તાંબા ના વાસણમાં પાણી પીવાથી મળે છે આટલા બધા ફાયદા જાણો આયુર્વેદ કેટલું ઉપયોગી છે.

આયુર્વેદમાં તાંબા ના વાસણમાં પાણી પીવું ખુબ જ ફાયદાકારક બતાવવામાં આવેલ છે કેમ કે ત્રાંબાનું પાણી શરીરમાં ત્રણ દોષો (વાત,કફ અને પીત્ત) ને સંતુલિત રાખવામાં સક્ષમ છે. આ પાણી શરીરના ઘણા રોગો વગર દવા એ ઠીક કરવાની ક્ષમતા ધરાવે છે અને શરીરના ઝેરીલા તત્વો ને બહાર કાઢે છે. રાત્રે ત્રાંબાના વાસણમાં રાખેલ પાણીને તામ્રજળ ના નામ થી ઓળખવામાં આવે છે આમ તો આ પાણીનો સ્વાદ થોડો જુદો હોય છે પણ આ પાણી ક્યારેય વાસી થતું નથી. આ વાસણમાં પાણી પીવાથી ખુબ જ સારા ફાયદા છે, જેના વિષે ઘણા લોકો નથી જાણતા. સૌથી નીચે ખાસ પાણી પીવાની રીત ની લીંક પણ છે એ પણ વાંચજો

ત્રાંબાના વાસણમાં પાણી પીવાથી કેન્સરનો સામનો કરવામાં ઉપયોગી :

આ પાણીમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ કેન્સર નો સામનો કરવાની શક્તિ આપે છે. અભ્યાસ મુજબ, તાંબામાં કેન્સર વિરોધી પ્રભાવ રહેલો છે જે કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડવાની શરીરને મદદ કરે છે.

ત્રાંબાના વાસણમાં પાણી પીવાથી વજન ઘટાડે :

બદલાતું જીવન ધોરણ અને ખોટું ખાવા પીવાના કારણે ઓછી ઉંમરે વજન વધવું આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જો તમે પણ વધેલા વજન થી પરેશાન છો તો કસરત સાથે ત્રાંબાના વાસણમાં પાણી પીવો. તેનાથી વધારાની વસા ઓછી થઇ જાય છે.

ત્રાંબાના વાસણમાં પાણી પીવાથી પેટની તકલીફ માં :

કટાણે ખાવું કે ફાસ્ટ ફૂડ નો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી આજકાલ લોકો પેટને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં જો રોજ સવારે ખાલી પેટ ત્રાંબાના વાસણમાં પાણી પીવો તો તમને ‘ડાયોરિયા’ અને પેટની ઘણી બીમારીઓ થશે નહી. આ ઉપરાંત તે પાચન ક્રિયાને પણ યોગ્ય રીતે કામ સર્વમાં મદદ કરે છે.

ત્રાંબાના વાસણમાં પાણી ગ્લોઇન્ગ સ્કીન માઈ :

જો તમે સ્કીન ઉપર થયેલ લાઈનથી પરેશાન છો તો ત્રાંબાના વાસણમાં પાણી જરૂર પીવો. તેનાથી નવી કોશિકાઓ ઉત્પન થાય છે, જેનાથી ફોડકા અને સ્કીન ને લગતી ઘણી તકલીફો થતી નથી. તે ઉપરાંત ત્વચામાં નીખાર આવે છે.

ત્રાંબાના વાસણમાં પાણી યાદશક્તિ મજબુત બનાવવા માટે :

દરરોજ ત્રાંબાના વાસણમાં પાણી પીવું મગજ માટે ખુબ જ લાભદાયી છે. આ પાણી થી યાદશક્તિ તેજ બને છે.

ત્રાંબાના વાસણમાં પાણી બનાવે છે પાચન ક્રિયા સારી :

રાત્રે ત્રાંબા ના વાસણમાં પાણી નાખીને રાખી દો અને સવારે ખાલી પેટ તે પીવાથી પેટ દર્દ, ગેસ, એસીડીટી અને

કબજિયાત જેવી તકલીફો પણ દુર થઇ જાય છે.

ત્રાંબાના વાસણમાં પાણી કરે છે થાઈરોઈડ ઉપર નિયંત્રણ :

શરીરમાં હાર્મોન અસંતુલન ને કારણે જ થાઈરોઈડ ની બીમારી થાય છે, જેનાથી વજન ઝડપથી વધે કે ઘટે છે. ત્રાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી થાઈરોઈડ ના હાર્મોન નિયત્રિત રહે છે.

ત્રાંબાના વાસણમાં પાણી ગઠીયામાં :

ત્રાંબા માં એન્ટીએફ્લામેન્ટી ગુણ હોય છે જે સાંધાના દુઃખાવાના દર્દ અને સોજા ને ઓછો કરે છે. તે પાણીને પીવાથી હાડકા મજબુત થાય છે. આ શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર કાઢે છે જેનાથી સાંધાના દુખવો અને સોજામાં રાહત મળે છે.

ત્રાંબાના વાસણમાં પાણી એનીમિયા માં :

મોટા ભાગની ભારતીય મહિલાઓમાં લોહીની ઉણપ જોવામાં આવે છે, જેનાથી આરોગ્ય સાથે જોડાયેલી ઘણી જ તકલીફોનો સામનો કરવો પડે છે. એનીમિયાના રોગીને ત્રાંબાના વાસણમાં પાણી પીવાથી લાભ થાય છે. ત્રાંબા ઉંચાઈ માં રહેલા આયરન ને સરળતથી સોસી લે છે જેનાથી તરત શરીરમાં લોહી ની ઉણપ પૂરી થઇ જાય છે.

ત્રાંબાના વાસણમાં પાણી પીવાથી હ્રદય રાખો નીરોગી :

ત્રાંબા નું પાણી પીવાથી હાર્ટ એટેક નો ખતરો ઓછો થઇ જાય છે. તે બ્લડ પ્રેશર ને નિયંત્રિત રાખે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ છે. જેનાથી હ્રદય સાથે જોડાયેલી બીમારીઓ દુર થઇ જાય છે.

ત્રાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરની અંદરની સફાઈ :

શરીરને ડીટોકસ કરવું ખુબ જરૂરી છે. તેનાથી બીમારીઓ દુર અને શરીર નીરોગી રહે છે. તેનાથી હાનીકારક બેક્ટેરિયા શરીરમાંથી બહાર નીકળી જાય છે, જે કીડની અને લીવર ને સાફ રાખે છે.

ત્રાંબાના વાસણમાં પાણી પીતા સમયે ધ્યાન રાખો આ વાતો :

ત્રાંબાના વાસણમાં ઓછામાં ઓછું ૮ કલાક સુધી પાણી લાભદાયક હોય છે. જે લોકોને સર્દી-જુકામ ની સમસ્યા કાયમ રહેતી હોય તેને તે પાણીમાં તુલસીના થોડા પાંદડા નાખી દેવા જોઈએ.

ત્રાંબાના વાસણમાં પાણી પીવાથી મળતા સ્વાસ્થ્ય લાભોની જાણકારીવાળા આ લેખ તમને સારો અને લાભદાયી લાગ્યો હોય તો શેયર જરૂર કરો.

આ લીંક ક્લિક કરી જાણો પાણી પીવાની રીત >>> પાણી પીવા ની રીત શીખો ને જાણો ક્યારે પીવું ને ક્યારે નાં પીવું, કેવી રીતે પીવું A ટુ Z