રોંગ નંબર પર જાદુગર જુનીયર કે લાલ સાથે આ ભાઈની થઈ હતી વાત, પછી જે થયું તે જાણીને તમને આશ્ચર્ય થશે.

જાદુગર જુનીયર કે લાલએક પૌરાણીક કળા ( જાદુગર ) નો અંત..

કે લાલ સાહેબ ના ચુમ્બકીય વ્યક્તિત્વ વિશે ની મારા અનુભવ ની એક નાની એવી વાત..

મોટા તો બધા થઈ જાય છે પણ સરળ કોઈક જ્ રહી શકે છે… એ દિવસો માં અમો ગરિયાધાર રહેતાં હતા. મારે ગુજરાત ના એક નેતા સાહેબ નુ કામ હતુ. એ બાબત મે એ મન્ત્રિ સાહેબ ને ફોન કરવા માતે એના VIP નંબર પર ફોન ડાઇલ કર્યો. હવે બન્યું એવું કે એ ડાઇલ કરેલા VIP નંબર માં ૧ આંકડો ભૂલ થી ખોટો થઈ ગયો તો એ કોલ સીધો ક્યાંઇ બીજે લાગ્યો.

સામે થી અવાજ આયો હેલો…

મેં કહ્યું મેં ગારિયાધાર પટેલ વાસણ ભન્દાર માંથી સંજય બોલું છું. એમ કહી ઓપચારીક વાત અને ખબર અંતર પૂછતો હતો, ત્યાં સામે થી જવાબ આયો.. સાહેબ તમારા થી ભૂલ થી ખોટો નંબર ડાઇલ થઈ ગયો છે.

તો મેં સોરી કહ્યુ અને આપ નો દિવસ શુભ રહે એવી આશા વયકત કરી અને ફોન કાપવા જતો હતો, ત્યાં જ સામે થી ફરી પાછો જવાબ આયો સંજય ભાઈ આપ નો દિવસ પણ શુભ રહે. અને એણે કહ્યું હું આપ ને એક સરપ્રાઇઝ આપવાં માંગું છું.

મેં કહ્યું બોલો સાહેબ.. તો એમણે સામે થી કહ્યું, ભાઈ હું જાદુગર જુનીયર કે લાલ સાહેબ બોલું છું. થોડી વાર માટે મેં પણ શોકડ થઈ ગયો કે હવે શું બોલવુ? ૨-૪ સેકન્ડ માં સ્વસ્થતા જાળવી અને ફરી કે લાલ સાહેબ જોડે વાત કરવા નું શરૂ કર્યું.

એ સમયે શાયદ એ પણ થોડા ફ્રી હશે. ૫-૭ મિનિટ એમજ વાત ચાલી અને એક બિજા ને શુભેચ્છા આપી અને ફોન કાપી નાખ્યો. વચ્ચેના સમયમાં ક્યારેક ક્યારેક એમને મેં ફોન કર્યાં, ૨-૩ વખત એમનાં પણ ફોન આયા.

આવી રીતે રોંગ નંબર માંથી સાહેબ જોડે દોસ્તી થઈ. એવામાં એક સમયે કે લાલ સાહેબને ભાવનગરમાં શો કરવાનું નક્કી થયું. શો સારી રીતે ચાલું થઈ ગયા. ૫-૭ દિવસ પછી લાલ સાહેબ નો ફરી એક વાર કોલ આયો કે ભાવનગરમાં શો સારી રીતે ચાલું છે, ફેમેલી લઇને આવો શો જોવાં અને રૂબરૂ પણ મળીએ.

એજ દિવસે ગારીયાધાર મારા ફ્રેન્ડ ગ્રુપમાં અમો ૨૦-૨૫ જણા ફેમેલીમાં તૈયાર થયા અને સાંજે ભાવનગર શો જોવા જવાનુ ફાઇનલ કર્યું. કે લાલ સાહેબ ને કહ્યું અમો ગ્રુપમાં ફેમેલીમાં ૨૫ જણા આવીએ છીએ. સામે છેડેથી કે લાલ સાહેબે કહ્યું, બહુ સરસ સમય સર પહોંચી જાજો. એમ વાત કરી ફોન મુકાઇ ગયો.

સાંજે ૬ વાગ્યા બાજુ અમે લોકો બધા એક મીની બસ માં ભાવનગર જવા નીકળ્યા. હવે બન્યું એવુ કે ક્યાંઇ ટ્રાફિક નાં હિસાબે બહુ મોડું થઈ ગયું, અને ત્યાં આગલ શો નો સમય થઈ ગયો. એ સમય દરમિયાન કે. લાલ સાહેબ ના ૩ કોલ આયી ગયા કે કેટલી વાર લાગશે? શો શરૂ થવા નો સમય થઈ ગયો છે.

તો મેં એમને વાત કરી કે અમો ટ્રાફિકમાં નારી ચોકડીએ ફસાણા છીએ હમણાં જ આવીએ છીએ. ત્યાં લાલ સાહેબે કહ્યું, હું શો થોડો લેટ કરાવુ છું તમો ઉતાવળ રાખો. હવે મેનેજર તમોને કોલ કરશે, ત્યાં સુધી હું ઑડિયન્સને મનોરંજન માટે સ્ટેજ પર જાવ છું. એ સમય દરમિયાન લાલ સાહેબ ના મેનેજર સાહેબ પણ સતત અમારા કોન્ટેકટ માં રહ્યા. ફાઇનલી અમો યશવન્ત રાઇ હોલ પહોંચ્યાં.

શો ૧૫ મિનિટ મોડો શરૂ કર્યો. શો પૂરો થયા પછી લાલ સાહેબ જોડે ઘણો સમય વીતાવ્યો. બહુ મજા આવી લાલ સાહેબ જોડે.

તો એવાં સરળ અને ચુબકીય વ્યક્તિત્વ વાળા હતા એ લાલ સાહેબ, એ મિત્ર ને સાચા દિલ થી શ્રધ્ધાન્જલિ. ભગવાન તેઓની આત્માને શાંતી આપે.

જય જિનેન્દ્ર

જય સ્વામીનારાયણ.

– પટેલ સંજય ગજેરા