હિંદુ ધર્મનો તે સૌથી મુશ્કેલ સવાલ, જેનો જવાબ 8 પેઢીઓ પણ આપી શકી નહિ? શું હતો સવાલ…

આ છે હિંદુ ધર્મનો તે સૌથી મુશ્કેલ સવાલ, જેનો જવાબ 8 પેઢીઓ પણ ન આપી શકી, જાણો તેના વિષે. યશ માણસની મહેનત અને ધગશને જાય છે. પરંતુ સત્ય તો એ છે કે જો માણસ સમસ્યાઓને જ નથી ઓળખી શકતા તો ઉકેલ કેવી રીતે કાઢી શકે?

માણસના મગજમાં એવા જ કાંઈને કાંઈ પ્રશ્ન ચાલતા રહે છે, જેનો જવાબ જયારે માણસ શોધી લે છે, તો તેને સફળ માણસ માનવામાં આવે છે.

આખા વિશ્વમાં પ્રશ્ન અને જવાબની પરંપરા તો હંમેશાથી જ ચાલતો આવી રહી છે અને ચાલતી રહેશે. પરંતુ ક્યારે ક્યારે એવું બને છે. જયારે કોઈ આપણેને એવા પ્રશ્ન પૂછી લે છે, જેનો જવાબ આપી શકવો આપણા માટે ઘણો મુશ્કેલ હોય છે કે તે પ્રશ્નનો જવાબ શોધવામાં આપણેને ઘણો સમય લાગી જાય છે.

પરંતુ શું તમે જાણો છો કે એવો જ એક પ્રશ્ન હતો. જેનો જવાબ આપવા માટે આઠ પેઢીઓ લાગી ગઈ હતી. તો આવો જાણીએ એ પ્રશ્ન વિષે :

શું છે પ્રશ્નની કહાની?

પ્રાચીન ભારતમાં દાર્શનિક અને ધાર્મિક વાદ-વિવાદ, ચર્ચા કે વાતચીત સશાસ્ત્ર ગણાતી હતી. વૈદિક કાળમાં જ્ઞાન પોતાની ચરમસીમા ઉપર હતું. એટલા માટે સશાસ્ત્ર કરાવવામાં આવતું હતું કેમ કે સશાસ્ત્ર જ્ઞાનવૃદ્ધી માટે કરવામાં આવતું હતું.

આ કહાની છે આદી પુરાણની જેમાં એક આશ્રમમાં એક વિદ્વાન ઋષિ કછીવાન રહેતા હતા. જેને જુદા જુદા પ્રકારના શાસ્ત્રો અને પુરાણોનું અત્યંત જ્ઞાન હતું. એક દિવસ ઋષિ કછીવાન પોતાની જેવા વિદ્વાન ઋષિ પ્રિયમેઘને મળવા તેના આશ્રમ આવ્યા.

જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઋષિ કછીવાન અને ઋષિ પ્રિયમેઘ એક બીજા સાથે સશાસ્ત્ર કરવા લાગ્યા અને તેવામાં સશાસ્ત્ર કરતા કરતા ઋષિ કછીવાને પ્રિયમેઘને એક કોયડો પૂછી કે, “એવી કઈ વસ્તુ છે, જેને જો સળગાવી દેવામાં આવે, તો તેનાથી જરાપણ પ્રકાશ ન થાય?” ઋષિ પ્રિયમેઘ ઘણું વિચાર્યા પછી પણ તે કોયડાનો ઉત્તર આપવામાં અસમર્થ રહ્યા. તે જે વસ્તુ વિષે પણ વિચારતા તો તેને લાગતું કે થોડો પણ ભલે પરંતુ આ વસ્તુથી પ્રકાશ જરૂર નીકળશે.

ઉત્તર શોધવાની આ અથાગ પ્રયાસમાં તેની ઉંમર પસાર થઇ ગઈ. જયારે ઋષિ પ્રિયમેઘ પોતાના જીવનના છેલ્લા પડાવ ઉપર હતા, ત્યારે તેમણે ઋષિ કછીવાનને સંદેશ મોકલ્યો કે હું તમારા પ્રશ્નનો જવાબ શોધવામાં નિષ્ફળ રહ્યો છું. પરંતુ મને વિશ્વાસ છે કે મારા વંશમાં એક એવો વિદ્વાન જરૂર જન્મ લેશે. જે તમારા આ પ્રશ્નનો ઉત્તર જરૂર આપશે.

