તે 8 મંદિર જ્યાં થાય છે સાપોની પૂજા-અર્ચના, અને તે માત્ર ભારતમાં જ હોઈ શકે છે.

ભારતમાં આ મંદિરોમાં કરવામાં આવે છે સાપની પૂજા, અલગ અલગ રૂપોમાં ભક્તો કરે છે તેમની પૂજા.

ભારતના ખૂણે ખૂણામાં ઘણા દેવી દેવતાઓના મંદિર છે. ભારત એક એવો દેશ છે જ્યાં જાનવરોને સમર્પિત મંદિર પણ બનાવવામાં આવ્યા છે. તેમને સન્માન આપવા માટે આ મંદિરો બનાવવામાં આવ્યા છે. સર્પ એટલે કે સાપને પણ હિંદુ શાસ્ત્રોમાં પૂજનીય જણાવવામાં આવ્યા છે. સાપોનેમા રવા પાપ માનવામાં આવે છે. ભારતમાં સર્પોને સમર્પિત ઘણા મંદિર છે, અને આજે અમે તમને એમાંથી કેટલાક મંદિરો વિષે જણાવીશું.

(1) મન્નારસલા મંદિર, કેરળ (Mannarsala Temple, Kerala) : આ મંદિર 3000 વર્ષ જુનું મંદિર છે. આ મંદિર સર્પોના દેવતા નાગરાજને સમર્પિત છે. આ મંદિરમાં અને મંદિરના રસ્તામાં સર્પોની 30000 થી વધુ મૂર્તિઓ છે. નવપરણિત અને સંતાન પ્રાપ્ત કરવા વાળા દંપતી આ મંદિરના દર્શન કરવા આવે છે.

(2) અગસનાહલ્લી નાગપ્પા, કર્નાટક (Agasanahalli Nagappa Temple) : અગસનાહલ્લી નાગપ્પા, કર્નાટકના દાવણગેરેમાં આવેલું મંદિર છે. આ મંદિર સાથે જોડાયેલા ઘણા રહસ્ય છે. ઋષિ અગસ્ત્યએ અહિયાં તપસ્યા કરી હતી એટલા માટે આ સ્થળનું નામ અગસનાહલ્લી છે. કહેવાય છે કે, ભગવાન નરસિંહસ્વામી અહિયાં ભગવાન સુબ્રમણ્યના રૂપમાં છે. અહિયાંની એક બીજી વિશેષ વાત એ છે કે અહિયાં દેવતા કીડીઓના પહાડોના રૂપમાં છે. કેટલાક લોકોનું કહેવું છે કે, તેમને અહિયાં સોનાનો સાપ જોવા મળ્યો છે.

(3) કુક્કે શ્રી સુબ્રમણ્યા મંદિર, કર્નાટક (Kukke Sri Subramanya Temple) : કર્ણાટકના કુક્કે શ્રી સુબ્રમણ્યા મંદિરમાં ભગવાન મુરુગન કે કાર્તિકેયની સુબ્રમણ્ય દેવના રુપમાં પૂજા થાય છે. સુબ્રમણ્યને સાપોના વડા કહેવામાં આવે છે. સર્પ દોષ નિવારણ માટે ભક્ત અહિયાં આવે છે.

(4) નાગપટ્ટીનમ મંદિર, તમિલનાડુ (Nagapattinam Temple) : નાગપટ્ટીનમનો તમિલમાં અર્થ થાય છે સાપોનો દેશ. કહેવાય છે કે સતયુગમાં આદીશેષ (આદીશેષને શેષનાગ પણ કહે છે) એ અહિયાં ભગવાન વિષ્ણુની તપસ્યા કરી અને ત્યારે વિષ્ણુએ આદિ શેષને તેમની શૈયા બનવાનું વરદાન આપ્યું.

(5) તિરુનાગેશ્વર મંદિર, તમિલનાડુ (Tirunageshwar Temple, Tamil Nadu) : તિરુનાગેશ્વર મંદિરમાં મહાદેવની પૂજા નાગેશ્વર રૂપમાં થાય છે. કહેવાય છે કે આદિ શેષ, દક્ષણ અને કારકોટાકને અહિયાં મહાદેવની પૂજા કરી હતી. અહિયાં રાહુનું પણ મંદિર છે.

(6) નાગરકોઈલ નાગરાજ મંદિર, તમિલનાડુ (Nagarcoil Nagarajan Temple, Tamil Nadu) : નાગરકોઈલ નાગરાજ મંદિરમાં વાસુકીની પૂજા થાય છે. આ સર્પ અને ભગવાન કૃષ્ણને સ્થાનિક લોકો ઘણા માને છે.

(7) ભુગંજ નાગ મંદિર, ગુજરાત (Bhujang Naga Temple) : ભુજીયા કિલ્લો ગુજરાતના ભુજમાં આવેલો છે. અને અહીં છે ભુજંગ નાગ મંદિર. આ મંદિર નાગોના અંતિમ વંશનો, ભુજંગનો કિલ્લો હતો. કહેવાય છે કે તે નાગ વંશ યુ ધમાં સમાપ્ત થઇ ગયો. આ વંશની સ્મૃતિમાં સ્થાનિક રહેવાસીઓએ મંદિરનું નિર્માણ કર્યું. નાગ પંચમીના દિવસે દર વર્ષે અહિયાં મેળો ભરાય છે.

(8) શેષનાગ તળાવ, કાશ્મીર (Sheshnag Lake) : કાશ્મીર ઘાટીના ઘણા પવિત્ર સ્થાનો માંથી એક છે શેષનાગ તળાવ. કહેવાય છે કે શેષનાગે પોતે આ તળાવ બનાવરાવ્યું હતું, અને લોકોનું માનવું છે કે શેષનાગ હજુ પણ અહિયાં વાસ કરે છે. અમરનાથ પ્રવાસ દરમિયાન ભક્ત આ તળાવના દર્શન કરવા પણ આવે છે.

સાપ પૃથ્વીમાં Eco-balance બનાવી રાખવા માટે ઘણા જરૂરી છે. અમારી તમને વિનંતી છે કે, તમે તેને પૂજો કે ન પૂજો પણ કારણ વગર નુકશાન ન પહોંચાડો.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.