જાણો રોજ બે ચમચી ગુલકંદ નું સેવન કરવાથી આપણે કેટલી બીમારીઓથી મુક્ત થઇ શકીએ છીએ.

મિત્રો આજે અમે તમારા માટે જે જાણકારી લઈને આવ્યા છીએ તે ગુલકંદ વિષે છે. જાણો ગુલકંદ કેવી રીતે આપણા માટે એક રામબાણ ઔષધી નું કામ કરે છે તેનાથી શરીરમાં કેવો જાદુ થાય છે… જાણીએ ગુલકંદ ખાવાથી આપણા આરોગ્ય ઉપર કેવી જાદુઈ અસર કરે છે…!! મિત્રો ગુલકંદ આપણા શરીરને ખુબ જ ફાયદો પહોચાડે છે. કેમ કે ગુલકંદ ગુલાબમાંથી બને છે અને જેનાથી આપણા શરીરને ખુબ જ વધુ ઠંડક મળે છે. ગુલકંદને તમે કોઈપણ સિઝનમાં ખાઈ શકો છો.

પણ જો ઉનાળાની સિઝનમાં ખાવામાં આવે તો આપણા શરીરને ખુબ જ ઠંડક મળે છે. આમ તો ગરમીમાં તળેલી શેકેલી કે ચટપટી વસ્તુ ખાવાને બદલે ઠંડી વસ્તુ જેમ કે છાશ, લસ્સી કે પછી ઠંડાઈ ખાવા ની ઈચ્છા થાય છે. પણ અમે તમને જણાવી દઈએ કે ગુલકંદ ખાવાથી પણ આપણને ગરમીથી રાહત મળે છે. આમ તો તમે બધાએ ક્યારેક ક્યારેક ગુલકંદ તો ખાધું જ હશે.

પણ તમે તે નહી જાણતા હો કે ગુલકંદ ખાવાથી આપણા શરીરને ખુબ જ ફાયદો મળે છે. માટે ગુલકંદનો ઉપયોગ ઘણી રીતે આયુર્વેદિક દવાઓમાં કરવામાં આવે છે. ગુલકંદ ગુલાબની પાંખડીઓ અને ખાંડ માંથી બને છે, માટે ગુલકંદ ભીષણ ગરમી સાથે જોડાયેલ ઘણી સમસ્યાઓ જેવી કે થાક, સુસ્તી, ખંજવાળ વગેરેમાં ઉપયોગ કરવામાં આવે છે. ગુલકંદથી આપણી સોંદર્ય સાથે જોડાયેલ બધી સમસ્યાઓ ને દુર કરવામાં કામ આવે છે. ગુલકંદનું નિયમિત સેવન કરવાથી શરીરમાં ઠંડક રહેવાની સાથે સાથે આપણા આરોગ્યને પણ સ્વસ્થ રાખે છે.

તો આવો જાણીએ કે ગુલકંદ ખાવાથી આપણા શરીરને ક્યા ક્યા ફાયદા મળે છે :

ગુલકંદ પેટ માટે એક રામબાણ ઔષધીનું કામ કરે છે. કેમ કે ઘણા લોકોને પેટની તકલીફ જેવી કે કબજિયાત, ગેસ, બળતરા, મરડો અને પેટના દુખાવાની તકલીફ થતી રહે છે. પણ જયારે તમે ગુલકંદ નું સેવન કરો છો તમને પેટની આ તકલીફો નો સામનો નહી કરવો પડે. તેને ખાવાથી આપણી ભૂખ પણ વધે છે. કેમ કે તેમાં વિટામીન સી,એ અને બી નું વધુ પ્રમાણ મળી આવે છે.

પ્રેગ્નેટ મહિલાઓને દિવસમાં ઓછામાં ઓછું બે વાર ગુલકંદનું સેવન જરૂર કરવું જોઈએ તેનાથી માં અને થનાર બાળક ને ખુબ જ ફાયદો મળે છે.

