ગર્ભમાં કેવી રીતે થાય છે બાળકનો વિકાસ !!
ગર્ભમાં શિશુનો વિકાસ એક અનોખી પ્રક્રિયા છે. દરેક માં-બાપને એ ઉત્સુકતા થાય છે, કે ગર્ભમાં ઉછરી રહેલ શિશુ અત્યારે શું કરી રહેલ છે. જાગી રહેલ છે, સુતો છે, અંગુઠો ચૂસી રહેલ છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પહેલાથી નવમાં મહિના સુધી શિશુ કેવી રીતે પોતાની માતાના ગર્ભમાં વિકાસ કરે છે.
પહેલાથી નવમાં મહિના સુધી શિશુનો વિકાસ :
પહેલો મહિનો :
૧. શિશુ એક પાણી ભરેલી થેલીમાં હોય છે.
૨. તેની લંબાઈ માત્ર ૦.૬ સે.મી. હોય છે.
૩. શિશુની લંબાઈ અને વજનમાં ઝડપથી વધારો થાય છે.
બીજો મહિનો :
૧. શ્રવણ અને દ્રષ્ટિ ઈન્દ્રીઓ વિકસવા લાગે છે. પાપણ બંધ રહે છે.
૨. ચહેરાના આકાર બનવા લાગે છે.
૩. મગજનો વિકાસ થવા લાગે છે.
૪. નાભીનાળ બને છે.
૫. હાથ પગની આંગળીઓ અને નખ બનવા લાગે છે.
૬. અમાશય, યકૃત, કીડનીનો વિકાસ થાય છે.
૭. શિશુની લંબાઈ લગભગ ૩ સે.મી. અને વજન ૧ ગ્રામ હોય છે.
૮. ગર્ભાશય પેટમાં મુલાયમ ગાંઠ જેવો અનુભવ થાય છે.
ત્રીજો મહિનો :
૧. આકાર ઘણો નાનો હોવાથી શિશુના હલન ચલનનો અનુભવ નથી કરી શકાતો.
૨. આંખ બની ગયેલ હોય છે, પણ પાપણ હજુ બંધ હોય છે.
૩. બાજુ, હાથ, આંગળીઓ, પગ, પંજા અને પગની આંગળીઓ અને નખ આ મહિનામાં વિકસિત થાય છે.
૪. શિશુના વોકલ કાર્ડ્સ બની ગયેલ હોય છે. શિશુ માથા ઉપર ઉઠી શકે છે.
૫. જો ગર્ભાશયની અંદર જોવામાં આવે તો બહારના શરીરના અંગો બનતા જોઈ શકાય છે.
ચોથો મહિનો :
૧. શિશુની લંબાઈ અને વજનમાં ઝડપથી વધારો થાય છે.
૨. વાળ આવવા લાગે છે અને માથા ઉપર વાળ દેખાવા લાગે છે.
૩. ભોહે અને પાપણના વાળ આવવા લાગે છે.
૪. ચામડી ચરબીયુક્ત થવા લાગે છે.
પાંચમો મહિનો :
૧. શિશુ થોડો સમય ગતિશીલ રહે છે તો થોડો સમય શાંત.
૨. એક સફેદ ચીકણો સ્ત્રાવ શિશુની ત્વચાની એગ્મીઓટિક પાણીથી રક્ષણ કરે છે.
૩. તેની ત્વચા ઉપર કરચલી પડી જાય છે. ત્વચાનો રંગ લાલ હોય છે.
૪. ત્વચા વધુ ચરબીયુક બને છે.
૫. આ મહીને શિશુની લંબાઈ લગભગ ૨૫ થી ૩૦ સે.મી. અને વજન લગભગ ૨૦૦ થી ૪૫૦ ગ્રામ હોય છે.
છઠ્ઠો મહિનો :
૧. ત્વચા હજુ કરચલી વાળી અને લાલ છે.
૨. આંખોનો વિકાસ પૂરો થઇ જાય છે.
૩. પાપણ ખુલી શકે છે. બંધ થઇ શકે છે.
૪. શિશુ રોઈ શકે છે, લાત મારી શકે છે. તેને એડકી આવી શકે છે.
સાતમો મહિનો :
૧. શિશુની આંખ ખુલી જાય છે.
૨. જાગવા સુવાની ખાસ ટેવની સાથે શિશુ સક્રિય રહે છે.
૩. આ મહિને શિશુનું વજન લગભગ ૨૦૦૦-૨૩૦૦ ગ્રામ છે અને લંબાઈ ૪૧-૪૫ સે.મી. છે.
૪. આ મહીને શિશુના હલન ચલનનો અનુભવ થાય છે.
૫. શિશુની લંબાઈ ૧૮ સે.મી. અને વજન ૧૦૦ ગ્રામ હોય છે.
નવમો મહિનો :
૧. બાળકની આંખો ઘાટી કબુતર રંગની હોય છે. જન્મ પછી રંગ બદલાઈ શકે છે.
૨. શિશુનું માથું નીચે અને પગ ઉપરની તરફ હોય છે.
૩. બાળક વધુ શાંત રહે છે.
૪. આ મહીને શિશુની લંબાઈ ૫૦ સે.મી. છે અને વજન ૩૨૦૦-૩૪૦૦ ગ્રામ છે.