ચહેરાને ક્યારેય ઘરડો નહી થવા દે, આ પાંદડાનો આવી રીતે કરો ઉપયોગ, જાણી લો સરળ ઉપચાર

આમ તો એક કહેવત તો સાંભળી જ હશે કે કેરી કે કેરીની ગોટલીની કિંમત સરખી તેવી રીતે તમે જામફળ વિષે કહી શકો છો કે કેમ કે જામફળના તો ફાયદા છે જ પણ જામફળ ના પાંદડા જામફળ થી પણ વધુ ફાયદાકારક છે. જી હા, તમે બરોબર સમજ્યા. જામફળના પાંદડાના ઘણા લાભ છે જેના વિષે આપણને ખબર પણ નથી. તે તમારી ઘણી બીમારીઓ માં આરામ આપી શકે છે. તેમાં એવા ચમત્કારિક ગુણ છે જે તમારી ઘણી બીમારીઓ ને એક પળ માં દુર કરી શકે છે. ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય ની જાળવણી માટે જામફળના તાજા પાંદડા નો રસ કે પછી તેમાંથી બનાવેલી ચા ખુબ ફાયદાકારક હોય છે. વજન ઘટાડવાનું હોય, ગઠીયા ના દુખાવાએ હેરાન કરી મુક્યા હોય કે પછી પેટ બરોબર ન રહેતું હોય તો તમે જામફળ ના પાંદડાના રસનો ઉપયોગ કરી શકો છો.

આજની આ પોસ્ટમાં અમે તમારા માટે ખુબ જ કમાલની જાણકારી લઈને આવ્યા છીએ. તમે બધા લોકોએ જામફળ તો જરૂર ખાધા હશે પણ શું ક્યારેય તમે જામફળના પાંદડા પણ ખાધા છે? જો નથી ખાધા તો ખાવાનું શરુ કરી દો કેમ કે તેનાથી તમને ઘણા બધા આયુર્વેદિક ફાયદા મળવાના છે. આવો અમે તમને જણાવીએ કે જામફળ ના પાંદડા કેવી રીતે ખાવા અને કેવી રીતે ચહેરા ઉપર લગાવવા.

જામફળના પાંદડા શરીર અને ચહેરાને યુવાન બનાવે :

જામફળના બે પાંદડા લો અને તેને સારી રીતે ઝીણા વાટી લો, વાટી લીધા પછી આ પેસ્ટને તમારા ચહેરા ઉપર અડધો કલાક માટે લગાવીને રાખવાનું છે. અને અડધા કલાક પછી તેને હુફાળા પાણીથી તમારા ચહેરાને સારી રીતે ધોઈ લેવાનો છે. તેની સાથે સાથે તમારે જામફળ ના બે પાંદડાને ચાવીને ખાવા પણ પડશે આમ કરવાથી થોડા જ દિવસોમાં તમારા ચહેરા ની ત્વચા ચમકદાર અને રોગમુક્ત થઇ જશે. કેમ કે જામફળ ના પાંદડામાં એન્ટીબાયોટીક ગુણ હોય છે જે તમારા શરીરમાં થતી એલર્જી થી તમે બચાવ કરી શકો છો. જો તમે આમ સતત કરો છો તો તેનાથી તમારા ચહેરા ઉપર કરચલીઓ નહી પડે અને તમારા ચહેરા ની ત્વચા હમેશા યુવાન રહેશે.

જામફળ ના પાંદડાના ૨૦ બીજા ફાયદા :

મોટાપો : જામફળ ના પાંદડા જટિલ સ્ટાર્ચ ને શુગરમાં ફેરવવા ની પ્રક્રિયાને અટકાવે છે જેના દ્વારા શરીરના વજનને ઘટાડવામાં મદદ મળે છે.

ગઠીયા રોગ : જામફળ ના પાંદડાને પીસીને, લુગદી બનાવીને તેને ગરમ કરીને લગાવવાથી ગઠીયા નો સોજો દુર થઇ જાય છે.

જુના ઝાળા : જામફળના કુણા પાંદડા ઉકાળીને પીવાથી જુનાઝાળા નો રોગ ઠીક થઇ જાય છે. ઝાળા ની આંકડી આવતી રહે, આંતરડા માં સોજો આવી જાય, ઘાવ થઇ જાય તો ૨-૩ મહિના સતત ૨૫૦ ગ્રામ જામફળ રોજ ખાવાથી ઝાળા માં લાભ થાય છે. જામફળમાં ટોનિક એસીડ રહે છે, જેનું મુખ્ય કામ ઘાવ ભરવાનું છે. તેનાથી આતરડા ના ઘાવ ભરાઈને આંતરડા સ્વસ્થ થઇ જાય છે.