વજન ઓછું કરવામાં મદદ – ગુલાબમાં લેસેટીવવ ડ્યરેટીવ ગુણ મળી આવે છે જે આપણા શરીરમાં મેટાબાલીજ્મ ને તેજ કરવામાં મદદ કરે છે. જેનાથી આપણા શરીરમાં કેલેરીનું પ્રમાણ ને ઓછું કરી દે છે. જેનાથી આપણું વજન ઓછું થઇ જાય છે.

મગજ માટે ફાયદાકારક – ગુલકંદ નો રોજ સવાર સાંજ એક ચમચી સેવન કરવાથી આપણું મગજ શાંત રહે છે. અને તેને ખાવાથી માનસિક તનાવ કે ચિડીયાપણું પણ દુર થઇ જાય છે. જેથી માનસિક થાક અને તનાવ પણ ઓછો થાય છે અને તેને ખાવાથી બાળકો ની યાદશક્તિ વધી જાય છે.

આંખોની તકલીફ – ગુલકંદ ખાવાથી આંખોની તકલીફ જેવી કે બળતરા પણ દુર થઇ જાય છે. તેનાથી આંખોની રોશની પણ વધી જાય છે. અને તેનાથી આંખોની નસ પણ ઠીક થઇ જાય છે.

ત્વચા માટે – જો જો કોઈની ત્વચા સુકી અને ઢીલી પડી ગઈ હોય તો આ ગુલકંદને ખાવાનું શરુ કરી દો તેનાથી ત્વચામાં નમી જળવાય રહેશે અને ત્વચાનો રંગ પણ નિખરે છે. અને આપણી ત્વચા બેજાન નહી રહે.

ખીલ દુર કરવામાં મદદ કરે છે – ગુલકંદમાં એન્ટી બેક્ટેરીયલ ગુણ મળી આવે છે. અને તેનાથી આપણું લોહી પણ સાફ થાય છે. જેના લીધે આપણે પીપલ્સ નો સામનો નથી કરવો પડતો. તેનાથી શરીરમાં આવતી દુર્ગંધ પણ દુર થાય છે. અને તેનાથી શરીરના બધા ટોકસીનસ બહાર નીકળી જાય છે. અને તેનાથી આપણી સ્કીનનો રંગ ચોખ્ખો થઇ જાય છે.

મોઢાના છાલા- ઘણી વાર આપણા મોઢાના છાલા થવાને લીધે બળતરા અને દુઃખાવો થવા લાગે છે પણ જો આપણે નિયમિત ગુલકંદ નું સેવન કરીએ તો આ તકલીફમાંથી બચી શકીએ છીએ.

ગુલકંદ ખાવાથી આપણા શરીરમાં ઈમ્યુનીટી પાવર વધી જાય છે. જેનાથી આપણેને રોગો સામે લડવાની શક્તિ મળે છે.

જો કોઈને ગરમીની સિઝનમાં નાકમાંથી લોહી નીકળવાની તકલીફ છે જેને નસકોરી ફૂટવી કહેવામાં આવે છે તો તેવામાં ગુલકંદ ખાવાથી આ તકલીફમાંથી મુક્તિ મળી જાય છે.

જો ગરમીમાં કોઈને હાથ અને પગમાં મીઠી બળતરા હોય તો તેને ગુલકંદ ખાવું જોઈએ તો તે તકલીફ પણ દુર થઇ જાય છે.

જોયું મિત્રો ગુલકંદ ના સેવન કરવાથી આપણે કેટલી તકલીફોમાંથી બચી શકીએ છીએ. પણ આપણે ગુલકંદનું સેવન સતત બે ત્રણ મહિના કરવું જોઈએ. અને પછી તેને એક બે મહિના માટે બંધ કરી દો પછી શરુ કરો. તો તેનાથી કોઈ આડ અસર નહી થાય. પણ મધુમેહ રોગીઓ એ ગુલકંદનું સેવન ન કરવું જોઈએ જો બની શકે તો તેમણે ઘરે બનેલું ગુલકંદ અલ્પ માત્રા માં ખાવું જોઈએ, પણ આજ કાલ બજારમાં શુગર ફ્રી ગુલકંદ પણ આવે છે. જ્યાં સુધી બની સકે તો ઘરમાં જ બનેલું ગુલકંદ વાપરવું.