ઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.

ઈંગ્લેન્ડમાં એક માણસને કોટનની બડ્સથી કાન સાફ કરવાના કારણે ખતરનાક ઇન્ફેક્શન થઈ ગયું. જેના કારણે વ્યક્તિ અચાનક જ બેહોશ થઈને પડી ગયો. હોસ્પિટલ લઇ ગયા ત્યારે ખબર પડી કે તેના કાનમાં રુનો ટુકડો ફસાયેલો છે. જેના કારણે તેના માથામાં નેક્રોટાઇજિંગ ઓટીટીસ એક્સ્ટર્ના નામનું ઇન્ફેક્શન થઈ ગયું છે.

દર્દીઓને છેલ્લા પાંચ વર્ષથી સાંભળવામાં અને માથાનો દુ:ખાવો અને કાનમાં પીડા જેવી સમસ્યાઓ થાય છે. દર્દીઓને સરખા થવામાં લગભગ 10 અઠવાડિયા લાગ્યાં. ડોક્ટરોએ કહ્યું કે રૂનો ટુકડો કાન સાફ કરવા દરમિયાન ફસાઈ ગયો હતો. ઇન્ફેક્શન વધ્યું તો તેનું મૃત્યુ પણ થઇ શકતું હતું.

લોકોના નામ ભૂલી જાય છે. :-

હોસ્પિટલમાં લઇ જયા પછી દર્દીનું સિટી સ્કેન કરવામાં આવ્યું. જેમાં તેના માથામાં નાના નાના ફોડા હતા. કાન – નાકના વિશેષજ્ઞ ડૉક્ટર એલેક્ઝાન્ડર ચાર્લટન જણાવે છે, દર્દીના કાનમાં રૂનો ટુકડો ફસાયા હોવાના કારણે તેને નેક્રોટીઇઝિંગ ઓટીટીસ એક્સ્ટર્ના ઇન્ફેક્શન થઈ ગયું હતું. જેનાથી તેને 5 વર્ષોથી ડાબા કાનમાં પીડા અને સાંભળવામાં મુશ્કેલી થઇ રહી હતી.

દર્દીએ પછીથી કહ્યું :- પાછલા લાંબા સમયથી તે નામ પણ ભૂલી રહ્યો હતો. બાકી તેને કોઈ અન્ય માનસિક સમસ્યા નહોતી. નાની એવી સર્જરી દ્વારા રૂના ટુકડાઓ બહાર કાઢવામાં આવ્યા અને ગંદકી પણ સાફ કરવામાં આવી. દર્દને એન્ટિબાયોટિક દવાઓ આપવામાં આવી. 6 દિવસ પછી સિટી સ્કેનમાં ખબર પડી કે માથાના ફોડા તૂટી ગયા છે. તેને પૂર્ણ રીતે સરખા થવામાં લગભગ 10 અઠવાડિયા લાગ્યા.

રૂ ની સડીનો ન ઉપયોગ કરો :-

ડૉક્ટરએ કહ્યું :- કાન સાફ કરવા માટે રૂ ની સડીઓનો ઉપયોગ કરવો જોઈએ નહી. કાનમાં રુની સડી નાખીને કાન અને તેની નલિકાને નુકશાન થાય છે, અને આખી જિંદગી પસ્તાવું પડી શકે છે. રૂનો ટુકડો કાનમાં ફસાઈ જવાથી ઈન્ફેક્શન થઇ શકે છે. કાનને સાફ કરવા માટે ક્યારેય પણ આંગળીઓ, રૂ ની સડીઓનો ઉપયોગ કરવો જોઈએ નહી.

કેવી રીતે તમારા કાન સાફ કરશો :-

તમારા કાનને સાફ કરવા માટે olive oil (ઓલિવ તેલ) નો ઉપયોગ કરો.

ગંદકીને સાફ કરવા માટે જૈતુનનું તેલ અથવા બદામના તેલના બે ટીપાને કાનમાં નાખો.

આવા લોકો તમારા આસપાસ હોય જે આ રીતે કાન સાફ કરતા હોય અને કોઈ પણ વસ્તુ કાનમાં ઠોસતા હોય તે વ્યક્તિ સુધી આ પહોચાડવા ખાસ શેયર કરશો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.