વામીટ કે ઉલટી :જામફળના પાંદડાને ૧૦ મી.લી. રાબ પીવરાવવાથી વામીટ કે ઉલટી બંધ થઇ જાય છે.

નબળાઈ : જામફળના પાંદડાને વાટીને તનો રસ કાઢીને તેમાં સ્વાદ મુજબ ખાંડ ભેળવીને રોજ પીવાથી પુરુષોની નબળાઈ માં ફાયદો થાય છે.

શ્વેત પ્રદર : જામફળના તાજા પાંદડા નો રસ ૧૦ થી ૨૦ મી.લી. સુધી નિયમિત સવાર સાંજ પીવાથી શ્વેત પ્રદર નામની બીમારીમાં મોટા પ્રમાણમાં ફાયદો મળે છે.

કોલેસ્ટ્રોલ ઓછું કરે : જામફળના પાંદડા નું જ્યુસ લીવરમાંથી કચરો કાઢવામાં મદદ કરે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે.

ડાયરિયા મટાડે : તે પેટની ઘણી બીમારીઓને ઠીક કરવામાં અસરકારક છે. એક કપ ઉકળતા પાણીમાં જામફળના પાંદડા નાખીને ઉકાળો અને પછી તેની પાણી ગાળીને પી લો.

પાચનતંત્ર : જામફળના પાંદડા કે પછી તેના તૈયાર કરેલ જ્યુસ પી ને તમે પાચનતંત્ર ને ઠીક કરી શકો છો. તેનાથી ફૂડ પોયઝનીંગ માં પણ ઘણી રાહત મળે છે.

દાંતની તકલીફ માટે : દાંતનો દુખાવો, ગળામાં દુખાવો, પેઢાની બીમારી વગેરે જામફળના પાંદડાના રસથી દુર થઇ જાય છે. તમે પાંદડાને વાટીને પેસ્ટ બનાવીને પેઢા કે દાંત ઉપર રાખી શકો છો.

ડેંગુ તાવ : ડેંગુ તાવ માં જામફળના પાંદડાનો રસ પીવો. તે તાવના સંક્રમણ ને દુર કરી શકે છે. તે આ વાયરસને દુર કરે છે જેનાથી એલર્જી ઉત્પન થાય છે.

મોઢાના છાલા : જામફળના પાંદડા ઉપર કાથો લગાવીને ચાવો. માત્ર જામફળના પાંદડા ચાવવાથી પણ છાલા ઠીક થઇ જાય છે.

ખીલ મટાડે : આ એક એન્ટીસેપ્ટિક પાંદડા હોય છે જેથી બેક્ટેરિયા ને મારી શકે છે. તેના માટે તાજા પાંદડા ને વાટીને ડાઘ ધબ્બા સાથે ખીલ માં આવું રોજ કરવું સારું રહેશે.

મસ્તિક વિકાર : જામફળ ના પાંદડાને કાપીને મસ્તિક વિકાર, વૃક્ક પ્રવાહ અને શારીરિક અને માનસિક વિકારોમાં ઉપયોગ કરવામાં આવે છે.

વાળને વધારે : આ પાંદડામાં વધુ પ્રમાણમાં પોષણ અને એન્ટીઓક્સીડેંટ હોય છે જેનાથી વાળના ગ્રોથને વધારે છે.

મધુમેહ : એક શોધ મુજબ જામફળના પાંદડા એલ્ફા-ગ્લુકોસાડીસ એન્જાઈમ ની ક્રિયા દ્વારા લોહી શુગરને ઓછું કરે છે. બીજી તરફ સુક્રોજ અને લેકટોજ ને સોષવા થી શરીરને અટકાવે છે જેના લીધે શુગરનું તંત્ર નિયંત્રિત રહે છે.

આક્ષેપરોગ : જામફળના પાંદડાના રસ કે ટીંચર ને બાળકોની રીડ ના હાડકા ઉપર માલીશ કરવાથી આક્ષેપરોગ દુર થઇ જાય છે.

ખંજવાળ : જામફળના પાંદડામાં એલર્જી અવરોધક ગુણ મળી આવે છે. એલર્જી ઘણી બધી બીજી ખંજવાળ નું મુખ્ય કારણ છે. એટલે કે એલર્જી ઓછી કરવાથી ખંજવાળ પોતાની જાતે જ ઓછી થઇ જાય છે.

માથામાં દુખાવો : અડધા માથામાં દુખાવો થાય તો સૂર્યોદય પહેલા જ કાચા તાજા જામફળ લઈને પથ્થર ઉપર ઘસીને લેપ બનાવો અને માથા ઉપર લગાવો. થોડા દિવસો સુધી નિયમિત પ્રયોગ કરવાથી સમ્પૂર્ણ ફાયદો થાય છે.