોતાની સંપૂર્ણ સમસ્યા જણાવી.

સંતે તે દુઃખી વ્યક્તિને કહ્યું કે, તમે તમારા દીકરાઓને મારી પાસે મોકલજો, હું તેમને સમજાવી દઈશ. બીજા દિવસે પિતાએ બંને દીકરાઓને સંત પાસે મોકલી દીધા.

સંતે તે બંને ભાઈઓને પાસે બેસાડ્યા અને પોતાના હાથની બંને હથેળીઓ બંધ કરીને મુઠ્ઠી બનાવી લીધી. સંતે તેમને પૂછ્યું કે, જો મારા હાથ હંમેશા આ રીતે જ રહે તો કેવું લાગશે? બંને ભાઈઓએ કહ્યું કે, આ તો એવું દેખાઈ રહ્યું છે જાણે કે તમને કોઈ બીમારી થઈ ગઈ છે.

પછી સંતે પોતાની બંને હથેળીઓ ખોલીને પૂછ્યું કે, જો મારા હાથ હંમેશા ખુલ્લા રહેશે તો કેવું લાગશે?

ભાઈઓએ કહ્યું કે, આ સ્થિતિમાં પણ એવું જ લાગશે કે તમને કોઈ બીમારી છે.

પછી સંતે કહ્યું કે એકદમ સાચી વાત છે. મુઠ્ઠી હંમેશા બંધ રાખો કે હથેળીઓ હંમેશા ખુલ્લી રાખો, તે એક બીમારી જેવું જ છે. બસ એજ રીતે જો તમે હંમેશા કંજૂસાઈ કરશો, ઘન હોવા છતાં પણ મુઠ્ઠી બંધ રાખશો તો ગરીબ જ રહેશો.

જો તમે હથેળીઓને હંમેશા ખુલ્લી રાખશો એટલે કે ખોટી રીતે પૈસા ખર્ચ કરતા રહેશો, તો ધન ખતમ થઈ જશે અને તમે ગરીબ થઈ જશો. એટલા માટે જીવનમાં સંતુલન બનાવી રાખવું જોઈએ. જ્યાં, જરૂર હોય ત્યાં ખર્ચ કરો અને જ્યાં જરૂર ન હોય ત્યાં ધન ખર્ચ ન કરો. ઘનની બાબતમાં સંતુલન જરૂર બનાવો. ત્યારે જ જીવન સુખી રહી શકે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.