વિડીયો : જે બીમારીઓનો ઈલાજ ડોક્ટર પણ નથી કરી શકતા તેનો ઈલાજ જળો થી કરવામાં આવી રહ્યો છે

દાદીમાં-નાનીમા ની વાર્તાઓ માં લોહી ચૂસવા માટે મશહુર માનવામાં આવતા જીવ જેને હિન્દી માં જોંક અંગ્રેજી માં લીચ અને ગુજરાતી માં જળો કહીયે છીએ તેના ઉપયોગ થી અસાધ્ય બીમારીઓ ના ઈલાજ માં કરવામાં આવી રહ્યો છે. જળો ના લોહી ચૂસવા ની સ્વભાવિક ખૂબી સાથે સામંજસ્ય બેસાડતા જઈને સારવારની દુનિયામાં તેનો ઉપયોગ સ્વચ્છ લોહીને બદલે ખરાબ લીહીને કાઢવામાં કરવામાં આવે છે.

નોયડા ના રહેવાસી ડૉ.ચૌહાણ આયુર્વેદના સારવારના ડૉ. અક્ષય ચૌહાણે જણાવ્યું કે જળો થી ઉપચાર ની રીત ને આયુર્વેદમાં જલૌકાવચારણ રીતની સંજ્ઞા આપવામાં આવે છે. સારવાર વિજ્ઞાનમાં આ રીતને લીચ થૈરોપી પણ કહેવામાં આવે છે. લીચ થૈરોપી થી ડાયાબીટીક ફૂટ, ગેન્ગરિન, સોરાયસીસ, ગસુર શિર ઘણી બીમારીઓનો સફળતા પૂર્વક ઈલાજ થઇ રહ્યો છે. ડીપ વેન થ્રબાયોસીસ જેમાં પગ કપાવવાની સ્થિતિ આવી જાય છે, તેમાં આ રીત ઉત્તમ છે. ડૉ. અક્ષય ચૌહાણજી એ જણાવ્યું કે છેલ્લા થોડા વર્ષો દરમિયાન આ રીત થી ઘણા બધા દર્દીઓનો સફળતા પૂર્વક ઈલાજ થયેલ છે.

શું છે લીચ થૈરોપી

જોંક ને અસરવાળા અંગો ઉપર છોડી દેવામાં આવે છે. જોંક પોતાના મોઢાથી એવા એંજાઈમ નો સ્ત્રાવ કરે છે જે વ્યક્તિને તે અહેસાસ પણ નથી થવા દેતા કે શરીરમાંથી લોહી ચૂસવામાં આવી રહ્યું છે. કૃમિ પ્રજાતિ ના આ જીવની સૌથી મોટી ખાસિયત તેના સલાઈવા માં મળતા હીરુડીન નામના એંજાઈમ છે, જે લોહીમાં ગઠા નથી બનવા દેતા. તેના સ્ત્રોત થી ચોખ્ખા લોહીનો પ્રવાહ ઝડપથી થાય છે. જોંક ખરાબ લોહીને ચૂસે છે. એક વખતમાં જોંક શરીરમાંથી 5 મી.લી. લોહી ચૂસી લે છે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી અસરવાળા અંગમાંથી ખરાબ લોહી ને પૂરેપૂરું ચૂસી ન લે.ખરાબ લોહી પૂરું થયા પછી ચોખ્ખા લોહીનો પ્રવાહ થાય છે જેનાથી ઘાવ જલ્દી ભરાય છે.

કેમ થઇ રહ્યું લોકપ્રિય

ડાયબીટીક દર્દીઓ માટે શલ્ય ક્રિયા ખુબ ખતરનાક માનવામાં આવે છે. તેના કારણે ઘાવ ને ભરાવામાં સામાન્ય કરતા વધુ સમય લાગે છે. તેની વચ્ચે ઘણી બીમારીઓની શક્યતા વધી જાય છે. લીચ થૈરોપી આ બધી તકલીફોથી છુટકારો અપાવે છે. અને ઘાવ પણ જલ્દી ભરાય છે.

રાખવામાં આવે છે ખુબ ધ્યાન

ઇન્ફેકશન ન થાય તે માટે એક જોંક ને એક જ દર્દી માટે ઉપયોગ કરવામાં આવે છે. ખરાબ લોહી ચૂસી લીધા પછી તેને ઉલટી કરાવવામાં આવે છે, જેથી તે તેના મોઢામાંથી ખરાબ લોહી કાઢી નાખે.

સૌથી નીચે વિડીયો માં જુઓ ડોકટરે કેવી રીતે આ દર્દીનો ઈલાજ કર્યો

આ દર્દી છેલ્લા 8 મહિનાથી પગમાં ઘાવ થી પીડાતો હતો. સતત એન્ટીબાયોટીક (antibiotic) નો ઉપયોગ કર્યા પછી પણ એકદમ સારું થતું ન હતું. અને ઘાવ ની સંખ્યા વધતી જઈ રહી હતી. પગમાં ખુબ દુઃખાવો થઇ રહ્યો છે હવે તો ચાલી પણ નથી શકતા. પગનો ઘાવ વાળો ભાગ કાળો થઇ ગયો હતો, તે દર્દીનું blood Report એકદમ નોર્મલ છે. એલોપેથી ડોકટરે જણાવ્યું કે આ Schamberg Disease With Punched Out Ulcer છે.

10 દિવસ પહેલા દર્દી ડોક્ટર ચૌહાણજી ની પાસે આવ્યો. તેમણે તેને આચાર્ય સુશ્રુત મુજબ “દુષ્ટ વ્રણ” (લીચ થેરોપી) ની સારવાર શરુ કરી દીધી. પગમાં કાળાશ લગભગ 50% ઓછી થઇ ગઈ. 7 દિવસ પછી 50 ml લોહી નીકળ્યું. લોહી નીકળતા જ બીજા દિવસે દર્દીએ જણવ્યું કે પગનો દુઃખાવો બિલકુલ બંધ થઇ ગયો છે. આજે આ દર્દીને 13 જોંક (leech) લગાડી. લગભગ ૩૦૦ ml લોહી નીકળ્યું. દર્દી મુજબ 10 દિવસમાં તેની 8 મહિના જૂની બીમારીમાં 50 % આરામ થઇ ગયો છે.

વિડીયો