અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપ 24-25 ફેબ્રુઆરીએ ભારત આવ્યા હતા. ટ્રંપ સાથે અમેરિકી પ્રતિનિધિમંડળમાં તેમની પત્ની મેલાનિયા, દીકરી ઇવાંકા અને જમાઈ જૈરેડ કશનર પણ આવ્યા હતા. ભારતના પ્રવાસ દરમિયાન ઇવાંકા ટ્રંપે ખુશી જાહેર કરતા અમુક ફોટા શેયર કર્યા હતા. ઇવાંકાએ ભારત પ્રવાસના પોતાના ફોટા શેયર કરતા આભાર માન્યો હતો. ઇવાંકાના આ ફોટા વાયરલ પણ થયા.
હવે ઇવાંકાના અમુક ફોટોશોપ કરેલા ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરવામાં આવી રહ્યા છે.
આમાં ઇવાંકાના ફોટા સાથે છેડછાડ કરીને તેને સોશિયલ મીડિયામાં શેયર કરવામાં આવી રહ્યા છે.
ફોટામાં ઇવાંકા ટ્રંપના ડ્રેસની પણ મજાક ઉડાવવામાં આવી છે.
ઇવાંકાના તાજમહેલ વાળા ફોટાને ફોટોશોપ કરી આ રીતે પણ શેયર કરવામાં આવી રહ્યા છે.
આ ફોટોશોપ કરેલા ફોટામાં ઇવાંકાના પતિ જૈરેડના ચહેરાની જગ્યાએ રાજદ નેતા તેજ પ્રતાપ યાદવનો ચહેરો લગાવી દેવામાં આવ્યો છે.
આ ફોટોશોપ કરેલા ફોટાને જોઈને લોકો મજા લેતા લખી રહ્યા છે કે, જો આ ફોટાને એમરિકા જોઈ લેશે તો ત્રીજું વિશ્વયુદ્ધ થઈ જશે.
તેમજ ઇવાંકાના ફોટોશોપ કરેલા ફોટા પર અમુક અન્ય યુઝર્સ લખી રહ્યા છે કે, ના આના ઇસ દેશ લાડો.
આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.