પ્રિયમેઘના મૃત્યુ પછી આ પ્રશ્નનો ઉત્તર શોધવાની જવાબદારી તેના પુત્રએ ઉપાડી, પરંતુ તે પણ આ પ્રશ્નનો ઉત્તર શોધવામાં નિષ્ફળ રહ્યો અને તેનું પણ મૃત્યુ થઇ ગયું. એમ કરતા કરતા પ્રિયમેઘની એક એક કરીને આઠ પેઢીઓ આવી પણ આ પ્રશ્નનો ઉત્તર શોધવામાં નિષ્ફળ રહી.

આઠ પેઢીઓ સ્વર્ગ પહોચી ગઈ હતી :-

ઋષિ કછીવાન પોતાના પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે જીવતા રહ્યા. અને પ્રિયમેઘની એક એક કરીને આઠ પેઢીઓ સ્વર્ગ પહોચી ચુકી હતી. ઋષિ કછીવાન પોતાની પાસે નોળિયાના ચામડાની બનેલી એક પોટલી રાખતા હતા. જેમાં ચોખાના થોડા દાણા હતા અને તે દરવર્ષે તેમાંથી એક દાણો કાઢીને ફેંકી દેતા હતા. જ્યાં સુધી આ પોટલીમાં ચોખાના એક એક દાણો હતો ત્યાં સુધી ઋષિ કછીવાનને જીવન પ્રાપ્ત થતું.

સાકમસૌ :-

ઋષિ પ્રિયમેઘની નવમી પેઢીમાં એક વિદ્વાન બાળકનો જન્મ થયો, જેનું નામ સાકમસૌ હતું. સાકમસૌ બાળપણથી જ બુદ્ધિશાળી હતો અને દરેક સશાસ્ત્રમાં વિજયી થતો હતો.

પરંતુ સાકમસૌને એક જ ચિંતા સતાવતી રહેતી હતી કે પેઢીઓથી ચાલતા આવતા આ એક પ્રશ્નનો ઉત્તર શોધવાની ચિંતા. તે ચિંતામાં એક દિવસ સાકમસૌને સામવેદનો એક શ્લોક યાદ આવ્યો. જયારે તેણે આ શ્લોકને એક નિર્ધારિત સ્વરમાં ગાવાનું શરુ કર્યું. તો તેને એ પ્રશ્નનો જવાબ મળી ગયો.

સાકમસૌનો ઉત્તર :-

જયારે સાકમસૌ તે પ્રશ્નનો ઉત્તર આપવા માટે ઋષિ કછીવાન પાસે ગયો તો ઋષિ સમજી ગયા. આજે તેને તેના એ પ્રશ્નનો ઉત્તર મળી જશે એટલા માટે તેમણે પોતાના એક શિષ્યને બોલાવીને પોતાની ચોખા વાળી પોટલીને ફેંકવાનો આદેશ આપ્યો.

પ્રશ્નનો ઉત્તર આપતી વખતે સાકમસૌ કહે છે કે જે વ્યક્તિ રૂગ્દેવની રુચા ગાય છે, સામદેવને સામ નહિ તેનું ગાયન અગ્નિ સમાન હોય છે, જેમાં કોઈ પ્રકાશ નથી હોતો. પરંતુ જે વ્યક્તિ રૂગ્દેવને રુચા સાથે સામદેવના સામ પણ ગાય છે તેનું ગાયન તે અગ્નિ જેવું હોય છે, જેનાથી પ્રકાશ પણ ઉત્પન્ન થાય છે.

સાકમસૌનો ઉત્તર સાંભળીને ઋષિ કછીવાન ખુશ થયા અને તેને આશીર્વાદ આપ્યા. તેવી રીતે પ્રિયમેઘની આઠ પેઢીઓ પછી આ પ્રશ્નનો ઉત્તર સાકમસૌએ પોતાના પૂર્વજોનું કલંક પણ સાફ કરી દીધું.

આ માહિતી વિજ્ઞાનમ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.